દેવઆનંદ વિશે ના ખબર હોય તેવી વાતો જાણો – તમને ખબર છે કે એમના કાળા કોટ પહેરવા પર કોર્ટે કેમ પ્રતિબંધ મૂક્યો હતો?

- Advertisement -

ઝૂકી-ઝૂકીને ડાયલૉગ બોલવાનો ખાસ અંદાજ હોય કે પછી ફીમેલ ફૅન્સની જ વાત કેમ ન હોય, દેવ આનંદ પોતાનાં સમયમાં અન્ય એક્ટર્સ કરતા અલગ હતા. બોલીવુડમાં કેટલાય હીરો આવ્યા અને ગયા, પરંતુ એવા અમુક જ હીરો છે જેમના ચર્ચિત કિસ્સા વિશે વાત કર્યા વગર હિન્દી ફિલ્મોનો ઈતિહાસ અધૂરો છે. દેવ આનંદ પણ એવા જ સિતારાઓ માંથી એક હતા. તાજેતરમાં જ ૨૬ સપ્ટેમ્બરનાં રોજ તેમની બર્થ એનિવર્સરી હતી. તેમનો જન્મ પંજાબના ગુરદાસપુરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો.

દેવ આનંદ ૫૦-૬૦ નાં દશકનાં જાણીતા અભિનેતાઓ માંથી એક હતા. તેમનો વાત કરવાનો અંદાજ એકદમ નિરાલો હતો. તેમના રસપ્રદ કિસ્સાઓ અને જીવન વિશે અહીં વાત થઈ રહી છે, તેમાં પણ ખાસ કેમ તેમની ઉપર કાળા કોટ પહેરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવો તો આ રોમાંચક કિસ્સા વિશે ડિટેલમાં જાણીયે.

૬૦ નાં દશકમાં દેવ આનંદની ચર્ચા ખુબ રહી હતી. તેમનું આખુ નામ દેવ આનંદ ઉર્ફે ધરમદેવ પિશોરીમલ આનંદ હતુ. તેમણે નાનપણથી જ અભિનય કરવાનો શોખ હતો. જોકે ફિલ્મોમાં આવાતા પહેલા તેમણે મિલેટ્રી સેંસર ઑફિસમાં નોકરી કરી હતી. ત્યારે તેમણે પોતાનાં શોખને અનુસરતા ફિલ્મો તરફ વળાંક લીધો. હીરો તરીકે તેમણે ૧૯૪૬ માં ‘હમ એક હૈ’ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી.

પ્રૉડક્શન કંપનીની શરુઆત

એક પછી એક ફિલ્મોમાં અદ્ભૂત અદાકારી દર્શાવ્યા બાદ તેમની ફિલ્મી સફર તેજીથી આગળ વધી રહી હતી. જિદ્દી, હમસફર, બમ્બઈ કા બાબૂ, હરે રામા હરે કૃષ્ણા, મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, જ્વેલ થીફ જેવી કેટલીય ફિલ્મોમાં વન્ડર્ફુલ રોલ્સ કર્યા છે. આટલું જ નહીં તેમણે ફિલ્મ પ્રૉડક્શનનાં ક્ષેત્રમાં એક ખાસ ભૂમિકા ભજવી છે. દેવ આનંદએ ૧૯૪૯ માં પોતાની પ્રૉડક્શન કંપનીની શરુઆત કરી હતી. જેનું નામ ‘નવકેતન ફિલ્મ્સ’ રાખવામાં આવ્યું હતુ.

 

દરેક લુક એક ફેશન બની જાય

રાઈટર, ડિરેક્ટર, પ્રૉડ્યુસર અને કોમેડિયન દેવ આનંદ પોતાના સમયનાં ફેશન આયકન હતા. તેમની ફેન ફૉલોઈંગ પણ ઘણી હતી. ખાસ વાત તો એ છે કે તે દોરમાં તેઓ જે પહેરતા હતા તે એક નવી ફેશન બની જતી. છોકરીઓ પણ તેમની એક-એક અદા ઉપર મર મિટવા માટે તૈયાર રહેતી હતી. તેનું સૌથી મોટું ઉદાહરણ તેમને કાળા કોટ પહેરવા પર બૅન મૂકવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણ કંઈક આવું હતું.

એક સમયની વાત છે કે દેવ આનંદ પોતાનાં કાળા કોટને કારણે બહુ ચર્ચામાં રહ્યા હતા. કહેવાય છે કે સફેદ શર્ટ અને કાળા કોટની ફેશન તેમણે જ લોકપ્રિય બનાવી હતી. તે સમયે તેમનાં ફેન્સ તેમાં પણ ખાસ કરીને છોકરીઓ જો તેમને કાળા રંગનાં કપડાંમાં જોતી તો બધી હદ વટાવી દેતી હતી. એવા પણ ન્યૂઝ હતા કે દેવ આનંદની આ સ્ટાઈલ પર અમુક છોકરીઓ એ તો સ્યૂસાઇડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આવામાં આ મામલાને ગંભીરતાથી લેતા કોર્ટ દ્વારા દેવ આન્ંદને કાળા કોટ પહેરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

દેવ આનંદ એ શ્રેષ્ઠ અભિનય માટે એક નહીં ઘણા પુરસ્કાર મેળવ્યા છે. ફિલ્મફેયર પુરસ્કાર સિવાય તેમને ૨૦૦૧માં ભારતીય સિનેમામાં યોગદાન બદલ પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાં જ તેમને વર્ષ ૨૦૦૨ માં દાદા સાહેબ ફાલ્કે અવૉર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

સૈનિકોની ચિઠ્ઠીઓ વાંચીને ગૂજરાન કરતા

દેવ આનંદની ઑટોબાયોગ્રાફી ‘રોમાંસિંગ વિથ લાઈફ’માં વર્ણવ્યું છે કે તેઓ મુંબઈ માત્ર ૩૦ રુપિયા લઈને આવ્યા હતા, પણ જ્યારે તેમનાં રુપિયા પતવા આવ્યા ત્યારે તેમણે વિચાર્યું કે મુંબઈમાં રહેવું છે તો નોકરી કરવી જ પડશે. ઘણી મહેનત બાદ તેમને મિલેટ્રી સેંસર ઑફિસમાં ક્લર્કની નોકરી મળી, જ્યાં તેઓ સૈનિકોની ચિઠ્ઠીઓ તેમના ઘર પરીવારનાં લોકોને વાંચીને સંભળાવવાનું કામ કરતા હતા. તેમનો મહિનાનો પગાર ૧૬૫ રુપિયા હતો અને તેમાંથી ૪૫ રુપિયા પોતાનાં ઘરે ખર્ચા માટે મોકલી દેતા હતા.

 

અંગત જીવન…

જેટલા પ્રિય પોતાનાં અભિનય માટે હતા, તેનાથી વધારે દેવ આનંદ પોતાનાં અંગત જીવનને લઈને ફેમસ હતા. તેમનાં લવ અફેયરની પણ ઘણી ચર્ચા હતી. સુરૈયા દેવ આનંદનાં જીવનો પ્રથમ પ્રેમ હતો, પરંતુ અમુક તેઓ વધારે સમય સાથે ન રહી શકયા. ૨૦૦૫માં સુરૈયાનાં નિધન સમયે પણ દેવ આનંદ અંતિમ વિધીમાં સામેલ હતા. આખરે તેમનાં લગ્ન કલ્પના કાર્તિક સાથે થયા હયા, પરંતુ કોઈ કારણસર તેમની લગ્નગ્રંથી ટકી નહીં.

વાંચીને મજા આવી? જો હા, તો બીજા સાથે પણ શેર કરો

ટીપ્પણી