ધ્રુજવતો બંગલો – ભાગ :- 2, A Suspense-Thriller Story…..

ભાગ – ૧ વાંચવા અહી ક્લિક કરજો ધ્રુજવતો બંગલો – ભાગ: 1

===========================================

“ચલો બેટા, આપણી જામનગર જવાની બસ આવી ચુકી છે. તારો સામાન લઇ લે આપણે બસમા બેસી વાતો કરીએ.” રાખીબહેને કહ્યુ. “હા રાખીઆન્ટી, ચલો.” આટલુ બોલતા તો રાખીબહેન અને દિવ્યા બન્ને ખડખડાટ હસી પડી અને સોનાક્ષી કે જે વીગ પહેરી અને રાખીબહેન બનીને આવી હતી તેણે પોતાની વીગ દૂર કરી નાખી. બન્ને હસતી હોય છે ત્યાં જ બાકીના મિત્રો આવી જાય છે.

“કેમ રાખી આન્ટી જવુ છે ને જામનગર?” મયુરે મજાક કરતા કહ્યુ. “હા બેટા, ચલો બસ આપણી જ રાહ જોતી હોય તેમ લાગે છે.” સોનાક્ષીએ હસતા હસતા કહ્યુ. “પણ આ બધુ સાડી પહેરી છે તે તારે ચેન્જ નહી કરવી? કે પછી રાખીબહેનના રોલમા પુરેપુરી સમાઇ ચુકી છે તુ સોનુ?” વૃંદાએ કહ્યુ.

“અરે હવે અત્યારે ક્યાં ચેન્જ કરું? બરોડા હોટેલ પહોચીને ચેન્જ કરીશ હું. હવે ચલો બસમા બેસો જલ્દી નહી તો અહી કોઇ ઓળખીતુ આવી જશે તો પ્રોબ્લેમ થઇ જશે.” સમીરે કહ્યુ.

“હા ચાલો ચાલો, ફટાફટ બેસો. બસ ઉપડવાનો સમય થઇ રહ્યો છે.” વિનયે કહ્યુ અને બધા સાથે બસમા બેસી ગયા. “સોનુ રીઅલી બહુ ગજબની ડ્રામેબાજ છે તુ. મારા મમ્મી બહુ હોંશીયાર છે. તે કોઇની વાતમા આમ આસાનીથી ફસાઇ જાય તેવા નથી પણ તારી એક્ટીંગ તો ખરેખર કમાલ છે. માની ગઇ હો તને હું.” દિવ્યાએ કહ્યુ.

“અરે યાર,મે તને કહ્યુ હતુ ને કે તારા મમ્મી ખુદ તને મુકવા આવશે, અને મે તારી પાસેથી સાંભળ્યુ હતુ કે આન્ટી તારી પાસે આવા સોશિયલ કામો કરાવતા રહે છે તો આ આઇડીયા માર્યો.” સોનાક્ષીએ કહ્યુ. “હે ગાઇઝ,તમે બધા કેમ ચુપચાપ છો? કાંઇ બોલતા નથી?” વૃંદાએ કહ્યુ. “નહી બસ બરોડા પહોંચી હોટેલમા રહેવાનુ છે તો ઓનલાઇન બુકીંગ કરતા હતા અમે. બે રૂમ બુક કરાવ્યા છે હોટેલ શનસાઇન પેલેસમા. હુ મસ્ત હોટેલ છે. આપણે ત્યાં મજા આવશે. કાલે સવારે આપણે હોટેલ પહોંચી જશુ અને હોટેલ જઇ ફ્રેશ થઇ થોડુ હરી ફરી અને પછી આપણે તે બંગલે જવા નીકળશું. બરોબર ને?” મયુરે કહ્યુ.

“યા પરફેક્ટ. સારુ થયુ તે હોટેલ બુક કરાવી લીધી. પછી ત્યાં પહોંચી આપણે ક્યાં હેરાન થવું?” સોનાક્ષીએ કહ્યુ. “હેય ફ્રેન્ડસ, હવે બધા આરામ કરવાનુ વિચારો. વાતો કરવા માટે આપણી પાસે એક વીક છે.” સમીરે સુજાવ આપ્યો. “યા રાઇટ, મને પણ ઊંઘ આવે છે” સોનાક્ષીએ કહ્યુ.

બસ સ્લીપીંગ હતી તો એક શીટમા મયુર અને વિનય બીજી શીટમા વૃંદા અને સોનાક્ષી અને સિંગલ શીટમા સમીર અને બીજી સિંગલ શીટમા દિવ્યા આ રીતે બધા સુવાની તૈયારી કરવા લાગ્યા.

મધરાતે ઓચિંતી જ દિવ્યા સફાળી જાગી ગઇ અને તેને અચાનક ખુબ જ પસીનો વળવા લાગ્યો. આજુબાજુ જોયુ તો કોઇ હતુ નહી. બધા આરામથી સુતા હતા. તે મનોમન વિચારવા લાગી કે બસમા તો કોઇ જાગતુ નથી તો મને એમ કેમ ફીલ થયુ કે કોઇ મને પકડીને મારુ ગળુ દબાવી રહ્યુ હોય? તે બહુ ડરવા લાગી. તેણે તરત જ સોનુ અને વૃંદાને જગાડી બધી વાત કરી.

“અરે દિવ્યા તુ શું કામ ડરે છે? કોઇ સપનુ આવ્યુ હશે તને. હવે તુ સુઇ જા. એક તો બસમા ઊંઘ આવતી નથી અને હજુ ઊંઘ આવી ત્યાં તે જગાડી દીધી મને. જસ્ટ ચીલ બેબી.” વૃંદાએ કહ્યુ. “હું ત્યાં શીટ પર એકલી નહી સુવા જઉ. મને પણ અહી સુવા દે તમારી સાથે. મને ત્યાં એકલીને બીક લાગે છે.” દિવ્યાએ કહ્યુ. “ઠીક છે દિવ્યા. એક કામ કર તું અહી આવતી રે સુવા માટે. હું ત્યાં સુઇ જાઉ છું અને મનમાંથી ખોટા વિચાર કાઢીને આરામ કર. ડોન્ટ વરી એટ ઓલ.” સોનાક્ષીએ કહ્યુ.

સોનાક્ષી અને દિવ્યાએ જગ્યા ચેન્જ કરી લીધી અને દિવ્યા ડરતા મને સુવાની કોશિષ કરવા લાગી. થોડી વાર પછી ઓચિંતુ જ સોનાક્ષીની સાડીનો છેડો કોઇકે ખેચ્યો હોય તેમ લાગ્યુ અને તે પણ સફાળી જાગી ગઇ. તેણે આજુબાજુ જોઇ લીધુ પણ કોઇ દેખાયુ નહી એટલે મનનો વહેમ સમજી તે સુઇ ગઇ.

અચાનક જ કોઇકે સોનાક્ષીનો હાથ પકડી લીધો અને સોનાક્ષી ચોંકી ગઇ તે હજુ કાંઇ બોલવા જાય ત્યાં તેના મોઢા પર સમીરે હાથ રાખી દીધો અને બોલ્યો જાનુ હું છું તારો સમીર.” સમીરે કહ્યુ. “બદમાશ મારો જીવ અધ્ધર કરી દીધો. શું કામ મસ્તી કરે છે મારી સાથે અને દિવ્યા સાથે?” સોનાક્ષી બોલી. “તારી સાથે તો સમજાયુ પણ દિવ્યા સાથે મે શું કર્યુ? જરા સમજાવ મને.” સમીરે કહ્યુ.

દિવ્યાએ સમીરને બધી વાત કરી પણ સમીરે કહ્યુ , “મે કાંઇ દિવ્યા સાથે મસ્તી કરી નથી. હું તો બસ તારી સાથે મસ્તી કરવાના મુડમા છું,દિવ્યા સાથે નહી તેમ કહી સોનાક્ષીને બાહોમા લેવા જતો હતો ત્યાં સોનાક્ષીએ તેને ધક્કો માર્યો.

“બદમાશ બસમા છીએ આપણે, જરા તો શરમ કર. કોઇ જાગી ગયુ અને જોઇ જશે તો પ્રોબ્લેમ થશે. તને પણ અત્યારે મધરાતે આવા ચેન ચાળા સુજે છે. જરાક તો સમય અને સ્થળનો વિચાર કર.” સોનાક્ષીએ મજાકમા કહ્યુ.

“જાનુ સમય અને સ્થળ બન્ને આપણી ફેવરમા જ છે. મૌકા ભી હે ઔર દસ્તુર ભી હૈ, તો ક્યુ ના ઇસ મૌકે કા ફાયદા ઉઠાયા જાયે? એકાંત છે તો તેનો લાભ તો ઉઠાવવો જ જોઇએ ને? અને અત્યારે કોઇ જાગશે નહી. એકવાર હગ તો કરવા દે આટલોતો મને હક છે ને? કાંઇ તને ખાઇ નહી જાંઉ.” સમીરે કહ્યુ.

“તુ પણ બહુ તોફાની છો હો.” હસતા હસતા સોનાક્ષી સમીરને ભેટી પડી અને સમીરે તેને આલીંગનમા લઇ લીધી અને સમીરે સોનાક્ષીને ગાલ પર હળવુ ચુંબન કર્યુ અને તેને પોતાના બાહુપાસમા જકડી લીધી. થોડી વાર પછી બન્નેને સમયનો એહસાસ થતા સમીર સોનાક્ષીને ગુડ નાઇટ વીશ કરી તેની જગ્યાએ જતો રહ્યો અને સોનાક્ષીએ તેને ફ્લાઇંગ કીસ આપી ગુડ નાઇટ વીશ કરી એ પણ સુઇ ગઇ. “હાશ બરોડા પહોંચી ગયા. મયુર હવે જલ્દી હોટેલ જઇએ. મને તો બસમા ઉંઘ જ નથી આવી આખી રાત.” દિવ્યાએ કહ્યુ.

“કેમ શું થયુ હતુ દિવ્યા? રાત્રે સપનામાં ભુત મહારાજના દર્શન થઇ ગયા હતા કે શું? વિનયે મજાક કરતા કહ્યુ. “અરે ના એવુ કાંઇ નથી પણ બસમા મને ઉંઘ જ બહુ ન આવે તો જરા થાકી ગઇ છું” દિવ્યાએ કહ્યુ.

“હા યાર ચાલો હોટેલ. આખી રાત આ ભારેખમ સાડી પહેરી છે તો હું પણ કંટાળી ગઇ છું. આ દિવ્યાના મમ્મીને મનાવવામા બહુ મહેનત કરવી પડી છે.” સોનાક્ષીએ કહ્યુ. બધા સોનાક્ષીની વાત સાંભળી હસી પડયા.

બધા રીક્ષામા બેસી હોટેલ પહોંચે છે અને તેણે અગાઉથી બુક કરાવેલા રૂમમા ચેક ઇન કરે છે. રાત્રીના બસમા મુસાફરીના કારણે બધા થાકી ગયા હતા એટલે આરામ કરી સાંજે નીકળવાનુ નક્કી કર્યુ. કશ્યપે બધાના મોબાઇલ પર બંગલાનુ પરફેક્ટ લોકેશન અને ત્યાં કેવી રીતે પહોંચવુ તે મોકલી આપ્યુ હતુ.

સાથે સાથે નીકળતા પહેલા કશ્યપ સાથે એવુ નક્કી થયુ હતુ કે દરરોજ સવારે આ લોકોએ તેને મેસેજ કરી દેવાનો કે તેઓ બધા સુરક્ષીત છે અને તેમને કોઇ ખતરો નથી અને જરા પણ ખતરો કે મુશીબત જેવુ લાગે તો કશ્યપને જાણ કરી દેવાની જેથી તે સુરક્ષા ટીમ સાથે આ લોકોની મદદે આવી શકે.

કશ્યપે ટીમને મદદની વાત કરી તો દીધી પણ તે ઇર્ષાળુ હતો અને તે ઇચ્છતો હતો કે આ સમગ્ર ટીમ હેરાન થાય. તેથી જાણી જોઇને તેઓને આ રીતે વાત કરી હતી, કશ્યપ જાણતો હતો કે ટીમનો કોઇ પણ મેમ્બર તેની હેલ્પ લેશે તો તેમનો અહમ ઘવાશે અને તેઓ પોતાના વટ ખાતર કશ્ય્પની હેલ્પ તો ક્યારેય પણ નહી માંગે અને સાચે બન્યુ પણ એવુ જ.

બરોડા હોટેલ પર પહોંચી ગયા બાદ મયુરે કહ્યુ, “વિનય મારા ફોનમા તો બેટરી નથી, તારા ફોનમા બેટરી હોય તો જરા પહેલા ચંબુને ફોન કરી દે કે આપણે બધા અહી પહોંચી ગયા છીએ અને સાંજ પડ્યે જંગલના બંગલે પહોંચી જશુ.

“એ સાલાને ફોન કરવાની શું જરૂર છે? એક વીક બાદ સીધા કોલેજમા જશુ તેની પાસે પાર્ટી લેવા માટે” સમીરે કહ્યુ. “કરવા દે ને ફોન યાર. તેને પણ ખબર પડે ને કે તેની વાતમા કોઇ દમ નથી અને આપણે બધા અહી મસ્ત એન્જોય કરી રહ્યા છીએ.” દિવ્યાએ કહ્યુ.

“ઓ.કે. હુ ફોન કરુ છું. તમે લોકો આરામ કરો. આપણે સાંજ પડ્યે ત્યાં બંગલે જવા નીકળશું.” વિનય ફોન કરવા બહાર નીકળ્યો અને ગર્લ્સ તેના રૂમમા જતી રહી. બે રૂમ એક વીક માટે જ બુક કરાવ્યા હતા. તેઓએ નક્કી કર્યુ હતુ કે બે ચાર દિવસ બંગલે રહ્યા બાદ બરોડા પરત આવી મસ્ત ટ્રીપ એન્જોય કરશે.

રૂમમા એક ડબલ બેડ અને એક એક સિંગલ બેડ હતો અને સોફા પણ હતા. વિનય અને મયુર બન્ને ડબલ બેડ પર સુતા અને સમીર સોફા પર જરા આડો પડ્યો. થોડી વારમા જ વિનય અને મયુર તો થાકને કારણે સુઇ ગયા. સમીરને તો ઉંઘ આવતી ન હતી તો તેણે સોનાક્ષીને મેસેજ કર્યો કે તે બહાર આવે.

બન્નેએ રાત્રે બસમા જ નક્કી કરી લીધુ હતુ કે બસમા તેઓ આરામ કરશે અને હોટેલ પહોંચી બધા સુઇ ગયા બાદ બન્ને બહાર મળશે. સોનાક્ષીએ મેસેજ વાંચ્યા બાદ ઓ.કે. નો રીપ્લાય આપી બહાર આવી ત્યાં સામે જ રૂમની બહાર ઉભો સમીર તેની રાહ જોઇ રહ્યો હતો. તેઓ બન્ને એકબીજાને જોઇ હસી પડ્યા કેમ કે બન્ને ઉત્સાહમાં બહાર તો આવી ગયા પણ બન્નેની હાલત જોઇ લાગતુ હતુ કે બે માંથી એકે પણ બ્રશ પણ કર્યુ નથી અને નહાયા પણ નથી અને વીખરાયેલા વાળ સાથે બન્ને એકબીજાને મળવા બહાર દોડી આવ્યા. બન્ને ફરી રૂમમા જઇ ફ્રેશ થઇ બહાર આવ્યા અને નીચે હોટેલમા જઇ કોફી અને નાસ્તો મંગાવ્યા.

