‘રવિવાર છે ને એમાય પાછો ઠંડીનો ચમકારો તો આ ‘પંજાબી સ્ટાઈલ ઢોકળીનું શાક’નું શાક બનાવો!

પંજાબી સ્ટાઈલ ઢોકળીનું શાક

સામગ્રી :

૧ કપ ચણાનો લોટ,
૧.૫ કપ પાણી,
૧/૪ tsp હળદર
૧ tsp લાલ મરચું,
૧.૫ tsp ધાણાજીરું,
મીઠું,
૧ tbsp ઘી+તેલ,
૧ tsp જીરું,
ખડા મસાલા,
ચપટી હિંગ,
૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી,
૨ ટમેટાની પ્યોરી,
૧ tsp લસણ આદુની પેસ્ટ,
૧ tsp પંજાબી ગરમ મસાલો,
લીલું લસણ.

રીત:

એક વાસણમાં ચણાનો લોટ,મીઠું,હળદર,લાલ મરચું,ધાણાજીરું,પાણી મિક્ષ કરવું. એક પેનમાં આ મિક્ષણને લઇ ૫ મિનીટ પકાવું.

પછી એક પ્લેટને તેલવાળી કરી તેમાં પાથરવું,ઠંડુ થઇ જાય એટલે કાપા પાડી લેવા.

પછી એક કડાઈમાં તેલ અને ઘી લઇ જીરું,ખડા મસાલા,હિંગ,નાખવી. હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી હલાવી લેવું,ડુંગળી નાખી સાતળવી. પછી તેમાં ટમેટાની પ્યોરી,પંજાબી ગરમ મસાલા, નાખી હલાવું.

હવે તેમાં ઢોકળી નાખી ઢાંકી સીજવા દેવું. લીલું લસણ નાખી ગાર્નીશ કરવું. તો તૈયાર છે પંજાબી સ્ટાઈલ ઢોકળીનું શાક.

રસોઈની રાણી : નૈના બેન ભોજક,

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી