ધાબા સ્ટાઈલ આલૂ પરાઠા – હવે તમે પણ બનાવજો !!

પંજાબી સ્ટાઈલના આ પરાઠા ખાઈને ઘરના સભ્યો થઈ જશે ખુશ…બનાવો આલૂ પરાઠા…મિંટ યોગર્ટ સાથે !

સામગ્રી :

સ્ટફિન્ગ માટે :

2 બાફેલા બટાટા
1 નંગ કાંદો
1 ટી સ્પૂન આદુ પેસ્ટ
1 લીલું મરચુ
1 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન લાલ મરચુ
1 ટી સ્પૂન જીરા પાવડર
1 ટી સ્પૂન ગરમ મસાલો
1 ટી સ્પૂન જીરૂ
1 ટી સ્પૂન વરીયાળી
1 ટી સ્પૂન આમચૂર
2 ટે સ્પૂન બારીક કાપેલી કોથમીર
2 ટે સ્પૂન બારીક કાપેલો ફુદિનો
ચપટી હિંગ
મીઠું
તેલ

લોટ માટે :

3 કપ મલ્ટિગ્રેન લોટ (અથવા ઘઉંનો લોટ )
ચપટી અજ્મૉ
મીઠું
તેલ
ઘી

રીત :

-કથરોટમા લોટ લઈને, તેમા મીઠું, અજ્મૉ અને તેલનુ મોણ નાખીને પરોઠાનો લોટ બાંધી, તેને 10 મિનિટ રેસ્ટ આપો.
-એક કડાઈમા તેલ લઇને, તેમા જીરૂ અને વરીયાળી તતળાવો, ચપટી હિઁગ નાખીને આદુની પેસ્ટ સાતળો.
-તેમા બારીક કાપેલા લીલા મરચા નાખો અને કાંદા નાખીને સાતળો.
-તેમા બાફેલા બટાટાનો માવો ઉમેરો. તેમા હળદર , મર્ચુ , ગરમ મસાલૉ અને આમચૂર તેમજ મીઠું નાખીને મિક્ષ કરો.
-તેમા બારીક કાપેલી કોથમીર અને ફુદિનો મિક્ષ કરો.
-હવે પરાઠાના લોટ માંથી, મોટા ગોરણા વાળો.
-તેને વણી, અંદર બટાટાનુ સરખુ સ્ટફ ભરીને ફરી વણીલો.( પરાઠા જાડા અને ભર્યા રાખવા)
-હવે તવી પર તેને ઘી લગાડીને ક્રીસ્પી શેકીલો.
-ગરમ પરાઠા ઉપર માખણ લગાડીને સર્વ કરો.

આ પરાઠા ફૂદિનાની દહી વાળી ચટણી સાથે સારા લાગેછે.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો….

ટીપ્પણી