“આ બધા ઉંઘણશીઓ તો બપોર સુધી ઉંઘતા જ રહેવાના છે તો ચાલને આપણે બન્ને ક્યાંક બહાર ફરવા જઇએ.” સમીરે કહ્યુ. “ના યાર થાકી જઇશુ. વળી રાત્રે પેલા બંગલે પણ પહોંચવાનુ છે અને કોઇ જાગી જશે અને આપણને નહી જુએ તો ફોન કરશે. એક કામ કર આપણે નાસ્તો કરી બાદમા હોટેલમાં પાછળ આવેલા બગિચામા બેસીએ.” સોનાક્ષીએ કહ્યુ.

“ગુડ આઇડિયા જાનુ. ફરવા તો બધા ફ્રેન્ડ્સ સાથે જવાનુ જ છે તારી સાથે તો મારે નિરાંતે બેસીને મન ભરીને વાતો કરવી છે.” સમીરે કહ્યુ. “થેન્ક્સ આપણે આવો ગોલ્ડન ટાઇમ મળ્યો છે તો મન ભરીને તેને માણીએ ફરી આવો સમય મળશે કે નહી તેની કાંઇ ખબર જ નથી. તેના કરતા આ સમયનો આપણે સદુપયોગ કરીએ.” સોનાક્ષીએ કહ્યુ.

“તુ વિશ્વાસ રાખ, આપણે તો લાઇફ ટાઇમ સાથે જ રહેવાનુ છે.” સમીરે કહ્યુ. “યા ડીઅર, આઇ વીશ કે આમ જ બને.” સોનાક્ષીએ કહ્યુ. બન્ને નાસ્તો કરી પાછળ આવેલા પાર્કમા ગયા. પહેલી વખત બન્ને એકબીજાના હાથ પકડી તેઓ પાર્કમા નીકળ્યા. થોડીવાર વાતો કરી ત્યાં સોનાક્ષીનો ફોન વાગ્યો. ફોન રીસીવ કરતા જ વૃંદા બોલી , “ક્યાં છે સોનાક્ષી યાર તું? અમે તો તને શોધી રહ્યા છીએ. આર યુ ઓલ રાઇટ?”

“યા આઇ એમ ઓલ રાઇટ. બસ હું રૂમમા જ આવુ છું. ઉંઘ આવતી ન હતી તો જરા બહાર આવી હતી.” સોનાક્ષીએ કહ્યુ. “યા આવી જા. અમે જાગી ગયા છીએ. એન્ડ બાઇ ધ વે મયુરે કહ્યુ કે સમીર પણ રૂમમા નથી. એ તારી સાથે છે કે શું?” વૃંદાએ પુછ્યુ. “હા, તે પણ મને અહી નીચે મળી ગયો હતો. કોફી પીતો હતો તેણે મને આગ્રહ કરી બેસવા કહ્યુ. અમે બન્ને આવીએ જ છીએ.” સોનાક્ષીએ કહ્યુ. “યુ બોથ આર વેરી નૉટી, બન્ને એકલતાનો મોકો શોધી જ લો છો. મને ખબર જ હતી કે તમે બન્ને સાથે જ હશો.” વૃંદાએ ધીરેથી કહ્યુ

“બસ કર ચાપલી, હું આવુ જ છું” સોનાક્ષીએ હસતા હસતા ફોન કટ કર્યો આટલી વારમા બધા ઉઠી ગયા. આપણે સાથે રહેવાનો ચાન્સ પણ ન મળ્યો.” સોનાક્ષીએ ઉદાસ સ્વરે કહ્યુ. “આટલી વાર નથી થઇ મેડમ જરા ઘડિયાળમાં જુઓ અગિયાર વાગી ચુક્યા છે.” સમીરે હસતા હસતા કહ્યુ.

“તારી સાથે સમયનું ક્યાં ભાન રહે છે મને? આઇ લવ યુ સો મચ સમીર” કહેતા સોનાક્ષીએ સમીરને ગાલ પર ચુંબન કર્યુ અને સમીરનો હાથ પકડી તેને ઉભો કરવા લાગી. સોનાક્ષીના ઓચિંતા ચુંબનથી સમીરને સુખદ આશ્ચર્ય થયુ. તે હોટેલ જવા માટે ઉભો તો થયો પણ જવા માટે તેનુ મન જરા પણ માનતુ ન હતુ. “ચાલ હવે ફટાફટ, બધા રાહ જોતા હશે.” સોનાક્ષીએ તેનો હાથ ખેચ્યો. “તારો સાથ છોડવાનુ મન જરા પણ થતુ નથી.” સમીરે કહ્યુ.

“જવુ તો પડશે જ. હજુ તો એક વીક સાથે જ રહેવાનુ છે આપણે જાનુ.” સોનાક્ષીએ કહ્યુ અને બન્ને હોટેલ રૂમ તરફ જવા નીકળ્યા. બન્ને પોતપોતાના રૂમમા ગયા. ગર્લ્સ તો તૈયાર થતી હતી. આ બાજુ બોયઝ રેડી થઇ ગયા હતા ત્યાં સમીર રૂમમા આવ્યો ત્યાં મયુરે કોમેન્ટ મારી , “શું સમીર ક્યાં ચાલ્યો ગયો હતો?” “અરે યાર નીચે ગયો હતો કોફી પીવા માટે. તમે બન્ને ઉંઘતા હતા તો એકલો જતો રહ્યો.” સમીરે જવાબ આપ્યો.

“ગયો હતો એકલો અને આવ્યા તમે બન્ને સાથે, એ કાંઇ સમજાયુ નહી મને.” વિનયે કહ્યુ. “અરે યાર અમે બન્ને જસ્ટ અચાનક જ ભેગા થઇ ગયા તો મે સોનાક્ષીને કોફી પીવા બોલાવી હતી.” સમીરે જવાબ આપ્યો. “અરે મે ક્યાં સોનાક્ષીની વાત કરી? મને તો ખબર પણ નથી કે સોનાક્ષી તારી સાથે હતી.” મયુરે હસવા લાગ્યો. “હવે મજાક બંધ કર અને તારુ કામ કર ચાલ. હું રેડી થઇ જાંઉ છુ.” સમીરે કહ્યુ અને બાથરૂમમા જતો રહ્યો.

“તમે લોકો ફટાફટ રેડી થઇ નીચે આવજો. અમે લંચ માટે ઓર્ડર આપીએ છીએ. દસ મિનિટમા નીચે આવી જાઓ.” મયુરે ગર્લ્સના રૂમને નોક કરતા કહ્યુ. “ઓ.કે. અમે આવીએ છીએ, તમે જાઓ.” દિવ્યાએ જવાબ આપ્યો. વિનય મયુર અને સમીર નીચે જઇ લંચનો ઓર્ડર આપ્યો. ગર્લ્સ આવી ત્યાં સુધીમા લંચ પણ આવી ગયુ.

“હે ગાઇઝ, જંગલમા જવાનુ શું નક્કી કર્યુ છે?” વૃંદાએ પુછ્યુ. “રહેવા દો ને જંગલમા જવાનુ. બરોડા આવ્યા છીએ તો અહી હરીએ ફરીએ અને મોજ કરીએ. પેલા ચંબુને ક્યાં ખબર પડવાની છે?” મયુરે કહ્યુ. “અરે યાર, હવે આવ્યા છીએ તો ચેલેન્જ પુરી કરી જ લઇએ.” સમીરે કહ્યુ. ઓ,કે, તો હવે ક્યારે અને કેવી રીતે નીકળશું તે બાબતે કાંઇ વિચાર્યુ છે કે નહી?” સોનાક્ષીએ પુછ્યુ.

“અત્યારે તો બહુ તડકો છે. સાંજ પડ્યે ઓછો તડકો થાય ત્યારે જઇએ. અહીથી આસપાસમાંથી એક ટેક્સી બુક કરાવી આપણે ત્યાં પહોંચી જશુ. બોલો સારો આઇડિયા છે કે નહી?” મયુરે સુજાવ આપતા કહ્યુ. “આઇડિયા તો સારો છે પણ સાંજ સુધી શું કરશું આપણે બધા?” દિવ્યાએ પુછ્યુ. “યાર અહી નજીકમા જ એક મોલ છે, ત્યાં જઇએ અને હરીએ ફરીએ અને જો કોઇ સારુ ફિલ્મ હશે તો ફિલ્મ જોશું.” મયુરે કહ્યુ.

“યા ધેટ્સ અ ગ્રેટ આઇડિયા. તો બધા રેડી છો ને?” સમીરે કહ્યુ. “હા પણ ક્યારે નીકળશું આપણે?” સોનાક્ષી બોલી. “ફિલ્મનો શૉ ૧.૩૦ વાગ્યાનો છે. અત્યારે ૧૨.૦૦ વાગવા આવ્યા છે. લંચ કરીને નીકળીએ ત્યાં થોડુ ફરશું પછી ફિલ્મ જોશું” મયુરે કહ્યુ.

વેરી ગુડ. તો ડન આપણે બધા લંચ કરીને પછી મોલમા જઇએ.” વૃંદાએ કહ્યુ. “ફિલ્મ ૪.૩૦ વાગ્યે પુરુ થઇ જશે. તો ફરી હોટેલ પર આવીને જરૂરી સામાન લઇ આપણે જંગલ તરફ નીકળી જશું” મયુરે કહ્યુ. જમ્યા બાદ બધા ફટાફટ તૈયાર થઇ મોલમા ગયા અને ફિલ્મની ટીકીટ મળી ગઇ તો બધા ન્યુ અરાઇવલ ફિલ્મ “એર લીફ્ટ” જોવા ગયા.

