દેડકાને કોણ મારે છે ?

દેડકાને પાણી ભરેલા વાસણમાં મુકો અને પાણી ગરમ કરો. જેમ જેમ પાણીનું તાપમાન વધવા લાગે છે તેમ તેમ દેડકો પોતાના શરીરનું તાપમાન જરૂરિયાત મુજબ અનુકુળ કરે છે.

દેડકો શરીરના તાપમાનને પાણીના વધતા તાપમાન સાથે અનુકુળ કરે છે. પણ જયારે પાણી ઉકળવાની શરૂઆત થાય છે ત્યારે દેડકો વધુ અનુકુળ કરી શકતો નથી. આ સમય પર દેડકો કૂદવાનું નક્કી કરે છે.

દેડકો કુદવા માટે પ્રયત્ન કરે છે પણ તે કુદી શકતો નથી કારણ કે તે ઉકળતા પાણીનાં તાપમાન સાથે અનુકુળ થતાં થતાં તેની બધી જ શક્તિ ગુમાવી દે છે. થોડા જ સમયમાં દેડકો મૃત્યુ પામે છે.

હવે અહી પ્રશ્ન એ થાય કે દેડકાને કોણ મારે છે ?

વિચારો ??

મને ખ્યાલ છે આપણામાંથી ઘણા લોકો કહેશે કે ઉકળતું પાણી ! ખરું ને ?

પણ સત્ય એ છે કે “દેડકાને મારનાર તેની પોતાની યોગ્ય સમયે કુદવાના નિર્ણય ન લેવાની અસમર્થતા હતી.”

ફ્રેન્ડસ..! આપણે આપણી આજુબાજુના લોકો અને પરિસ્થિતિ સાથે અનુકૂળ થવું પડતું હોય છે, પણ આપણને એ ખબર પણ હોવી જોઈએ કે આપણે ક્યારે અનુકૂળ થવું અને ક્યારે તે પરિસ્થિતિમાંથી કુદી જવું !.

એવો ઘણી વાર સમય આવે છે કે આપણે અમુક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને તેને અનુકુળ નિર્ણય લેવો પડે છે. આપણે લોકોને આપણો શારીરિક, માનસિક, આર્થિક કે આધ્યાત્મિક લાભ લેવા દઈએ તો એ લોકો ચાલુ જ રાખશે.

ચાલો આપણે નક્કી કરીએ કે આપણે ક્યારે કૂદકો મારવો જોઈએ. ચાલો, આપણી પાસે સામર્થ્ય છે ત્યારે જ આપણે કુદી જઈએ.

આ વાત આ સૌ ને કેવી લાગી તે કોમેન્ટ માં અચૂક જણાવજો !!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!