ધ્રુજવતો બંગલો – ભાગ: 1- A Suspense-Thriller Story…..

વિનય, દિવ્યા, સોનાક્ષી, મયુર અને વૃંદા તથા સમિર આજે વેકેશન પછી પ્રથમ વખત મળ્યા હતા. તેઓ આજે ખુબ જ ખુશ હતા. આજે કોલેજના લેક્ચર બંક કરીને તેઓ કેન્ટિનમાં બેઠા હતા. વેકેશન બાદ મળ્યા હતા તેથી તેઓની વાતો અને ગપશપ આજે ખુટવાની જ નહતી. ઘર, વેકેશનમાં કરેલી પ્રવૃતીઓ અને બીજા ઘણા ટોપિક પર બસ વાતો જ ચાલુ હતી. આમ તો તેઓ આખા વેકેશન દરમિયાન વૉટ્સ અપ અને ફોન કૉલ કરતા જ હતા પણ રૂબરૂ મળીને આજે તેઓને વધારે મજા આવતી હતી.

વિનય અને મયુર હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા. સોનાક્ષી અને વૃંદા પણ ગર્લ્સ હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતા હતા. જ્યારે સમીર અને દિવ્યા તો શહેરમા જ રહેતા હતા, તેથી તેઓ તો ઘણીવાર મળતા હતા. વિનય, સોનાક્ષી, મયુર અને વૃંદા એ બધા નજીકના અલગ અલગ ગામડાઓમા રહેતા હતા તેથી તો તો વેકેશન દરમિયાન ક્યારેય મળી શકતા ન હતા.

કોલેજમાં તેઓનુ ગ્રુપ બિન્દાસ અને નીડર ગ્રુપ તરીકે જાણીતુ હતુ તેઓનુ છ જણાની મિત્રતા ખુબ જ પાકી હતી. તેઓ મુશ્કેલીમાં મુકાયેલ વ્યકિતઓની મદદ કરતા અચકાતા નહી અને અન્યાય સામે કયારેય ઝુકતા નહી.

આજે બધા વાતોના ગપાટા સાથે નાસ્તો લેતા હતા ત્યાં દુર કોલેજનો ગિલિન્ડર અને કજુંસ કશ્યપ આવતો દેખાયો. કશ્યપ મહા ગિલિન્ડર હતો ઇસકી ટોપી ઉસકે સર ફેરવવામાં મહા ઉસ્તાદ હતો અને સાથે મહા કજુંસ પણ. તેના પિતાજીની રાજકોટમાં મોટા વેપારીમાં ગણના થતી હતી અને પોશ એરિયામાં વિશાળ બંગલો હતો તેઓનો છતાંય કશ્યપ તેના પિતા જેવો મહા કંજુસ હતો. બધા સાથે વાતો કરીને ફ્રી માં નાસ્તો કરી લેતો અને ગમે તેની પાસેથી પૈસા પડાવી લેતો બધા તેનાથી દુર ભાગતા હતા પરંતુ પરંતુ મયુરના આ ગ્રુપથી તે ડરતો હતો અને તેનાથી દુર ભાગતો હતો કારણ કે આ લોકો તેની જાહેરમાં મશ્કરી કરતા અને તેની કરતુતનો સબક સારી શિખવાડતા હતા.

કશ્યપને દુરથી આવતો જોઇને વૃંદાએ કહ્યુ, “પેલો ફટિચર ચંબુ આવે છે.” “સાલાને પહેલે જ દિવસે મસાલો લેવો હશે તે આપણી પાસે આવે છે. આવવા દે જો કેવી વાટ લગાવુ છુ ફટિચર ચંબુની.” મયુરે કહ્યુ. “રહેવા દે ને યાર. શુ કોલેજના પહેલા જ દિવસે બબાલ ઉભી કરવી.” દિવ્યાએ કહ્યુ.

“ચલ તુ કહે તો રહેવા દઉં છુ પણ કાંઇ આડી અવળી વાત કરીને તો સાલાની ખેર નહી. એન્યુઅલ ડે માં બહુ હોશિયારી કરતો હતો મને તો ત્યારનો ગુસ્સો છે તેના પર એકવાર લાગમાં આવવા દે એટલી જ વાર છે.” મયુરે ગુસ્સામાં કહ્યુ.

“બસ ચુપ થાઓ બન્ને, જો એ અહી જ આવે છે.” દિવ્યાએ બાજુમા બેઠેલા મયુરને ટપલી મારતા કહ્યુ. “હાય એવરીબડી.” કશ્યપે બાજુમાથી એક ચેર ખેચીને બેસતા બોલ્યો. કોલેજની એવરગ્રીન ટોળકી તો અહી બેઠી છે અને હુ તો તમને આખી કોલેજમા શોધતો હતો. હા મહારાજ તમારી જ રાહ જોતા હતા કે મહારાજ કશ્યપના દર્શન થઇ જાય પછી જ ક્લાસરૂમમા પ્રવેશ કરીએ.” મયુર બોલ્યો.

“મસ્તી નહી પ્લીઝ.” કશ્યપે કહ્યુ. અરે કશ્યપ મસ્તી નહી કરતા અમે, પુજાની થાળી અને આરતી પણ સાથે લાવ્યા છીએ.” પર્સમાથી નાનકડી ઘંટડી કાઢીને સોનાક્ષીએ કહ્યુ. અરે યાર. હુ તો ફુલનો હાર પણ લાવવાનો હતો.” મયુર બોલ્યો. “અરે પ્લીઝ દોસ્તો, મજાક બંધ કરોને હવે. હુ તમને એક અગત્યની વાત કહેવા માટે અહી આવ્યો છુ.” કશ્યપે ગંભીર થઇ કહ્યુ.

“હા…હા……હા…….તુ અને અગત્યની વાત??? બોલ બોલ ચંબુ તારે કેટલા પૈસાની જરૂર છે?” વિનય બોલ્યો. પ્લીઝ દોસ્તો. હવે મજાક બંધ કરોને હવે અને સાંભળો મારી વાત.” “ઓ.કે ઓ.કે. બોલ બોલ તારી વાત.” સોનાક્ષી બોલી.

“હુ વેકેશનમા મારા કાકાને ઘરે ગયો હતો ત્યાં મને એક અજીબોગરીબ વાત જાણવા મળી. મારા કાકાનો દોસ્ત અને તેનો પરિવાર બધા સાથે પિક્નિક પર ગયા હતા. ત્યાં નદીને કિનારે ગાઢ જંગલ છે તે જોવા માટે ગયા હતા. જંગલમા ગયા તો તેમણે જોયુ કે એક સુંદર આલીશાન મકાન હતુ. તેનો પુત્ર બહુ થાકી ગયો હતો તેથી તે મકાનમા જઇ થોડુ પાણી પીવા મળે તે આશાએ તેઓ મકાન તરફ આગળ વધ્યા પણ બન્યુ એવુ કે મકાનમા તેઓ ગયા તે ગયા, સવારે ત્યાંથી તે બધાની લાશના કટકા મળ્યા. ખુબ જ ખરાબ રીતે તેમની હત્યા કરવામા આવી હતી. પાછળથી એવુ જાણવા મળ્યુ કે તે બંગલામા ભૂત પ્રેતનો વાસ છે અને તે બંગલામા કોઇ પણ જાય ત્યાં રાત રોકાઇ શકતુ જ નથી.

એક વખત પેરા-વૈજ્ઞાનિકોની ટીમ પણ તે બંગલાની મુલાકાતે આવી હતી અને તેઓની પણ સવાર થયે લાશ મળી હતી તેમ મારા કાકા કહેતા હતા. ત્યાર બાદ એ મકાન બાજુ કોઇ જતુ જ નથી. લોકોમા એવો ભય વ્યાપી ગયો છે કે હવે તો સાંજ થતા તે બાજુ કોઇ જતુ નથી. લોકોનુ કહેવુ એમ છે કે રાત્રે તે મકાનની આજુબાજુમા અજીબ અજીબ અવાજ આવે છે. રાત્રે જંગલની બાજુમાથી જ પસાર થતા રસ્તે પણ કોઇ આવ-જાવ કરતુ નથી. ઘણા લોકોને દૂરથી ઝાડ પર લટકતી પ્રેત આકૃતિઓ દેખાઇ છે. બહુ અજીબ અજીબ અનુભવો લોકોને થયા છે.

ઘણા બહાદુર થઇને તે બાજુ માત્ર જોવા ગયા હતા તો તેમાથી અમુક તો પાગલ બની ગયા છે અને કોક તો એવા બિમાર પડી ગયા છે કે તેની વાત જ ન પૂછો. મારા કાકાએ તેના મિત્રને કહ્યુ જ હતુ કે નદીકિનારે ફરવા જઓ ત્યારે એ જંગલમા ન જતા પણ ન જાણે કેમ તેઓ એ બાજુ ગયા અને આવુ બની ગયુ. બહુ ભયાનક છે એ બંગલો. “હા….હા…..હા…………ફેકુચંદ. આવુ કાઇ હોય જ નહી. આજના આ ફાસ્ટ અને ઝડપી દુનિયામા આવુ કાઇ હોતુ જ નથી. તને કોઇકે ખોટી ખોટી કહાની કહીને ડરાવ્યો છે, એન્ડ બાય ધ વે તુ આ બધી વાત અમને કેમ કરે છે?” મયુર બોલ્યો.

“હું કે અમારા માંથી કોઇ તારી આવી વાતથી ડરી જવાના નથી સમજ્યો??? એ ડર લાગતો હશે તારા જેવા કમજોર મનવાળા મહારાજને, અમને નહી…ચલ ભાગ અહીથી…..” વિનયે તેની વાત ઉડાડતા કહ્યુ અને બધા જોર-જોરથી હસવા લાગ્યા. “અરે મને શું કામ કમજોર મનવાળો કહો છો? મે તો એ જ કહ્યુ જે મે સાંભળ્યુ અને જો એવા જ તમે નિડર અને મજબૂત મનવાળા હોવ તો એક કામ કરો, તમે એ બંગલામા એક રાત રોકાઇ આવો તો તમે બધા સાચા.” કશ્યપે મયુરને ચેલેન્જ આપતા કહ્યુ.

“એ ચલ ચલ હવે બંધ થા અને ચાલતો થઇ જા અહીથી,તારી આવી બકવાસ ચેલેન્જ સ્વિકારવાનો કે તારી સાથે આવી આધાર વિનાની વાતો કરવાનો અમને કોઇ શોખ નથી સમજ્યો.” વિનય ગુસ્સે થઇ બોલી ઉઠ્યો.

“મને ખબર જ હતી કે તમે બધા ખાલી વાતો જ કરો છો કે તમે બહાદુર છો બાકી મનથી તો તમે બધા પણ બીકણ અને ડરપોક જ છો. તે દિવસે એન્યુઅલ ફંક્શનમા તો બધાની વચ્ચે તો એવી બડાઇ કરતા હતા કે તમે કોઇ પણ ચીજ કે વસ્તુથી ગભરાતા નથી અને આખી કોલેજ સામે એવી ઓપન ચેલેન્જ આપી હતી કે તમારી ટીમ કોઇ પણ મુશ્કેલીભર્યુ કામ હોય તે કરવામા પણ ક્યારેય પિછેહઠ કરતા જ નથી.” કશ્યપ બોલ્યો.

“ચલો તો આજે મારી તમને ઓપન ચેલેન્જ છે કે એવા જ બહુ બહાદુર હોવ તો એ મકાનમા જઇ બસ એક રાત રોકાઇ આવો તો તમે ખરા અર્થમા બહાદુર કહેવાઓ.”

“અરે તારી તો……………….તુ અમને અમારી ટીમને ચેલેન્જ આપે છે? બીકણ હશે તારો કહુ તે…………ચુપ થા કંજુસ બીકણ ફેકુચંદ.” મયુર ઉભો થઇ તાડુકી ઉઠ્યો. “આપ તારા એ રહસ્યમય બંગલાનુ એડ્રેસ. અમે બધા ત્યાં જશું અને એક તો શું તુ કહે તો બે રાત ત્યાં રોકાઇ આવીશું અને પાછા સહી સલામત આ જ સ્થળે તને મળશુ. બહુ આવ્યો ચેલેન્જ આપવા વાળો.” વિનયે પણ મયુરની વાતમા સુર પુરાવ્યો અને તેણે બધા વતી કશ્યપની ઓપન ચેલેન્જનો સ્વિકાર કર્યો.

“અરે હા જાઓ જાઓ. હું તમને હમણા જ એડ્રેસ અને પરફેક્ટ લોકેશન મેસેજ કરુ છું” કશ્યપે કહ્યુ. “તુ પણ આવીશ અમારી સાથે? બોલ બીકણ કશ્યપ,” મયુરે પૂછ્યુ. “ના, બાબા ના મારે ક્યાંય આવવુ નહી. મને તો ખુબ જ ડર લાગે.” કશ્યપ બોલ્યો. “અમને બીકણ કહેવા વાળા ચંબુ તુ જ બીકણ છે,અને અમને તુ ચેલેન્જ કરે છે? હવે તો તને એક કે બે દિવસ નહી પણ પૂરા એક વીક ત્યાં રહીને બતાવશું” વિનય બોલ્યો.

“ઓ.કે. ફ્રેન્ડ્સ, ઑલ ધ બેસ્ટ તમને બધાને. તમે બધા જાઓ અને સુખરૂપ પરત આવી જાઓ એટલે આ કંજુસ કશ્યપ એક ભવ્ય પાર્ટીનુ આયોજન કરશે તમારી જીતની ખુશીમા.”

“હા…હા…..હા…… તુ અને પાર્ટી? ઇમપોસિબલ. ચલ હવે અમારા લેક્ચરનો સમય થઇ ગયો. બાય, અને હા,એડ્રેસનો મેસેજ કરવાનુ ભુલતો નહી હો મિસ્ટર ફેકુચંદ…” વિનય બોલ્યો અને બધા હસતા હસતા લેક્ચર માટે રવાના થયા.
આજે કોઇનુ મન લેકચર લાગતુ ન હતુ. તેઓ બધા આવી વસ્તુમાં જરાય વિશ્વાસ ન ધરાવતા હતા. છતાંય એકલા ચાલુ કોલેજે કેમ જશે તે મુખ્ય પ્રશ્ન હતો?

કોલેજ પુર્ણ થયા બાદ બધા મિત્રો કેન્ટીનમા બેસી નાસ્તો કરતા હતા ત્યાં સોનાક્ષીએ કહ્યુ, “બોયઝ સાંભળો મારી વાત.આ કશ્યપ તો ગાંડો અને મુર્ખ છે તેની વાતને ગંભીરતાથી ન લેજો. આપણે ક્યાંય બંગલામા જવુ નથી. એ તો કહ્યા કરે બાકી તેની વાત માનવી કે ન માનવી તે આપણે નક્કી કરવાનુ છે.

વિનય, “સોનુ તુ કેમ ડરે છે? અરે ભુત જેવુ કાંઇ હોતુ નથી અને તે આપણે સાબિત કરી તેને બતાવવુ છે અને તે ત્યારે જ સાબીત થશે જ્યારે આપણે તેણે કહ્યા મુજબ બંગલામા જશુ અને ત્યાં એક રાત રોકાણ કરશું.” “હા ફ્રેન્ડ્સ, આઇ થીન્ક સોનાક્ષી ઇઝ રાઇટ” વૃન્દાએ કહ્યુ.

“અરે ગર્લ્સ મને એમ લાગે છે કે તમે એ ફેકુની વાત સાંભળીને ડરવા લાગી છો એટલે જ આવા બહાના બતાવી ત્યાં જવાનુ ટાળો છો.” સમિરે કહ્યુ.

“યસ ગર્લ્સ ,આ બધી માત્ર અફવાઓ અને મનના વિચારો છે બાકી ભુત ક્યાંય હોતા જ નથી અને એ ફીક્સ જ છે કે આપણી ટીમ ત્યાં જશે અને એ સાબીત કરી દેશે કે ત્યાં બંગલામા કોઇ ભુત બુત નથી.” મયુર બોલ્યો.
“તો પછી કશ્યપ કહેતો હતો તે મુજબ બધી હત્યાઓ કઇ રીતે થઇ?” સોનાક્ષીએ કહ્યુ.

“અરે સોનુ,હત્યા થઇ છે કે નહી તે આપણે ક્યાં ખબર છે? કદાચ કશ્યપ આપણને ડરાવવા માટે આવા ખયાલી પુલાવ પકાવતો હોય અને આપણને બધુ કહેતો હોય તેવુ પણ બને અને માનો કે હત્યા થઇ પણ હોય તો એવુ પણ બને કે ત્યાં બંગલામા ગયેલા લોકો રાત્રે ફરવા નીકળા હોય અને કોઇ હિંસક પ્રાણીના શિકાર બન્યા હોય તે રીતે પણ તેમની હત્યા થઇ હોય અથવા ક્યારેક એવુ પણ બને કે કોઇ દુશ્મનાવટ કાઢવા માટે ત્યાં લઇ જઇ હત્યા કરી નાખી હોય અને પછી લાશને જંગલમા ફેકી દીધી હોય.એમ આઇ રાઇટ ગાઇઝ?” મયુરે કહ્યુ. “હા તારી વાત સાચી છે મયુર પણ સાચુ કહુ તો મને તો ડર લાગે છે ત્યાં જવાનો.” સોનાક્ષીએ કહ્યુ.

“અરે સોનુ, તારે ક્યાં એકલીએ ત્યાં જવાનુ છે, અમે બધા તારી સાથે જ હશું.તો પછી ડર શાનો? અને બહુ ડર લાગતો હોય તો મારી સાથે રૂમમા રહેજે….હા……હા…….હા…. જસ્ટ જોકીંગ.” સમીરે સોનાક્ષીની વાત હવામા ઉડાડતા કહ્યુ. ચલો અત્યારે હવે મોડુ થાય છે,કાલે એક-બે લેક્ચર બંક કરી આ બાબતે આપણે ચર્ચા કરશું.ઓ.કે.ચલો બાય.” મયુરે કહ્યુ.
બપોરે હોસ્ટેલમા લંચ લીધા બાદ સોનાક્ષી અને વૃંદા રૂમમા જતા હતા ત્યાં નીચેથી કહેવામા આવ્યુ કે સોનાક્ષી માટે ફોન છે.સોનાક્ષીને ખબર જ હતી કે ફોન કોનો છે માટે તે દોડતી નીચે ગઇ. “હેલ્લો કેટલી વાર લાગે છે તને આવતા?ચાર વાગ્યે આપણે રેગ્યુલર જે જગ્યાએ મળીએ છીએ ત્યાં આવી જજે જાન.” સમીરે સામા છેડેથી કહ્યુ. “હા શ્યોર આવી જઇશ.” સોનાક્ષીએ કહ્યુ.

હોસ્ટેલમા મેડમ સામે વાત કરવાની હોય તેથી વધુ વાત ન કરતા સોનાક્ષી રૂમમા ગઇ.સોનાક્ષી અને સમીર બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા તેની તેના ગૃપમા વૃંદા સિવાય કોઇને ખબર ન હતી.તેઓ કોઇને ખબર ન પડે તે રીતે મળતા અને ક્યારેક સમીર લેડીઝનો અવાજ કરી સોનાક્ષીને ફોન પણ કરતો. સાંજે ચાર વાગ્યે ક્લાસીસનું બહાનુ કરી હોસ્ટેલથી થોડે દુર આવેલા કોફી હાઉસમા સમીરને મળવા ગઇ.જ્યાં સમીર તેની રાહ જોઇ રહ્યો હતો.

“હાય સોનુ,કેટલા વખત પછી આપણે મળ્યા.આજે હું ખુબ જ ખુશ છું.” સમીરે તેનો હાથ પકડી કહ્યુ. “યા સમીર આજે હું પણ ખુબ જ ખુશ છું.તને મળે ઘણો સમય થયો.” સોનાક્ષીએ કહ્યુ. તને વેકેશનામા ભી કહ્યુ હતુ કે એક વાર કોઇ બહાનુ કરી રાજકોટ આવ પણ તું આવી નહી.તારા વિના મને જરા પણ ગમતુ ન હતુ.

“સોરી હું ન આવી શકી રાજકોટ.મે તને કહ્યુ જ હતુ કે મારા કાકાની દીકરીના લગ્ન હતા તો હું જરા પણ ફ્રી ન હતી અને વળી તને પપ્પાના ગુસ્સાની તો ખબર જ છે તે મને એકલીને તો કોઇ પણ સંજોગમા આવવા જ ન દે. “હા પરંતુ બરોડાની આ ટ્રીપનો મોકો તુ શું કામ ગુમાવવા માંગે છે? સમીરે કહ્યુ.

“મીન્સ? હું સમજી નહી.” સોનાક્ષીએ કહ્યુ. ભુત પ્રેત હોય કે ન હોય એ બીજા નંબરની વાત છે.હવે તુ આવી રીતે ટ્રીપ માટે આવવાની ના કહેતી નહી.ત્યાં જવાના બહાને આપણે એક અઠવાડીયા સુધી સાથે રહેવા તો મળશે.” સમીરે કહ્યુ.

“હા યાર તારી વાત તો સાચી છે પરંતુ મને આવી ભુત પ્રેત વાળી જગ્યાઓથી બહુ ડર લાગે છે.” સોનાક્ષીએ કહ્યુ. “સોનુ ડરે છે શું કામ? એ બધી માત્ર અફવાઓ છે અને આપણે ક્યાં એકલા જવાનુ છે?આવો મોકો આપણે ક્યારેય નહી મળે માટે પ્લીઝ તુ ના કહેતી નહી.” સમીરે તેને કહ્યુ. “ઓ.કે. બાબા ઓ.કે. તુ કહે છે તો ના નહી કહુ.”
બન્ને કોફી પીતા પીતા પ્રેમભરી વાતો કરી પાંચ વાગ્યે છુટા પડ્યા. બીજે દિવસે કોલેજમા:- “હેય ગાયઝ, આજે આખો દિવસ આપણે આપણી ટ્રીપ વિષે વિચારવાનુ છે માટે આજે આખો દિવસ કોલેજ બંક.”મયુરે કહ્યુ. “અરે યાર, તમે બધા આ બકવાસ પ્લાન પર વિચારવાનુ બંધ કરો અને આપણ સ્ટડી પર ધ્યાન આપો.હમણા આપણી યુથ કોમ્પીટીશન પણ આવવાની છે.” વૃંદાએ કહ્યુ. “વન્દા, તુ પણ ડરી ગઇ?(ગૃપના મેમ્બર્સ તેને મજાકમા વન્દા કહેતા) અરે આપણી ટોળકી તો ચેલેન્જ લેવા માટે અને તેને પાર પાડવા માટે આખી કોલેજમા પ્રખ્યાત છે.અને તમે આ રીતે ડરી જાઓ તે કેમ શક્ય છે? સમીરે કહ્યુ.

હા યાર તમે બન્ને કેમ આટલી ડરો છો? મને તો ડર જેવુ કાંઇ લાગતુ નથી.સો જસ્ટ બી ચીલ અને તમારે બન્નેએ સાથે આવવાનુ જ છે નહી તો હું નારાજ થઇ જઇશ અને આપણી ફ્રેન્ડશીપ પણ ખત્મ થઇ જશે.” દિવ્યાએ કહ્યુ. “અરે યાર તુ પણ કયાં આવી વાતમા આવી ને મયુરનો સાથ આપે છે? અને ફ્રેન્ડશીપ પુરી કરવાનુ કેમ કહે છે?” વૃંદાએ કહ્યુ.

“તો શું કરુ યાર?આટલી બધી ગંભીરતાથી પેલા ફેકુની વાતમા ધ્યાન ના આપ અને ચલો અમારી સાથે.કશ્યપની ચેલેન્જ પણ આપણે જીતી જશુ અને એ બહાને આપણે નાની ટુરમા પણ એન્જોય કરશું.બહુ મજા આવશે.” દિવ્યાએ કહ્યુ.

“હા યાર,વૃન્દા તું એમ જ વિચાર ને કે આપણે ત્યાં માત્ર ફરવા જ જઇએ છીએ.ત્યાં કોઇ ભુત છે તેવુ તમે વિચારવાનુ જ બંધ કરી દો એટલે આપોઆપ તમારા મગજમાંથી ડર નીકળી જશે.” સમીરે કહ્યુ. બધા મિત્રોએ વૃન્દાને ખુબ સમજાવી અને તેમની મિત્રતાની કસમ આપી બંગલે જવા માટે મનાવી. ઠીક છે તમે બધા આટલી જીદ કરો છો તો અમે આવવા માટે રાજી છીએ.પણ ધ્યાન રાખજો ક્યાંક લેવા ના દેવા ન પડી જાય.” વૃંદા બોલી.

“યે હુઇ ના બાત.ચલ મયુર બધા માટે કાંઇક નાસ્તો મંગાવ આવ્યા ત્યારથી બસ ભુખ્યા પેટે ચર્ચા જ કરી રહ્યા છીએ.હવે મારાથી ભુખ સહન થાય તેમ નથી.નાસ્તો કરતા કરતા આપણે ત્યાં કઇ રીતે અને ક્યારે જવુ તે બાબતે વિચારીએ.” દિવ્યાએ કહ્યુ.

મયુરે બધા માટે તેમની ફેવરીટ આઇટમ પફ અને કોલ્ડ ડ્રીંકસ મંગાવી લીધા.બધા નાસ્તો કરવાનુ શરૂ કર્યુ. “ત્યાં જવાનુ આપણે નક્કી તો કર્યુ છે પણ મારા મનમા એક પ્રશ્ન છે.” વૃંદા બોલી. “એ પ્રશ્નાર્થ ચિહ્ન વન્દા……..હજુ શું મનમા કાંઇ પ્રોબ્લેમ છે કે હજુ ડરે જ છે તું એકલી?” વિનયે તેની મજાક કરતા કહ્યુ.

“અરે ના એવુ કાંઇ નથી.મારો પ્રશ્ન તો સાંભળ પછી મારી મજાક કરવાનુ શરૂ કરજે.” વૃંદાએ કહ્યુ. “આપણે ત્યાં એક વીક માટે જવાનુ છે,રાઇટ? તો આપણે કાંઇક સ્ટ્રોંગ બહાનુ તો કરવું પડશે ને? એમ કાંઇ આપણે ફરવા જવાનુ કહેશું તો આપણે રજા નહી મળે.” વૃંદાએ કહ્યુ.

“હા રાઇટ.તારો પ્રશ્ન તો એકદમ સાચો જ છે.ત્યાં જવા માટે આપણે બહુ સ્ટ્રોંગ અને કોઇને પણ શક ન જાય તેવુ બહાનુ કરવુ પડશે નહી તો આપણા ઘર કે હોસ્ટેલમાથી આપણને એક વીક જવાની પરમિશન નહી મળે.અને ઉપરથી યુથ કોમ્પીટીશન પણ નજીક આવે છે તો કોઇ રીતે આપણે રજા નહી મળે.” વિનયે કહ્યુ.

“હા રાઇટ, એ જ તો વાત છે.તમે ઘરે રહો છો તેને તો બહુ વધારે પ્રોબ્લેમ ન થાય બાકી અમારા જેવા હોસ્ટેલમા રહેનારાને તો હજારો પ્રશ્નનો જવાબ આપવો પડે અને એમા પણ જો આપણું જુઠ પકડાઇ ગયુ તો બહુ મોટી આફત આવી પડે.” સોનાક્ષીએ કહ્યુ. “ઓ.કે. પણ જસ્ટ અત્યારે એ વિચારો કે આપણે ક્યારે ત્યાં જવુ.” મયુરે કહ્યુ.

“આજે સોમવાર છે.આપણે આવતા રવિવારે સાંજના સમયે બરોડા જવા નીકળીએ અને બરોડાથી સવારે તે બંગલાના સ્થળે પહોંચી જશું” દિવ્યાએ કહ્યુ.

“યા રાઇટ અને આ ચાર પાંચ દિવસમા આપણે શું બહાનુ કરી નીકળવુ તેનો પણ ઉપાય મળી રહેશે.” સમીરે કહ્યુ. “ઓ.કે. ડન.પણ બહાનુ જરા સમજી વિચારીને નક્કી કરજો નહી તો અમારે હોસ્ટેલમા પ્રોબ્લેમ થઇ જશે.” વૃંદાએ કહ્યુ. હા ચલો,હવે નીકળીએ નહી તો હોસ્ટેલમા મેડમ ચીક ચીક કરશે.” સોનાક્ષી અને વૃંદાએ કહ્યુ.

“હા યાર બહુ લેટ થઇ ગયુ, મારે અને મયુરને પણ કમ્પ્યુટર ક્લાસમા જવાનુ છે.” વિનયે કહ્યુ. “ઓ.કે. બાય એવરીબડી.”

તે દિવસે બધાએ નક્કી તો કરી જ લીધુ કે જવાનુ છે. પરંતુ બધાના મનમાં એક જ સવાલ હતો કે તેઓ મુર્ખામી તો નહી કરી રહ્યાને. બીજે દિવસે કોલેજ બ્રેકમાં બધા એકઠા થયા ત્યારે,

“આજે રિસેષ પછીના લેકચર બંક કરી ફાઇનલ ડિસકશન કરી લઇએ” મયુરે કહ્યુ “બસ ગાઇસ હવે બહુ લેક્ચર બંક કર્યા. આમ રોજ રોજ લેકચર બંક કરવાથી નહિ ચાલે આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ. અભ્યાસ એ આપણી પ્રાથમિકતા છે અને આમ લેક્ચર બંક કરે રાખ્યા તો પતી ગયુ સમજો. વળી પછી ટ્રીપમા જવા માટે અઠવાડિયુ આખુ બંક જ કરવાનુ છે પહેલા મહેતા સરને આપણા પર શક જશે તો આપણો વારો નીકળી જશે. અધુરામા પુરૂ તેનો ટ્રસ્ટી મંડળમાં પણ સમાવેશ કરી લીધો છે.” દિવ્યાએ કહ્યુ.

“તારી વાત તો સાચી છે પણ જો લેક્ચર બંક ન કરીએ તો ડિસકશન કઇ રીતે કરવુ” વિનયે કહ્યુ. “એક કામ કરીએ કાલે સાંજે આપણે કોલેજ બહાર કોઇ એક જગ્યાએ એકઠા થઇએ અને ત્યાં સુધીમાં બધા વિચારી લઇશુ.પછી નિરાંતે ચર્ચા કરીએ” દિવ્યાએ કહ્યુ. “ઓ.કે. ડન કાલે સાંજે આપણે બધા રેસકોર્સ ગ્રાઉન્ડ પર મળીએ” સોનાક્ષીએ કહ્યુ.

“ચાલો અત્યારે લેકચરમાં જઇએ” સમીરે કહ્યુ. બીજે દિવસે બધાએ આજ્ઞાંકિત સ્ટુડન્ટની જેમ કોલેજ ભરી અને સાંજે પાંચ વાગ્યે બધા રેસકોર્સ ગ્રાઉન્ડમાં એકઠા થયા. આવતા સાથે જ મયુરે કહ્યુ, “આપણે બધાએ ત્યાં જવા માટે કોઇ ફુલપ્રુફ પ્લાન બનાવવો પડશે, નહી તો આપણું જવુ મુશ્કેલ છે. આપણા પેરેન્ટસ આપણને આ રીતે નહી જવા દે.”
“સાંભળો ગાઇસ મે એક પ્લાન વિચારી લીધો છે કે ગર્લ્સ એન્ડ બોયસ હોસ્ટેલમાં આપણે કોલેજના નામનો એક લેટર મોકલાવીશુ કે કોલેજ તરફથી રિર્સચ કેમ્પમાં આપણે જવાનુ છે તો ત્યાંથી તો જવાની મંજુરી મળી જ જશે અને આપણે બેનેફીટ છે કે ગર્લ્સ હોસ્ટેલમાંથી વૃંદા અને સોનાક્ષી અને બોયસ હોસ્ટેલમાંથી મયુર અને વિનય સિવાય આપણી કોલેજમાં કોઇ આવતુ નથી તો કોઇને ખબર નહી પડે કે આ લોકો ખોટુ બહાનુ કરે છે.” સમીરે કહ્યુ.

“ઓ.કે. ગ્રેટ આઇડિયા પણ જરા સમજી વિચારીને બધુ કરજે. હોસ્ટેલમા જો કોઇને જરા પણ શક જશે તો બહુ મોટો ઇસ્યુ ઉભો થશે.” સોનક્ષીએ કહ્યુ. “હોસ્ટેલ વાળાનુ તો સમજાયુ પણ મારા પેરેન્ટસ મને એમ એકલીને કયાંય જવા દેશે નહિ. તેઓને કેમ સમજાવીશુ તે જરા વિચારો” દિવ્યાએ કહ્યુ. “તારા પેરેન્ટસને સમજાવવાનો એક બેસ્ટ આઇડિયા છે મારી પાસે” સોનાક્ષીએ કહ્યુ.

“એ એમ કાંઇ આસાનીથી નહિ માને તુ એને ઓળખતી નથી. તે બધી વાતની પુરતી તપાસ કરશે અને પછી તેને યોગ્ય લાગશે તો જ હા કહેશે નહી તો ના પાડી દેશે.” “યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ કે અમે શું કરીએ છીએ.તારા પપ્પા તને હા જ કહેશે.” સોનાક્ષીએ કહ્યુ. પછી બધાને ઇશારાથી પાસે બોલાવી વર્તુળ કરીને ધીરેથી બધાને સમજાવી દીધા.

બધા સોનાક્ષીનો આઇડિયા સાંભળીને એકદમ ખુશ થઇ ગયા. શનિવારે દિવ્યાના ઘરે જવાનુ નક્કી કર્યુ. સમીરે તો કહ્યુ તે પોતાના માતા પિતાને સમજાવી લેશે. હોસ્ટેલ પર મોકલવાના લેટર આજે જ ટાઇપ કરી લેવાનુ નક્કી કર્યુ. મિટિંગ પુરી થઇ એટલે વિનય સીધો જ લેટર ટાઇપ કરવા સાઇબર કાફેમાં ગયો ત્યાંથી તેના મિત્રને અમદાવાદ મેઇલ કરી દીધો અને તે જ અમદાવાદથી હોસ્ટેલમાં લેટર મોકલાવે એવુ કહ્યુ એટલે ડાઇરેકટ કોલેજની હેડ ઓફિસ અમદાવાદ છે અને ત્યાંથી જ લેટર આવ્યો છે એવુ લાગે અને કોઇને કાંઇ શંકા ન જાય.

વિનયે મેઇલ કરી દીધો એટલે એકદમ ખુશ થઇ ગયો. બીજે દિવસે કોલેજ બ્રેકમાં બધા એકઠા થયા ત્યારે શું શું વસ્તુઓ સાથે લઇ જવી પડશે તેનુ લિસ્ટ બનાવવા લાગ્યા. હોકાયંત્ર, ટોર્ચ, નવા સેલ, જંગલમાં પહેરવાના ખાસ જુતા, મચ્છરને હટાવવાનો સ્પ્રે, તંબુ, ખાસ અણીદાર ચપ્પુઓ, લાયસન્સ વાળી ગન , મિર્ચી સ્પ્રે!!!!!!!!!!!!!!!!!! “મિર્ચી સ્પ્રે ! કેમ સોનુ મિર્ચી સ્પ્રે લખાવ્યો?” સમીરે પુછ્યુ “કોઇ પ્રાણી ઓંચિતા હુમલો કરવા આવે તો મિર્ચી સ્પ્રે મારી દઇએ તો બચવુ સહેલુ પડે” સોનાક્ષીએ કહ્યુ.

“ અરે વાહ સોનુ ક્યા બાત હે વેલ ડન” દિવ્યાએ કહ્યુ. “એ ગાઇસ આ લાયસન્સ વાળી ગનનુ શુ કરશું?” મયુરે પુછ્યુ. “ડોન્ટ વરી ફ્રેન્ડસ મારા અંકલ ફૉજમાં હતા તેની પાસે ઘણી ગન છે. હુ બે-ત્રણ ગનનો એરેન્જ કરી લઇશ” વિનયે કહ્યુ. “ઓ.કે. બધુ નક્કી થઇ ગયુ. બધી વસ્તુની વ્યવસ્થા કરી લઇશુ કોઇને કાંઇ બીજુ યાદ આવે તો કહેજો ચાલો બ્રેક પુરી થઇ ગઇ.” વૃન્દાએ કહ્યુ.

બધા લેકચરમાં ગયા ત્યારે સોનાક્ષી સમીરની સામેની બેંચ પર બેઠેલી હતી ત્યાં સમીરે તેને એક ચીઠ્ઠી પાસ કરી. સોનાક્ષીએ ચીઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં સાંજે પાંચ વાગ્યે કાફે હાઉસમાં મળવાનુ લખ્યુ હતુ. સોનાક્ષીએ તેની સામે જોઇને આંખથી સંમતિ આપી દીધી.

સાંજે પાંચ વાગ્યે સોનાક્ષી સમીરને મળવા કાફે હાઉસમાં પહોંચી ગઇ. દર વખતની જેમ સમીર તેની રાહ જોતો હતો. બંન્ને એકબીજાને મળવા ખુબ જ આતુર રહેતા હતા. બંન્ને કોલેજમાં તો સાથે અભ્યાસ કરતા હતા પરંતુ ત્યાં કોઇ દિવસ તેઓ એકલા મળતા ન હતા હમેશા તેઓના ગ્રુપ સાથે જ મળતા હતા. આવી રીતે કોઇક વાર બહાર મળતા હતા. બંન્નેને ખબર હતી કે તેઓના પ્રેમ સંબંધની ખબર પડશે તો બંન્નેને સાથે ભણવા પણ નહી દે અને સાથે એક શહેરમાં પણ નહી રહેવા દે.

તેથી તેઓ સાવ છુપાઇ છુપાઇને મળતા હતા. સોનાક્ષી આવી એટલે સમીરે કોફીનો ઓર્ડર આપી દીધો અને પછી બોલ્યો, “પેલા કંજુસ ચંબુએ આપણને બહુ મોટો મોકો આપી દીધો છે. એકબીજા સાથે પુરા એક વીક સુધી રહેવાનો મોકો! આઇ એમ વેરી એકસાઇટેડ”

“બટ સમીર મને ખુબ જ ડર લાગે છે. આપણે ત્યાં સાથે રહેશુ તો……………..” અધુરૂ વાક્ય મુકીને સોનાક્ષીએ સમીર સામે જોયુ.

“ઓહ માય ડીયર જાન. તને મારા પર હજુ વિશ્વાસ નથી?? હુ તને પ્રેમ કરુ છુ તારા આત્માને. હું અત્યારે તારા શરીરને પામવાનો વિચાર નથી કરતો તારા શરીરનો રોમાંચ તો હુ લગ્ન માટે રિઝર્વ રાખીશ ડોન્ટ વરી. મારે તો બસ તારી સાથે રહેવુ છે. તારી સાથે સમય પસાર કરવો છે. તુ મને બહુ ગમે છે. તારા પર મારો જ અધિકાર છે અને મારા સિવાય તારા અને તારા શરીર પર બીજા કોઇનો હક નથી.”

“થેન્કસ અ લોટ જાનુ. તારા પર વિશ્વાસ છે મને,ધેટસ વાઇ આઇ લવ યુ અ લોટ.”

“થેન્કસ એન્ડ આઇ લવ યુ ટુ. આપણે એક પુરા વીક સુધી સાથે રહેવાનુ છે તો હુ વધારેમાં વધારે સમય તારી સાથે વિતાવવા માંગુ છુ પરંતુ કોઇને શંકા ન પડે એ રીતે આપણે ટાઇમ સ્પેન્ડ કરવાનો છે. આપણા ગૃપમા પણ જો કોઇને આપણા સબંધ વિષે શક ગયો અને ભુલથી પણ આ વાત આપણા પરિવાર સુધી પહોંચશે તો આપણું તો આવી જ બનવાનુ છે અને આપણે બન્ને હંમેશા માટે દુર થઇ જ્શુ.

“ડોન્ટ વરી, આપણા ફ્રેન્ડસ આપણને અને આપણા સબંધને સમજી શકે તેવા છે. મને તે બધા પર વિશ્વાસ છે કે તેઓ કોઇને પણ આ વાત ન જ કરે પરંતુ આપણે સાવધાની તો રાખવી જ પડશે. આપણા વિષે વધારે લોકોને ખબર ન પડે તે જ સારૂ છે.પરંતુ કેટલો સમય આમ છુપાઇ છુપાઇને મળશુ અને એકબીજાને પ્રેમ કરતા રહેશું? ક્યારેક તો આ બધી વાત આપણા પરિવાર સામે આવવાની જ છે ને?” સમીરે કહ્યુ.

“તુ આવુ ન બોલ. મને તો પરિવારની વાત આવતા જ પગ ધ્રુજે છે. હું તો ક્યારેય મારા મમ્મી કે પાપાને આપણા વિષે વાત કરી શકુ તેમ નથી. એક જ ઉપાય છે કે આપણે કોઇને પણ ખબર ન પડે તેમ ઘર છોડીને ભાગી જવુ પડે બાકી બીજો કોઇ વિકલ્પ મને તો સુઝતો નથી. પણ આ બધી વાત અત્યારે જરૂરી નથી. પહેલા સ્ટડી કમ્પ્લીટ થાય અને કેરિયર સેટ થયા બાદ આ બધુ વિચારવાનુ છે.” સોનાક્ષીએ કહ્યુ.

“સોનુ તુ કહે છે તેમ આ બધુ સહેલુ નથી, આપણે ભાગી જશુ તો તેઓ સામસામે લડીને એકબીજાના જીવના દુશ્મન બની જશે. તુ માને છે તેટલુ સહેલુ નથી.” સમીરે કહ્યુ.

“લીવ ધેટ ટોપિક પ્લીઝ. જે થશે તે થશે પણ અત્યારથી આ બધુ ડીસ્કસ કરવાથી શું ફાયદો છે? કારણ વિના મગજ પર ટેન્શન લેવાનો શું ફાયદો? અત્યારે તો આપણે મળ્યા છીએ તો એકબીજા સાથે ટાઇમ સ્પેન્ડ કરીએ બાકી આગે આગે દેખા જાયેગા.” સોનાક્ષીએ આંખ મારતા સમીરને કહ્યુ. બંન્ને ઘણીવાર સુધી સાથે રહ્યા અને અંધારુ થતા છુટા પડયા.
શનિવારે સવારે દિવ્યા કોલેજે ગઇ હતી. પાછળથી તેના ઘરે એક ફોન આવ્યો, “હેલ્લો માધવી બહેન બોલે છે?.’’

‘’હા, હું માધવી જ બોલુ છું, તમે કોણ?’’ ’’માધવી બહેન હું વૃધ્ધાશ્રમ જામનગરથી બોલુ છું. તમે તમારી દિકરીનો આર્ટીકલ મોકલાવ્યો હતો તે ખૂબ જ સરસ છે.તેના અંતર્ગત મારે થોડું કામ છે.’’ “ઓહ, તમે વૃધ્ધાશ્રમથી બોલો છો. સરસ બોલો શું કામ છે?’’

“હું અહી આવી છું રાજકોટ, તો સાંજે તમને મળવા માંગુ છું તમે મળી શકશો?’’ “શ્યોર, બોલો ક્યા મળવાનું છે? એમ કરોને ઘરે જ આવી જાવ ને?’’ “ઓહ નો નો મારે થોડા કામ છે. ઇફ પોસીબલ પ્લીઝ તમે તમારી કોલોનીથી બહાર આવેલા મોલમાં આવી જશો સાંજે સાડા ચારે વાગ્યે?’’

“ઓ.કે. નો પ્રોબલેમ હું જરુરથી પહોચી જઇશ.’’
દિવ્યાના મમ્મી માધવીબહેન એક સોશીયલ વર્કર હતા.અને લેડીસ ચેમ્બર્સના પ્રમુખ હતા. તેઓ દિવ્યાને પણ સોશીયલ વર્ક માટે પ્રેરતા પરંતુ દિવ્યાને આવા બધા કામમાં કંટાળો આવતો હતો, છતાય ઘણી વાર મમ્મી માટે થોડુ કાર્ય કરવું પડતુ. આવો જ એક આર્ટીક્લ વૃધ્ધાશ્રમ માટે બનાવવો પડયો હતો. વૃધ્ધાશ્રમના કાર્ય અને સારા પાસા વિશે આર્ટીકલ દિવ્યા પાસે બનાવડાવી માઘવીબહેને મોકલાવ્યો હતો. તેના સંદર્ભે જ ફોન આવ્યો હતો. માધવીબહેન ખૂબ જ ખુશ હતા. તેની દિકરીએ લખેલા આર્ટીકલને સિલેક્ટ કર્યો હતો. તે સાડા ચાર વાગ્યે નક્કી કરેલા સ્થળે પહોંચી ગયા. રાખીબહેન તેની રાહ જોઇ રહ્યા હતા,

“આવો,આવો માધવીબહેન’’ “હા રાખીબહેન તમને અહી જોઇને ખૂબ જ ખુશી થઇ.કેમ છો તમે? તમે ઘરે ન આવ્યા અને મને અહી બોલાવી એ ન ચાલે. આવો અમારા ઘરે ત્યાં જમવાનુ રાખજો અને ત્યાર બાદ આરામ કરી આપણે વાતો કરીશું.’’ માધવીબહેને કહ્યુ.
“હું તો મજામા છું અને રહી વાત તમારા ઘરની તો આજે તો મારે બીજા ઘણા કામ છે તો પછી ક્યારેક વાત. હું ચોક્કસ તમારા ઘરે આવીશ ને જમવાનો પ્રોગ્રામ પણ રાખીશ. બીજુ કહુ તો તમારી દિવ્યાનુ લખાણ ખૂબ જ પરફેક્ટ છે. જો તમારી ઇચ્છા હોય તો દિવ્યાને અમે અમારા વૃધ્ધાશ્રમમાં લઇ જવા માંગીએ છીએ તે થોડા દિવસ ત્યાં રહે તો અમે અમારું કાર્ય અને ત્યાંનુ વાતાવરણ જોઇ લે તેના વિશે સરસ લખી દે તો અમે ટ્રસ્ટી મંડળ અને ફાળા માટે તેનો ઉપયોગ કરી શકીએ.’’ “અરે વાહ તેમા પુછવાની જરૂર જ નથી બહેન, તમારા જેવી સારું કાર્ય કરતી સંસ્થાને અમે કાંઇ ઉપયોગી બની શકીએ એ અમારા માટે ગૌરવની વાત છે. શ્યોર દિવ્યા તમારી સાથે આવશે.”

“થેન્ક્સ અ લોટ માધવીબહેન. મને તમારા આટલા ઝડપી નીર્ણયની અપેક્ષા ન હતી. છતા પણ એક વખત તમારે દિવ્યાને પુછવુ હોય તો પુછી લો અને તેની પણ મરજી જાણી લો. તેની સાથે ચર્ચા વિચારણા બાદ મને કોલ કરજો.” રાખીબહેને પોતાનુ કાર્ડ આપતા કહ્યુ. “ઓ.કે. હું ઘરે જઇ તેની સાથે ચર્ચા કરી લઉ છું પણ એક વાત તો નક્કી જ છે કે તે આવશે જ તમારી સાથે. હું તેને સમજાવીશ અને હા તમારે ક્યારે નીકળવાનુ છે?” માધવીબહેને પુછ્યુ.

“આજે શનિવાર છે, અમે કાલે રાત્રે નીકળવાના છીએ. જો દિવ્યા આવવા માટે રાજી હોય તો તમે મને કોલ કરજો એટલે હું તમને અમે ક્યારે અને કઇ બસમા જવાના છીએ તે તમને કહીશ.” રાખીબહેને કહ્યુ. “ઓ.કે. બહેન હું તમને ફોન કરુ છું અને અહી રોકાવાના હોવ તો આજે રાત્રે ડિનર મારા ઘરે કરવાનુ રાખો. મને અને મારા પરિવારને તમારી સાથે બહુ આનંદ આવશે.” માધવીબહેને કહ્યુ. “તમારા આમંત્રણને હું માન આપુ છું પણ મારે હજુ થોડુ કામ છે અને અહી મારી બહેન પણ રહે છે તો તેને મળવા ત્યાં પણ જવાનુ છે અને ત્યાં જ મારુ રોકાણ ફિક્સ છે. ચલો હું નીકળુ હવે. તમારા ફોનની રાહ જોઇશ.” રાખીબહેન બોલ્યા. “ઓ.કે. રાખીબહેન હું ઘરે પહોંચી દિવ્યા સાથે વાત કરી તમને કોલ કરુ છું.” માધવીબહેન બોલ્યા અને પછી બન્ને પોતપોતાના ઘરે જવા નીકળી ગયા.

માધવીબહેને રાખીબહેનને દિવ્યાને સાથે મોકલવાની હા તો કહી દીધી પણ તેમને ખબર જ હતી કે દિવ્યાને આ વાત જરા પણ નહી ગમે અને તેને જામનગર વૃધ્ધાશ્રમમા જવા માટે મનાવવી બહુ મુશ્કેલ છે. તેને કેમ મનાવવી તે વિચારે તે ઘરે પહોચ્યા. ઘરે જઇ દિવ્યાને બોલાવી. તેણે દિવ્યાને બધી વાત કરી અને જામનગર વૃધ્ધાશ્રમમાં એક વીક રોકાવાના નામથી જ દિવ્યા ભડકી ઉઠી અને કહ્યુ, “મમ્મી તને તો ખબર જ છે કે મારે કોલેજ ચાલુ છે અને ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને તને ખબર જ છે કે મને આ બધુ ગમતુ નથી છતા પણ તું કેમ મને આ સોશિયલ કામ માટે કહે છે?”

“બેટા મે રાખીબહેનને પ્રોમિસ આપી દીધુ છે કે તુ જામનગર તેમની સાથે એક વીક માટે જઇશ અને વૃધ્ધાશ્રમમાં રહીને ત્યાંના લોકો સાથે રહી તેની દિનચર્યા અને તેમના રોજબરોજના કાર્યો વિષે લખાણ કરીશ અને હવે જો તુ ના કહે તો મારી શું ઇજ્જત રહેશે તેમની સામે?” માધવીબહેને કહ્યુ. “પણ મમ્મી, તું પણ કેમ સમજતી નથી? મારી પણ કાંઇક લાઇફ હોય ને?” દિવ્યાએ દલીલ કરતા જવાબ આપ્યો. “બેટા,ધીસ ઇઝ લાસ્ટ ટાઇમ. પછી ક્યારેય હું તને પુછ્યા વિના કોઇ સાથે પ્લાન ફિક્સ નહી કરુ પણ આ વખતે મારી ખાતર તું માની જા. ખોટી જીદ ન કર પ્લીઝ.” માધવીબહેને વિનંતી કરતા કહ્યુ. “ઠીક છે મમ્મી તુ કહે છે તો હું માની જાઉ છું પણ આ છેલ્લી વખત ઓ.કે.?” દિવ્યાએ મોઢુ બગાડતા કહ્યુ. “થેન્ક્સ બેટા થેન્ક્સ અ લોટ. હું હમણા જ રાખીબહેનને ફોન કરી કહી દઉ છું તુ તારે જરૂરિયાત મુજબ સામાન પેક કરવાનુ શરૂ કરી દેજે.” માધવીબહેન જતા જતા આનંદમા આવતા બોલ્યા અને રાખીબહેનને ફોન કરવા જતા રહ્યા.

આ બાજુ દિવ્યા તેની બેગ પેક કરવા લાગે છે અને જરૂરી બધી વસ્તુઓ યાદ કરીને ભેગી કરવા લાગે છે. “હેલ્લો રાખીબહેન, માધવી બોલુ છું. એક ગુડ ન્યુઝ છે કે દિવ્યા તમારી સાથે આવવા માટે માની ગઇ છે. આવતી કાલનો તમારો પ્લાન શું છે તે મને કહો એટલે તે મુજબ હું દિવ્યાને ત્યાં મુકવા આવી જઉ.” માધવીબહેન બોલ્યા.

“વાહ, સરસ વાત કરી તમે તો માધવીબહેન, કાલે અમે રાત્રે ૧૦ વાગ્યે શ્રીનાથ ટ્રાવેલ્સમા નીકળવાના છીએ તો તમે ૧૦ વાગ્યા પહેલા દિવ્યાને ત્યાં મોકલી દેજો. હું ત્યાં જ હોઇશ.” રાખીબહેને કહ્યુ. “ઓ.કે. પાકુ બહેન, હું ખુદ તેને મુકવા આવીશ.તમને પણ એ બહાને મળી લઇશ.” માધવીબહેને કહ્યુ. “ઠીક છે બહેન તો કાલે આપણે ૯.૩૦ વાગ્યે ટ્રાવેલ્સ ઓફિસે મળીએ.” રાખીબહેને કહ્યુ અને પછી ફોન કટ કરી દીધો. બીજે દિવસે સવારે બધા મિત્રોએ ફોન પર વાત કરી નક્કી કર્યા મુજબ રાત્રે મળવાનુ ડીસાઇડ કરી લીધુ અને જરૂરી તમામ વસ્તુઓ પણ ભુલ્યા વિના સાથે લઇ લેવાનું નક્કી કરી લીધુ. રાત્રે ૯.૦૦ વાગ્યે જ મયુર સમીર વિનય સોનાક્ષી અને વૃંદા બધા ટ્રાવેલ્સ ઓફિસ આવી ગયા.

સોનાક્ષીએ દિવ્યાને વોટ્સ અપમા મેસેજ કરી અપડેટ મેળવી લીધા કે તે રસ્તામા જ છે અને હમણા બસ ૧૦ થી ૧૫ મિનિટમા પહોંચી જશે. “આવો આવો માધવીબહેન, નમસ્તે દિવ્યા બેટા. કેમ છે તને?” રાખીબહેન બોલ્યા.

“આઇ એમ ફાઇન આન્ટી.” દિવ્યાએ જસ્ટ ફોર્માલીટી ખાતર જવાબ આપી દીધો. “માધવીબહેન તમારો આભાર કે તમે તમારી દીકરીને અમારી સાથે મોકલી રહ્યા છો. તમે તેની બીલકુલ ચિંતા ન કરજો. તે મારી જ દીકરી છે તેમ માની હું તેને મારી સાથે રાખીશ.” રાખીબહેને કહ્યુ. “મને તમારા પર વિશ્વાસ છે એટલે જ તમારી સાથે મોકલી રહી છું.” માધવીબહેન બોલ્યા. “ખુબ સરસ. તમારે નીકળવુ હોય તો નીકળો. બસ ૩૦ મિનિટ લેટ છે તો રાહ જોવી પડશે ત્યાં સુધીમા હું અને દિવ્યા બન્ને એકબીજા સાથે વાતો કરી એકબીજાને જાણવાનો પ્રયત્ન કરીશું” રાખીબહેને કહ્યુ. “આ આઇડિયા સારો છે રાખીબહેન. ચલો બેટા હું નીકળું છું. ટેઇક કેર ઓફ યોર સેલ્ફ. બાય બેટા.” માધવીબહેને દિવ્યા અને રાખીબહેનને ગુડ બાય વીશ કર્યુ અને તેઓ નીકળી ગયા…..

માધવીબહેન તો દિવ્યાને મુકીને જતા રહ્યા. શુ બધા વડોદરા પહોંચી શકશે?

લેખક:- ગોકાણી ભાવીષાબેન આર.

આગળ નો ભાગ આવતી કાલ ૧૯ સપ્ટેમ્બર, સાંજે ૫ ૪૪ વાગે આપણા પેઈજ પર અપલોડ કરીશું !!!! હેપી રીડીંગ !!! 

 

ટીપ્પણી