આ બાજુ કશ્યપના મનમાંથી વિચારો જતા જ ન હતા. તેને સતત એ વાતનો ડર હતો કે જો જંગલમા કાંઇ વધુ ગરબડ થઇ જશે અને આ બધા પ્રકરણમા પોતાનુ નામ ખુલશે તો પોલીસના ચક્કરમા ફસાઇ જશે પણ હવે તો તેનાથી કંઇ થઇ શકે તેમ ન હતુ. તીર કમાનમાંથી નીકળી ગયુ હતુ. આખી ટોળકી તો બરોડા પહોંચી ગઇ હતી. હવે તો બસ સમયને પસાર થવા દેવા સિવાય કોઇ છુટકો ન હતો.

ફિલ્મ પુરી થયા બાદ બધા થોડી વાર મોલમા હર્યા ફર્યા બાદ મયુરે કશ્યપને ફોન કર્યો કે તેઓ બધા હવે જંગલમા જવા નીકળી રહ્યા છે. કશ્યપે તેને ખુબ મનાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ કોઇ કશ્યપનું માને તેમ ન હતા.

બીજે દિવસે સવારે બધા સ્વસ્થ છે તેવો મેસેજ કે ફોન આવવાની રાહ કશ્યપ જોવા લાગ્યો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે બધા સહી સલામત રહે અને કોઇ મોટો ઇસ્યુ ન બને. બીજા દિવસે સવારે ન તો કોઇ નો ફોન આવ્યો કે ન મેસેજ આવ્યો માટે કશ્યપને ચિંતા થવા લાગી પરંતુ કોલેજનો સમય થઇ ગયો હતો માટે કશ્યપ કોલેજ જવા રવાના થઇ ગયો. બે લેક્ચર બાદ બ્રેકમા ફોન કરવાનુ નક્કી કર્યુ પણ બ્રેકમા ફોન કરે તે પહેલા જ તેના પપ્પાનો ફોન આવી ગયો કે જલ્દી દુકાન પર આવી જા, બહુ કામ છે. માટે કોલેજ છોડી દુકાને જતો રહ્યો.

દુકાન પર ખુબ જ કામ હતુ. કામની ભાગદોડમા કશ્યપ ફોન કરી ન શક્યો અને તેણે બપોરે જમવા જાય ત્યારે ફોન કરવાનુ વિચાર્યુ પણ તેના પપ્પા કે કશ્યપ પોતે કામમા ખુબ જ વ્યસ્ત હોવાને કારણે જમવા જઇ ન શક્યા. મોડી રાત્રે બન્ને દુકાન બંધ કરી ઘરે સાથે જવા નીકળા એટલે રસ્તામા પણ કશ્યપ ફોન ન કરી શક્યો અને ઘરે આવી જમ્યા બાદ તો તે થાકનો માર્યો કયારે સુઇ ગયો તેનો તેને ખ્યાલ જ ન રહ્યો.
સવારે પણ આગલા દિવસના થાકને કારણે તે મોડો ઉઠ્યો અને જોયુ તો બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જલ્દી જલ્દી રેડી થઇ તે પોતાની કાર લઇ કોલેજ જવા નીકળી ગયો. રસ્તામાંથી તેણે મયુર વિનય સમીરને વારા ફરથી ફોન ટ્રાય કર્યા પણ ત્રણેયના ફોન આઉટ ઓફ રીચ આવતા હતા. તેનુ ટેન્શન હવે વધી ગયુ હતુ. સતત તેને તે જ વિચાર સતાવતો હતો કે ક્યાંક ન થવાનુ થઇ ગયુ ન હોય!!! આ ટેન્શનમાં તેણે એક લેક્ચર ભર્યુ. એક લેક્ચર બાદ તે લેક્ચર બંક કરી બહાર નીકળી ગયો અને તરત જે કેન્ટીનમા જઇ તેણે વારાફરથી બધાને ફોન કર્યા તો બોયઝ કે ગર્લ્સ કોઇના ફોન લાગ્યા નહી. કશ્યપને હવે પરસેવો વળવા લાગ્યો હતો.

બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને તે કેન્ટીનમા બેઠો હતો અને ત્યાં વરસાદમા ભીંજાયા વિના તે પરસેવાથી ભીનો થઇ રહ્યો હતો. શું કરવુ અને શું ન કરવુ તે બાબતે તેને કાંઇ સમજાતુ ન હતુ. તેણે તરત જ તેના મિત્રને ફોન કરી બરોડા જવાની ટ્રાવેલ્સની ટીકીટ બુક કરાવી લીધી. વારે વારે તે બધાને ફોન કરી રહ્યો હતો પણ કોઇનો ફોન લાગતો જ ન હતો. બધાના ફોન આઉટ ઓફ રીચ આવી રહ્યા હતા. કોલેજ પુરી કરી તે સીધો ઘરે ગયો અને તેના મમ્મીને કહ્યુ કે તે યુથ કોમ્પીટીશનની તૈયારી માટે બરોડા જઇ રહ્યો છે અને આજે રાત્રે અગિયાર વાગ્યાની બસમા તે અને તેનો મિત્ર જઇ રહ્યા છે..

રાત્રે તેણે જેમ તેમ જમી ફટાફટ બેગમા બે ત્રણ જોડી કપડા અને બીજી જરૂરી વસ્તુઓ પેક કરી અને અગિયાર વાગ્યાની ટ્રાવેલ્સમા તે બરોડા જવા નીકળી ગયો. અવારનવાર તે બધાને ફોન કરતો હતો પણ હજુ સુધી કોઇના ફોન લાગતા ન હતા. તે બને તેટલુ ઝડપથી બરોડા પહોંચવા માંગતો હતો પણ તેના પિતાજી તેને કાર લઇને તો બરોડા જવાની રજા આપે તેમ જ ન હતા આથી ન છુટકે તેને બસમા નીકળવુ પડ્યુ.

વહેલી સવારે બરોડા ઉતરી તે બાજુની હોટેલમા ચા-પાણી પીવા અને ફ્રેશ થવા ઉભો રહ્યો. આખી રાત તેને ટેન્શનમા ઉંઘ જ આવી ન હતી તો જરા ફ્રેશ થવાનુ તેણે વિચાર્યુ. તે ફ્રેશ થઇ ચા અને નાસ્તાનો ઓર્ડર આપી બેઠો હતો ત્યાં તેણે પાછળ બેઠેલા બે વ્યકિતઓ વાત કરી રહ્યા હતા તેના તરફ ધ્યાન આપ્યુ. તેણે સાંભળ્યુ કે જંગલમાંથી બે અજાણ્યા લોકો ઘાયલ અવસ્થામા મળી આવ્યા છે તેની ઉમર ૨૩ કે ૨૪ ની આસપાસ છે અને સાયદ તેઓ તે બંગલે ફરવા આવ્યા હતા અને અત્યારે બન્નેની હાલત બહુ ગંભીર છે. કશ્યપે તો સાંભળ્યુ તો તેના પગ ધ્રુજી ઉઠયા.

આ સાંભળી કશ્યપના પગ નીચેથી જમીન સરકી ગઇ. તેણે ચા નાસ્તો પડતા મુક્યા અને બાજુની હોટેલમા એક રૂમ બુક કરાવી અને બેગ રૂમમા મુકી તે જલ્દી જંગલ તરફ ભાગ્યો. તેને સમજાઇ ગયુ હતુ કે નક્કી આ મારા મિત્રો માંથી બે હશે,તો બાકીના મિત્રોનુ શું થયુ હશે? આ વિચારે તે જંગલમા પહોંચ્યો. ત્યાં તેણે જોયુ તો બહુ બધા લોકોનુ ટોળુ એકઠુ થયુ હતુ અને પોલિસ સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો.

ત્યાં જઇ તેણે જોયુ કે સમીર અને સોનાક્ષી બન્ને ઘાયલ અવસ્થામા પડેલા હતા. તે તેની નજીક જઇ જોવા જવા ગયો ત્યાં એક પોલીસકર્મીએ તેને અટકાવ્યો. પોલીસ કોઇને તે બન્નેની પાસે જવા દેતી ન હતી. થોડી જ વારમા એમ્બ્યુલન્સ આવી ગઇ એટલે બન્ને ઘાયલને હોસ્પિટલમા લઇ જવામા આવ્યા. પોલીસની એક ટુકડી તેની સાથે ગઇ અને થોડા પોલીસકર્મીઓ ત્યાં જ રોકાયા.

કશ્યપ પણ હોસ્પિટલમા તેઓની પાછળ નીકળી ગયો. સમીર અને સોનાક્ષીને ટ્રીટમેન્ટ માટે બરોડા હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા. પાછળ પાછળ કશ્યપ પણ હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાં પહોંચી તો ગયો પણ ત્યાં જઇ તે ગડમથલમા મુકાઇ ગયો કે હવે કરવુ શું? પોલીસને સાચી હકિકત કહેવી કે ન કહેવી? જો તે કહે તો પોતે ફસાઇ જાય અને જો તે ન કહે તો બે મિત્રો તો મળી ગયા પણ બીજા ચાર વ્યકિતઓ પણ હજુ સાથે હતા તેની કોઇને ખબર ન પડે. બન્ને વાતમા તે પ્રોબ્લેમમા ફસાઇ જાય તેવી પરિસ્થિતિ હતી, અંતે તેણે પોલીસ ઓફિસરને બધી સત્ય હકિકત કહેવાનો નિર્ણય લઇ લીધો.

આ નીર્ણય સાથે તે પોલીસ ઇંસપેક્ટર પટેલ સાહેબને મળવા ગયો અને પોતાની ઓળખાણ આપી અને કોઇ પણ ડર વિના તેણે બધી વાત પટેલ સાહેબને કરી દીધી. તેણે સોનાક્ષી અને સમીર બન્નેના એડ્રેસ અને તેના ઘરના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધા અને સાથે એ પણ કહ્યુ કે આ લોકો કુલ છ મિત્રો સાથે અહી આવ્યા હતા. બાકીના ચાર હજુ ગુમ હતા તેના નામ અને ઘરના સરનામા અને કોન્ટેક્ટ નંબર તેણે પટેલ સાહેબને આપી દીધા

પોલીસ ઇન્સપેક્ટર પટેલ સાહેબે તાત્કાલીક સમીર અને સોનાક્ષીના માતા-પિતાને અને સાથે સાથે અન્ય ચાર કે જેઓ ગુમ હતા તેમના માતા-પિતાને પણ બરોડા બોલાવી લીધા. પોલીસની અન્ય ટુકડી કે જે જંગલમા હતી તેનો સંપર્ક કરી પટેલ સાહેબે બાતમી આપી દીધી અને અન્ય ચાર કે જેઓ હજુ લાપતા હતા તેમના ફોટો મોબાઇલથી સેન્ડ કરી અને તપાસ માટે આદેશ આપી દીધા અને પોતે હોસ્પિટલમા સમીર અને સોનાક્ષીના હોંશમા આવવાની રાહ જોવા લાગ્યા.

બધા મિત્રોના પરિવારો બરોડા હોસ્પિટલમા આવવા લાગ્યા હતા.આ જોઇ કશ્યપનું ટેન્શન વધવા લાગ્યુ હતુ. એક વાર તો તેને ત્યાંથી નીકળી જવાની ઇચ્છા થઇ આવી પણ મજબુત મન કરી તે પણ ત્યાં હોસ્પિટલમા એક ખુણે ઉભો રહ્યો.

થોડી વારમા ડોક્ટર શર્મા બહાર આવતા ઇન્સપેક્ટર પટેલે તેને સમીર અને સોનાક્ષીની તબિયત બાબતે ચર્ચા કરતા માલુમ પડ્યુ કે સમીરને માથામા ખુબ ઇજા થતા હાલ તો તે કોમા માં છે. સોનાક્ષીને સાયદ સાંજ સુધીમા હોંશ આવી જાય તેવી શક્યતા છે.

થોડીવારમા સોનાક્ષીના માતા-પિતા,તેના કાકા-કાકી અને તેનો મોટો ભાઇ બધા હોસ્પિટલ આવી પહોચ્યા અને પાછળ જ સમીર ના માતા-પિતા અને તેની નાની બહેન પણ હોસ્પિટલ પહોંચ્યા. બન્ને સાથે જ હોસ્પિટલ પહોંચ્યા અને એકબીજાને જોઇ ચોંકી ગયા. સમીરના પિતા અને સોનાક્ષીના પિતા બન્નેએ એકબીજા સામે ખુબ જ ગુસ્સા અને નફરતથી તાંકી ઉઠ્યા પણ પરિસ્થિતિની ગંભીરતા જોઇ બન્ને રૂમમા જતા રહ્યા.

સમીરને આઇ.સી.યુ. મા ૨૪ કલાક ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામા આવ્યો હતો. સમીરની હાલત જોઇ તેની માતા કુસુમબહેન ધૃસકે ધૃસકે રડી પડ્યા. સમીરને હાથ અને પગમા ફ્રેક્ચર આવ્યુ હતુ અને માથામા ખુબ જ ગંભીર ઇજા પહોંચી હતી. તેના પિતાજીને પણ આવી હાલત જોઇ પરસેવો છુટી ગયો હતો. આકાંક્ષા પણ તેના ભાઇની હાલતથી મુંજાઇ ગઇ હતી. તેના પપ્પા સતત એ જ વિચારમા હતા કે આ બરોડા આવ્યો શું કામ અને આવડી મોટી ગંભીર ઇજા કઇ રીતે પહોંચી તેને અને સૌથી અગત્યની વાત કે તેનો સૌથી મોટો દુશ્મનને તેણે આ જ હોસ્પિટલમા જોયો. આ બધા પ્રશ્નો તેને કોરી ખાતા હતા.

સમીરના પિતા લાલજીભાઇએ તેના પત્ની કુસુમબહેનને કહ્યુ , “જુઓ આ આપણા સાહેબ, શું કહીને ઘરેથી નીકળા હતા અને અહી આવી પહોંચ્યા. સમીરને હોંશમા આવવા દે,આજે તેની ખેર નથી.”

“અરે હવે તમે આમ ગુસ્સે ન થાવ. મારા દીકરાની હાલત ખુબ જ ખરાબ છે અને તમે ઉપરથી આમ બોલો છો? જે થયુ તે થયુ પણ હવે હમણા તમે શાંત થઇ જાઓ અને મહેરબાની કરીને તેને ન તો કાંઇ કહેજો કે ન તેના પર ગુસ્સો કરજો.” કુસુમબહેન બોલ્યા,

આ બાજુ સોનાક્ષીના માતા-પિતા પણ સોનાક્ષીની હાલતથી ગભરાઇ ગયા હતા. થોડીવારમા નર્સ સોનાક્ષી અને સમીર બન્નેના પિતાજીને બોલાવ્યા અને કહ્યુ કે તેમને પોલીસ ઇન્સપેક્ટર પટેલ સાહેબ બોલાવી રહ્યા

લેખક:- ગોકાણી ભાવીષાબેન આર.

આગળ નો ભાગ આવતી કાલ ૨૦ સપ્ટેમ્બર, સાંજે ૫ ૪૪ વાગે આપણા પેઈજ પર અપલોડ કરીશું !!!! હેપી રીડીંગ !!! 

 

ટીપ્પણી