ધૂમ મચાવી રહ્યો છે આ ફેમસ સ્ટારનો ફોટો…તમે જોયો કે નહીં

કહેવત છે કે છોકરો ટૉલ્ ડાર્ક ઍન્ડ હૅન્ડસમ હોવો જોઈએ. આજકાલ વળી છોકરીઓને સારો લુક્સ વાળા જ છોકરાઓ વધારે ગમતા હોય છે ભલે પછી તે બુડથલ જ કેમ ન હો. અત્યારે અમુક જ છોકરીઓ લુકને નહીં પણ તેની સીરતને જોતી હોય છે. દેખાવનો અક્કલ સાથે કોઈ નિસબત નથી એ તો લોકો જાણે જ છે. બસ આવી જ કંઇક વાત ફોટામાં દેખાઈ રહેલા વ્યક્તિની છે જે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ.

આ ફોટામાં દેખાઈ રહેલ છોકરો નથી કે ટૉલ્ કે હૅન્ડસમ. આમ તો લુક વાઈઝ આ  એકદમ સાધારણ અને બ્લેકિશ  દેખાય છે.  ફોટોમાં આ વ્યક્તિની સાથે દેખાઈ રહેલ લેડી તેની પત્ની છે. જેમની ફોટો સોશિઅલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.  લોકો જેની ખૂબ જ મશ્કરી  ઉડાવતા હતા અને સાથે મજાકમાં લખતાં હતાં  કે ‘સરકારી નોકરીનાં બેનિફીટ્સ’. પરંતુ તમે આ વ્યક્તિનાં લુક પર ન જાવ કેમકે આ કોઈ સામાન્ય નહીં પણ એક ખાસ વ્યક્તિ છે.

આ કપલને જોઈને યુઝર્સ અલગ અલગ પ્રકારની પોસ્ટ અને કોમેન્ટ કરી રહ્યા છે. આ બીજું કોઈ નહીં પરંતુ એટલી કુમાર છે. જેમનો જન્મ ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૬માં તામીલ નાડુનાં મદુરાઈમાં થયો હતો. આમનું આખું  નામ અરુણ કુમાર છે. ફની લાગતો આ ફોટો તમિલ ફિલ્મનાં ડિરેક્ટર અને સ્ક્રીન રાઈટર એટલી  કુમારની છે. તેમણે સાઉથ ઇન્ડિઆનાં  પ્રખ્યાત ડિરેક્ટર એસ. શંકર સાથે પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું.  તેમની સાથે એટલીએ ૨૦૧૨માં બનેલ તેમની નેક્સ્ટ પિક્ચર ‘નંબન’ માં સાથે કામ પણ કર્યું હતું. જે એક હિન્દી ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’ની રીમેક હતી.

૨૦૧૩ માં એટલી કુમારે ‘રાજા રાની’ ફિલ્મથી ફિલ્મ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ‘રાજા રાની’ ફિલ્મે સાઉથ ઇન્ડિઅન બોક્સ ઓફિસ ઉપર ચાર જ અઠવાડિયામાં લગભગ ૫૦૦ મિલીયનથી વધારે કમાણી કરીને સક્સેસ મેળવી હતી. ત્યાર પછી એટલીને આ ફિલ્મનાં અદ્ભુત ડિરેક્શન માટે બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો  વિજય એવોર્ડ પણ મળ્યો હતો.

એટલીની સેકન્ડ ફિલ્મ ‘થેરી’  હતી.  જેમાં ફેમસ વિજય, સમંથા, બેબી નૈનીકા અને એમી જેક્સન જેવા સ્ટાર્સ હતાં. આ મૂવી ૭૫ કરોડની આવક કરીને વર્ષ 2016 માટે સેકન્ડ સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ હતી.  તેની થર્ડ ફિલ્મ ‘મર્સલ’માં પણ વિજય જ છે, જે આ વર્ષે ઓક્ટોબરમાં રીલીઝ થવાની છે. આ સાથે એટલીએ પોતનું પ્રોડક્શન હાઉસ ‘એ ફોર એપલ પ્રોડક્શન’નાં નામથી શરુ કર્યો છે અને ફોક્સ સ્ટાર સ્ટુડીઓઝની સાથે પોતાની ફર્સ્ટ ફિલ્મ ‘સંગીલી    Sબંગીલી કઢવા થોરાય’ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે.

એટ્લી અને એક્ટ્રેસ કૃષ્ણ પ્રિયા આશરે ૮ વર્ષ રિલેશનશીપમાં રહ્યા અને ૨૦૧૪માં બંનેએ મેરેજ કરી લીધા. આ પ્રેમી જોડીના મેરેજમાં સાઉથ ઇન્ડિઆની મોટી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કૃષ્ણ પ્રિયા ફેમસ ટીવી કલાકાર છે અને ઘણી સીરીયલોમાં મેઈન લીડ એક્ટ્રેસ તરીકે કામ કરી ચુકી છે. આ સિવાય તે સાઉથની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’ માં દિવ્ય મહાલીન્ગમ ના રોલમાં જોવા મળી હતી.

અગાઉ આ જ રીતે બાંગ્લાદેશી  સુપરસ્ટાર અલોમ ઉર્ફ અશરફુલ સઈદ નો ફોટો વાયરલ થયો હતો. બોલીવુડ અને હોલીવુડના હીરોની સામે સામાન્ય લુક વાળા અલોમની સોશિયલ મીડિયા યૂઝર્સએ ખુબ મજાક ઉડાવી હતી. તે નૉરમલ હાઈટ,  દેખાવમાં એકદમ પતલો અને શ્યામ વર્ણ ધરાવે  છે. ભારતમાં આમતો થોડાક જ લોકો અલોમને ઓળખે છે. પરંતુ બાંગ્લાદેશનાં ક્રિકેટ ટીમના ખેલાડી તેના ફેન છે અને તેમની સાથે ફોટા ક્લિક કરાવવા પાગલ છે.

લેખન અને સંકલન :- જ્યોતિ નૈનાની

ટીપ્પણી