જયારે વિદેશ જાવ અને અંગ્રેજી ના આવડે તો જોવા જેવી થાય…

“દેશી લોકોનાં પરદેશમાં ગોટાળા”

પ્રીતીને આજે સવારથી જ ખુબ હસવું આવી રહ્યું હતું. જ્યારથી પ્રીતીનાં ફાધરઈનલો(રમણભાઈ) ઈંન્ડિયાથી અહીં ઓસ્ટ્રેલિયા આવ્યા છે. ત્યારથી રોજ પ્રીતી માટે ઘરમાં જ ગમ્મ્ત ગુલાલ જેવું મનોરંજન થયા જ કરે છે. ઓફિસ જઈ રહી છે. મોડું પણ બહું થયું અને પ્રીતી આટલું મનમાં જ કેમ હસ્યાં કરે છે. આની પહેલાં તો જો થોડું મોડું થાય કે પ્રીતી ખુબ જ ગુસ્સે થઈ જતી.

રાધેથી પુછાઈ ગયું , “ હેય, સ્વીટ હાર્ટ ! આજે આટલું લેટ? છ્તાં ફેસ પર સ્માઈલિંગ ? સુરજ બરાબર તો ઉગ્યો છે ને ?”
“અરે ! ,ડીયર જોને પપ્પાએ આજે કેવું કર્યું . મોર્નિંગમાં ‘હું’ અને ‘પપ્પા’ વોકિંગમાં ગયેલાં તો એક છોકરી ચાલતાંચાલતાં પડવા જેવી થઈ કે પોતાને સંભાળતા બોલી , “આઉચ “.
હ…..હા…..હા….,

અને પપ્પા બોલ્યા , “બેટા અત્યાર અત્યારમાં તારે પાઉચ જોઈએ છે ?”.
અને ત્યાં ઉભેલા બધાં જ પપ્પા સામે જોઈને હસવા લાગ્યાં. ને પપ્પા પોપટ બની મારી સામું જોઈને એમનું માથું પંપાળતા બોલ્યા , “ઓયે પ્રીતિ કોઈ તો લોચો માર્યો નથી ને ?….”.
હજી આ વાત પર મારું હસવું પત્યું નહતું ત્યાં તો…! હા ….હા……હા……..!
“એમ………. એટલે ત્યારે અમારા મેડમ આજે આટલાં ખુશ છે” .
ડાર્લિંગ….., “ જો તું આટલી ખુશ ર્રહે તો “હું” પણ ભગો બનવા તૈયાર”
“રાધે…. તું પણ , આવું જ બોલજે હો” .

જાનું ખરેખર હું તને ખુબ જ લવ કરું છું. તારા સિવાય મારું કોણ છે …આ પરદેશમાં.
હા , બાકી ઈન્ડિયા હોત તો …,!
તો એટલે …?
‘તો તો તારા જેવી ઓછામાં ઓછી ……,’
‘ઓછામાં ઓછી એટલે ?’
ઓછામાં ઓછી તો ખબર નહીં.., પણ હા વધારેમાં વધારે પણ “તું” એક જ હોત…!
લવ યુ પ્રીતિ….,
(ત્યાં જ એક અવાજ આવે છે.)
હેલ્લો સર,
યસ ….સે .
“ઈઝ હી યોર ફાધર ?”
“યસ ….,‘હી ઈઝ માય ફાધર’”
“બટ વોટ હેપન”

અરે ! દીકરા કશું નથી થયું , “ પ્રીતિ ઘરે આવી અને હું થોડીવાર માટે ગાર્ડન માં બેસવા ગયો . તો ત્યાં બધા યુવાન છોકરા – છોકરીઓ એમનાં પ્રેમની રીતમાં મશગુલ હતાં. આ જોઈ હું બોલ્યો , “હરી ઓમ …..હરી ઓમ……હરી ઓમમ્મ્મ………….હરીઓમમ્મ્મ….’ ને ‘ આ લોકો મારી પાસે આવ્યાં ને મને સીધું અહિંયાનું એડ્રેસ જ પૂછ્યું. અને મે કહી પણ દીધું….”
‘તો એ લોકો મને ઉચકીને સીધા અહિંયા જ મુકી ગયા, બોલો ….મને તો આ કૈ નથી સમજાતું’.

ઓકે પપ્પા ,તમે ચિંતા ન કરો. હું વાત કરું છું,“ધીસ ઈઝ માય ફાધર …બટ …વોટ હી ટોલ્ડ ઈઝ એવર ગોડઝ નેમ”.
“ઓહ હ હહ…… ઈઝ ધેટ સો ! , “વી અન્ડરસ્ટૂડ ધેટ ધેય વોન્ટ ટૂ સે hereat home here at home”.એટલે અમે એમને ઉંચકીને ઘરે મુકવા આવ્યા.”.
હા ….હા….હા…..(બધા જ એક્બીજાની સામું જોઈને ખુબ જ હસવા લાગે છે)
યાર પ્રીતિ આ ગુજરાતી ભાષા છે જ એવી કેટ કેટલાં ઉચ્ચાર અને અર્થ થઈ શકે છે. મજા આવી આજે સવારથી જ હસવાનો સુરજ ઉગ્યોલાગે છે.( બધા હસતાં હ્સતાં બધં પોત પોતાનાં કામે લાગે છે.)
પ્રીતિ અને રાધે પણ એમની જોબ પર જાય છે, “ પપ્પા અને સાંજે આવી જઈશું તમે આરામથી રહેજો”.

