આઠમો ફેરો – અને જુવાને લીધો તેની તેની પત્ની સાથે આઠમો ફેરો…

આઠમો ફેરો

મંત્રો પતાવતા જ પંડિતજીએ કહ્યું, “હવે વર અને વધુ ફેરા લેવા ઉભા થઇ જાઓ.”
વરરાજા રાજે તેની થનારી પત્ની મીરા સામે જોયું જે મુંજાયેલી હતી કારણ કે અમુક દિવસ પહેલા થયેલા એક્સીડન્ટના કારણે મીરાના ડાબા પગે ફેક્ચર હતું.


રાજ ઉભો થયો અને તેને ઉભો થયેલ જોઈ મીરાએ તેના ભાઈઓ તરફ જોયું જે લોકો તેને ઉભી કરવાના હતા.
ત્યાંજ રાજે બેઠેલ મીરાના ખભે હાથ મુક્યો.
મીરાએ રાજ તરફ જોયું.


રાજે માથાને ઉભું હલાવી અને આંખોની પાંપણો બંધ કરી તેના સાથે હોવાનું આશ્વાશન આપ્યું.
મીરાના ભાઈઓ આવે તે પહેલા રાજે મીરાને તેના મજબૂત હાથોથી ઉંચકી લીધી અને તેણે ફેરા લેવાના શરૂ કર્યા.
મીરાની આંખોમાં આંખ નાખી રાજે ફેરા પુરા કર્યા.


તે દિવસે દુનિયા માટે તો રાજે સાત ફેરા લીધા હતા.
પરંતુ મીરાની નજરે જોઈએ તો રાજે આઠ ફેરા લીધા હતા. આઠમાં ફેરામાં તે મીરાનો પગ બન્યો હતો.


એકબીજામાં રહેલી કમીને પૂર્ણ કરી પોતાના પ્રેમને સંપૂર્ણ કરવો, તેનું જ નામ તો છે આ આઠમો ફેરો. ખરું ને?

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી