પંજાબી સ્ટાઈલ ઢોકળીનું શાક

સામગ્રી :

૧ કપ ચણાનો લોટ
૧.૫ કપ પાણી
૧/૪ tsp હળદર
૧ tsp લાલ મરચું
૧.૫ tsp ધાણાજીરું
મીઠું
૧ tbsp ઘી+તેલ
૧ tsp જીરું
ખડા મસાલા
ચપટી હિંગ
૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
૨ ટમેટાની પ્યોરી
૧ tsp લસણ આદુની પેસ્ટ
૧ tsp પંજાબી ગરમ મસાલો
લીલું લસણ

રીત:

એક વાસણમાં ચણાનો લોટ,મીઠું,હળદર,લાલ મરચું,ધાણાજીરું,પાણી મિક્ષ કરવું. એક પેનમાં આ મિક્ષણને લઇ ૫ મિનીટ પકાવું.
પછી એક પ્લેટને તેલવાળી કરી તેમાં પાથરવું,ઠંડુ થઇ જાય એટલે કાપા પાડી લેવા.

પછી એક કડાઈમાં તેલ અને ઘી લઇ જીરું,ખડા મસાલા,હિંગ,નાખવી. હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી હલાવી લેવું,ડુંગળી નાખી સાતળવી. પછી તેમાં ટમેટાની પ્યોરી,પંજાબી ગરમ મસાલા, નાખી હલાવું.

હવે તેમાં ઢોકળી નાખી ઢાંકી સીજવા દેવું. લીલું લસણ નાખી ગાર્નીશ કરવું. તો તૈયાર છે પંજાબી સ્ટાઈલ ઢોકળીનું શાક.

રસોઈની રાણી : નૈના બેન ભોજક,
.

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!