‘પ્રીતિ એની ઓફિસ પહોંચીને એને થયું કે પપ્પા ને ફોન કરી જોવું’
રિંગ પર રિંગ વાગે છે પણ કોઈ જ કોલ રીસીવ નથી કરતું. આ બાજુ પ્રીતિને હવે ચિંતા થવા લાગી ,‘ પપ્પા અહિંયા વાતાવરણ માટે હજી નવા નવાં છે. ઘરે થયું હશે ?’.

ત્યાં પાછો કોલ કરે છે .
સામેથી અવાજ આવ્યો, “હેલ્લો”.
હેલ્લો પપ્પા, “ હું પ્રીતિ”.
હા બેટા , “ બોલ ,તું પહોંચી ગઈ”.
“ યસ ,એવરી થીંગ ઈઝ ઓકે ? પપ્પા બધું બરાબર તો છે ને ? “
ત્યાં સામેથી જ બીજો પ્રશ્ન પૂછ્યો , “ શું બેટા ! કોણે રેવડી અને શિંગ ઓક્યા”.
હા….હા….હા…, “ કશું જ નહીં પપ્પા, બસ એમજ , સારૂં ચલો તમે જમી લે જો “ .
(સાંજે ઓફિસથી આવીને પ્રીતિ રસોઇ બનાવે છે. અને રાધે અને એનાં પપ્પા ડ્રોંઈગ રૂમમાં ટી.વી પર ન્યુઝ ‘જોઈ રહ્યાં છે.)
“પપ્પા , રાધે ચલો જમવા, તૈયાર થઈ ગયુ છે”

(બધા જમવા બેસે છે)
‘બાઈ ધ વે , આજે રસોઈ મસ્ત બની છે. રાધે એ સ્માઈલ આપતાં કહ્યું’.
“ અહિંયા બાઈ પણ આવે છે ધોવા? પણ આજે તો કોઈ બાઈ કે ફાઈ નથી આવ્યું!”, પપ્પા બોલ્યાં.
જમતાં જમતાં પણ રાધે અને પ્રીતિ ખુબ હસે છે. આ પપ્પા પણ બોલીએ શું અને એ સમજે પણ શું.

‘કાંઇ ખોટું કહ્યું?‘
“ના ના “.
(રમણભાઈ માથું ખંજવાળતાં વિચારે છે કે કંઈક હું લોચો તો કરું જ છું)
રાધે , હેય ! પ્રીતિ,‘, જેટલી તું સ્વીટ એટલી એટલી જ મસ્ત તારી રસોઈ. ધરાઈને જમ્યો’.
“એમ”
“હા ‘ કેમ તને હું ખોટું શા માટે કહું ? તું તો મારી…….”.
‘રાધે, પપ્પા એ પણ જમી લીધું લાગે છે’, પ્રીતિ એ વચ્ચે જ વાત ટાળતા બોલી.( પછી ધીમેથી યાર કંટ્રોલ પપ્પા પણ જોડે છે .ઓકે)
‘આઈ નો બેબી’, રાધે બોલ્યો..

‘ હ્મ્મ્મ્મ્મ્મ્મ..ગૂડ ‘,
‘પપ્પા હવે તમે આરામ કરો, આજે થાકી ગયા લાગો છો અમે પણ આજે સુઈ જ જશુ . પ્રીતિ એનું કામ પતાવે એટલે’, રાધે પણ થાકી ગયો હોય એમ બોલે છે.

(રમણભાઈને બિચારા આવી રીતે વિદેશમાં પહેલીવાર આવ્યાં છે. અને અમાંય પાછું આ અંગ્રેજી તો આવડે જ નહી ! એટલે એ પણ મુંઝાયા કરે મનમાં જ . પણ , હવે કરે પણ શું ? પ્રીતિનો સ્વભાવ ખુબ જ સારો અને લાગણી ભર્યો છે. એટલે મઝા આવે. બાકી આ વિદેશમાં રહેવું….! કાંકરા ચાવવા જેવી વાત થઈ ભાઈ રમણ હેંડ સુઈ જા હવે વધારે પડતું કા વિચાર ? પોતે જ પોતાના મનમાં પ્રશ્નો કરતાં સુઈ જાય છે.)
આ બાજુ રાધે અને પ્રીતિ પણ આખા દિવસ દરમ્યાન બનેલી વાતોને યાદ કરતા કરતા ખુબ જ હસી રહ્યાં છે. ચંદ્રની ચાંદનીની શિતળતામાં મીઠાં અને પ્રેમાળ સ્વપનોમાં ખોવાઈ જાય છે.

લેખક : તૃપ્તિ ત્રિવેદી

શેર કરો, અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી