તમે જાણો છો સ્માર્ટ ટીવી બનાવનાર આ બિઝનેશ વુમન વિષે???

- Advertisement -

ટીવી આજ કાલ બધાના ઘરમાં હોય જ છે. એક જમાનો હતો જયારે આખા ગામ કે શેરીમાં કોઈપણ એકના ઘરે જ ટીવી હોય અને બધા લોકો ટોળેવળીને ટીવી જોવા જાય. પણ હવે એવું નથી રહ્યું. હવે તો ઘરે ઘરે, દુકાને દુકાને ટીવી થઇ ગયા છે. ઓછું હોય તો પાછુ હવે તો સ્માર્ટ ટીવી આવે એમાં તમે ઈન્ટરનેટ ની મદદ થી online વીડિઓ પણ જોઈ શકો છો. આજે આપણે વાત કરવાના છે VU ટીવી ની CEO દેવિતા શ્રોફની.
આ મહિલાએ ટીવી અને કોમ્પ્યુટર વચ્ચેનું અંતર ખુબ ઓછુ કરી નાખ્યું છે. દેવિતા શ્રોફ એ VU ટેલીવિઝનસ કંપનીની CEO અને ડીઝાઇન હેડ છે. આજ સુધી આપડે જોતા આવ્યા છે કે જયારે જયારે કોઈ નવી ટેકનોલોજી આવી છે તો એની શરૂઆત સૌપ્રથમ વિદેશમાં થાય છે પણ દેવીતાએ VU ટીવી શોધીને સાબિત કરી બતાવ્યું છે કે આપણા દેશમાં પણ આપડે ટેકનોલોજી બનાવી શકીએ છે. આજે ફકત આપણા દેશમાં જ નહિ વિદેશમાં પણ VU ટીવી વેચાઈ રહ્યા છે.

દેવિતા મુંબઈમાં રહે છે એનું માનવું છે કે એનામાં જે બીઝનેસ કરવાની સુઝ અને સમાજ છે એ તેને તેના દાદા તરફથી મળેલા છે. તેના પિતા રાજકુમાર શ્રોફ જેનિથ કોમ્પ્યુટર ના ચેરમેન છે. દેવીતાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈ પૂરું કર્યું છે ત્યારબાદ તે વધુ આગળ ભણવા માટે વિદેશ જાય છે. ત્યાં દેવિતા બીબીએ ની ડીગ્રી મેળવે છે. દેવીતાએ સૌથી પેહલા તેના પિતાની કંપનીમાં જોડાય છે. ૨૦૦૬માં જયારે મોટાભાગની કંપનીઓ મોબાઈલ અને કોમ્પ્યુટર વચ્ચે અટવાયેલી હતી ત્યારે દેવીતાને વિચાર આવે છે કે કઈક અલગ કરવું જોઈએ અને તેના માટે દેવિતા એ ટીવી વિષે વિચાર આવ્યો.

દેવિતા એ એ સમય દરમિયાન VU ટેકનોલોજીસ નામથી ટીવીની એક નવી રેંજ માર્કેટમાં લાવી. VU ટીવી એ ટીવી અને સીપીયુ ને મળતું જળતું આવતું સ્વરૂપ છે. એ ટીવી વોટરપ્રૂફ, ડીજીટલ ફોટોફ્રેમની સાથે સાથે ટચ સ્ક્રીન પણ છે. આ ટીવી પર તમે હોટસ્ટાર અને યુટ્યુબની મદદથી વીડિઓ પણ જોઈ શકો છો. તેમની કંપની હાઈ ડેફીનેશન ટીવી પણ બનાવે છે જેને તમે એન્ડ્રોઈડ દ્વારા ચલાવી શકો છો.

૨૦૦૬ માં તેણે આની શરૂઆત કરી હતી. જેવી રીતે કોઈપણ કામમાં તરત સફળતા નથી મળતી એવી રીતે શરૂઆતમાં દેવીતાને પણ ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેના બિઝનેસને ગતિ મળે છે. ૨૦૧૫-૧૬માં VU કંપનીના લગભગ ૨ લાખ ટીવી વેચાઈ ગયા હતા, તેનું રેવેન્યુ ૨૭૫.૮ કરોડ જેટલું થાય છે. અત્યાર સુધી ૧ મિલિયન થી પણ વધુ ટીવી વેચાઈ ગયા છે. અને કંપનીનું ટર્નઓવર ૫૪૦ સુધી પોહચી ગયું છે. આખા ભારતમાં તેમના ૧૦ લાખથી વધુ કસ્ટમર છે. અને વિશ્વના ૬૦ દેશોમાં તેમના ટીવી નું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

દેવીતાએ જયારે શરૂઆત કરી ત્યારે તેની ઉમર ફક્ત ૨૪ વર્ષ ની હતી ઘણીવાર તો અમુક ડીલરો સાથે તે મળતી હતી ત્યારે તેઓ એની વાત પર વિશ્વાસ નોહતા કરતા. પણ પછી લોકોને તેની પર વિશ્વાસ થવા લાગ્યો અને તે ખુબ સારી રીતે બીઝનેસ કરવા લાગી. તેનું માનવું છે કે જે પણ કામ કરો એ મોટું કરો. તેમની કંપનીએ હમણાં જ ત્રણ નવા ટીવી બહાર પડ્યા છે જેમાં પોપસ્માર્ટ, ઓફીસસ્માર્ટ, અને પ્રીમીયમ સ્માર્ટ નો સમાવેશ કર્યો છે. ૨૦૧૬માં દેવીતાને બિઝનેશ વુમન ઓફ ધ યર નો એવોર્ડ પણ મળેલો છે.

ખુબ નાની ઉમરમાં ખુબ સારું કામ કર્યું છે. સલામ છે એ સ્ત્રીને.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

ખુબ સરસ સ્ત્રીઓએ હમેશા નવું નવું કરતુ રેહવું જોઈએ. શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી