તમારા લીવર (યકૃત)ને કૂદરતી રીતે સાફ રાખવા માટે તમારે તમારા ડાયેટમાં આ 7 ફૂડનો સમાવેશ તો કરવો જ જોઈએ…

લીવરને કૂદરતી રીતે જ કરો ડીટોક્સિફાઇ

તમારા લીવર (યકૃત)ને કૂદરતી રીતે જ સાફ કરોઃ તમારે તમારા ડાયેટમાં આ 7 ફૂડનો સમાવેશ તો કરવો જ જોઈએ
જો તમને આંતરડા તેમજ પાચનની સમસ્યા રહેતી હોય અને તમારા દીવસો ખુબ જ થાક તેમજ આળસમાં પસાર થતા હોય તો બની શકે કે તમે તમારા યકૃત પર કંઈક વધારે પડતો જ ભાર મુકી રહ્યા હોવ. તમારા શરીરમાંના બધા જ અંગોમાં લીવર એ ખુબ જ મહત્ત્વનું અંગ છે કારણ કે તે તમારા શરીરના ઘણા બધા કામો કરે છે, તેમાંના કેટલાક છે, તમારા લોહીમાં રહેલું ઝેર બહાર કાઢવું, આલ્કોહોલનું ચયાપચય, શરીરની ચરબીનું ઉર્જામાં રુપાંતરણ કરવું, ઉત્સેચકોને સક્રિય કરવા, ચરબી, પ્રોટિન અને કાર્બોહાઇડ્રેટનું લોહીમાં નિયમન કરવું, પિત્તનું ઉત્સાર્જન અને ઉત્પાદન કરવું અને શરીરમાં મહત્ત્વના વિટામિન્સ, ખનીજ અને ગ્લાયકોજેન ને એકત્ર કરવા. ટુંકમાં, લિવર વગર આપણું શરીર કામ નહીં કરે. એકધારી યંત્રરચનાના આભારે, લિવરે ઘણા બધા પડકારોમાંથી પસાર થવું પડે છે, અને માટે જો તેની યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો તે ખુબજ સરળતાથી નુકશાન ગ્રસ્ત થાય છે. નિષ્ણાત ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, ‘લિવર તેની જાતે જ સાફ થાય છે; તેની પ્રક્રિયાની શરૂઆત મધ્યરાત્રીથી થાય છે, માટે જ કહેવામાં આવે છે કે તમારે તમારું રાત્રી ભોજન બને તેટલું વહેલું લઈ લેવું જોઈએ જેથી કરીને તમારા લીવરને આરામ મળે. કેટલાક ખોરાક ડિટોક્સીફીકેશનની પ્રક્રિયાને ઉત્તેજન પુરુ પાડે છે; તેમાં રેશાવાળો ખોરાક જેમકે પાલક, ગાજર વિગેરેનો સમાવેશ થાય છે.’ કેટલાક ન્યુટ્રીશનિસ્ટનું પણ એવું કહેવું છે કે, ‘લીવર એ એક માત્ર એવું અંગ છે જે તેની જાતે જ સાફ થાય છે. અને માટે જ આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે બધું લીવર દ્વારા ડીટોક્સીફાઈડ થઈ જાય છે; અને માટે એ મહત્ત્વનું છે કે તમે તમારા શરીરને સ્વસ્થ ખોરાક ખવડાવો જેથી કરીને તમારા લીવરને વધારે પરિશ્રમ કરવો પડે નહીં.’

તમે તમારા લીવરની સંભાળ રાખો તે ખુબ જ મહત્ત્વનું છે; હવે સમય થઈ ગયો છે કે તમે તમારા શરીરના સૌથી મહત્ત્વના તેમ છતાં સૌથી વધારે અવગણવામાં આવેલા અંગ પર ધ્યાન આપો અને તેની ક્રિયામાં સુધારો લાવો. આમ તો લિવર પોતાની જાતે જ સાફ થઈ જાય છે, પણ જો તમે ઇચ્છતા હોવ કે તે સારી રીતે સાફ થાય તો તમારે તે માટે એક વ્યવસ્થિત ડાયેટ ફોલો કરવું જોઈએ. તમે જે ખોરાક પસંદ કરો છો તે જ તમારા લિવરના કામ કરવાની રીતને નક્કી કરે છે.

આજના લેખમાં અમે તમને કેટલાક એવા ફૂડ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમને લીવર સ્વસ્છ કરવામાં મદદ કરશે અને તે પણ કૂદરતી રીતેઃ

1. લસણ
લસણમાં ચોક્કસ સલ્ફર સંયોજન હોય છે જે લીવરને આધાર આપવા તેમજ લિવરના ઉત્સેચકો કે જે શરીરમાંથી ઝેરી તત્ત્વો અને કચરો બહાર કાઢવા માટે જવાબદાર છે તેને સક્રિય રાખવા માટે ખુબ જ મહત્ત્વના છે. તેમાં સિલેનિયમ પણ હોય છે જે એક મહત્ત્વનું ખનીજ છે જે ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે.

2. લીલા પાંદડાવાળા શાકભાજી
જેટલું વધારે લીલું તેટલું જ વધારે સારું ! તમારા લીવરને કડવા અને લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી વિગેરે ખુબ પસંદ છે. તે દરેકમાં ક્લિન્ઝિંક કમ્પાઉન્ડ હોય છે. વાસ્તવમાં તે પિત્ત ઉત્સર્જનના વહેણમાં મદદ કરે છે.

3. રેશા-યુક્ત ખોરાક
તમારા ખોરાકમાં રેશા-યુક્ત ખોરાક જેમ કે સફરજન, ગાજર, ફ્લાવર, બીટ, લીલા પાંદડાવાળા શાકભાજી વિગેરેનો ઉમેરો કરવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો ઝડપથી બહાર નીકળી જાય છે અને સાથે સાથે તમારા પાચન માર્ગને પણ મદદ મળે છે.

4. લીલી ચા (ગ્રીન ટી)
લીલી ચામાં વનસ્પતિ આધારિત એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે કેટાચિન્સ તરીકે જાણીતા છે. આ સંયોજન લિવરની કામગીરીમાં તેમજ લિવરની ચરબી દૂર કરવા માટે જાણીતા છે. માટે રોજ 2-3 કપ લીલી ચા તો રોજ તમારે પી જ લેવી જોઈએ જેથી કરીને તમને સ્વસ્થ લીવર મળે.

5. હળદર
હળદર એ સ્વસ્થ લીવરને દરેક પ્રકારના લિવરના નુકસાન સામે રક્ષણ આપવા માટે તેમજ લિવરના સ્વસ્થ કોષો પુનઃઉત્પન્ન કરવા માટે સૌથી શ્રેષ્ઠ મસાલો છે. આ ઉપરાંત તે પિત્તરસના ઉત્પાદનની પ્રક્રિયા ઝડપી બનાવશે અને તેના કારણે પિત્તાશય કે જે બીજું બ્લડ-પ્યુરિફાઇંગ અંગ છે તેની કાર્યરીતીને સુધારે છે.

6. સાઇટ્રસ ફ્રૂટ્સ (લીંબુ, મોસંબી, નારંગી વિગેરે)
સાઇટ્રસ ફ્રૂટ્સ જેમ કે લીંબુ, ગ્રેપફ્રુટ, નારંગી વિગેરે વિટામિન સીથી ભરપુર હોય છે આ ઉપરાંત તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ પ્રચૂર માત્રામાં હોય છે અને આ બન્નેનું સંયોજન પાવરફૂલ લિવર-ક્લિન્ઝર તરીકે ઓળખાય છે. તે લિવર ડિટોક્સિફાઇંગ એન્ઝાઇમના ઉત્પાદનની પ્રક્રિયા પણ ગતિમાન કરે છે.

7. અખરોટ

અખરોટમાં એમિનો એસિડનું પ્રમાણ ભરપૂર હોય છે. અને આ એમિનો એસિડ લિવર ક્લિન્ઝિંગમાં મદદ કરે છે. તે ગદ્લુટાથિયોન અને ઓમેગા -3 ફેટી એસિડમાં પણ ઉચ્ચ હોય છે અને આ બન્ને તત્ત્વો લિવરને સાફ કરવામાં મદદ કરે છે. માટે તમારે રોજ એક-બે અખરોટ તો ખાઈ જ જવા જોઈએ.

તો હવે રાહ શું જોવી જો તમારે ખરેખર તમારા લિવરને સ્વસ્થ રાખવું હોય તો આજથી જ તમારા ડાયેટમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાનું ન ભૂલતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી