દવા બનાવતી કંપનીઓની અમૂક બેદરકારી કેવી ભારે પડે છે એ આજે જાણીએ…

અને……વિકૃતિ સહિત એ દસેક હજારથી વધુ બાળકોનો જન્મ થયો…!!! 😔 😔
“થેલીડોમાઇડ ટેબ્લેટ એટલે કે મગજને શાંત રાખી નિરાંતની નીંદર આવે એવી ટેબ્લેટ…”

મેં હમણાં થોડાક’દી પહેલા કોઈ ન્યૂઝપેપરમાં વાંચેલુ કે અગાઉ યુરોપમાં થયેલ થેલીડોમાઇડ જેવી દુર્ઘટના થતા સહેજમાં રહી ગયી…. એટલે થયું કે આવી કઈ દુર્ઘટના હશે..??? રેફરન્સમાં ક્યાંક થોડીક ઘણી વાત જાણેલ હતી પણ જ્યારે વિગતે જોયું ત્યારે હલબલી જવાયુ, પછી ખબર પડી કે…. દવા બનાવતી કંપનીઓની અમૂક બેદરકારી કેવી ભારે પડે….!!
ફ્લેશ બેક…… ચાલો, વીસમી સદીમાં…..!!

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી વિશ્વમાં ઔષધવિજ્ઞાન તેમજ સાયન્સ ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી હતી… જુદા જુદા રોગોને લગતી ઘણી બધી દવા શોધાતી હતી અને એવી જુદી જુદી દવાઓ બજારમાં મૂકીને ડ્રગ કંપનીઓ વચ્ચે ઘણી કોમ્પિટિશનનો ચાલતી હતી..
એવામાં જ માનસિક રીતે શાંત રાખીને પૂરતી નીંદર આવે એવી કેમી-સુએનેનથાલ નામની કંપનીએ “થેલીડોમાઇડ” નામની સિડેટિવ ટેબ્લેટ બજારમાં મૂકી… આ ટેબ્લેટ જર્મની – બ્રિટન જેવા બીજા ઘણા દેશોમાં વેચાતી થઈ ગયી. 1958 થી 1961 સુધી આ દવાનું ખૂબ વેચાણ-ઉત્પાદન થયું.

માનસિક રીતે તણાવમાં રહેતા લોકો માટે તો જરૂરિયાત થઈ ગયી હતી. બીજું એ કે ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીને પહેલા ત્રણ મહિના એમની “હેર” મુજબ માનસિક-શારીરિક રીતે વિકનેસ ઘણી અનુભવે તેથી આ ટેબ્લેટ વધુ પડતી ગર્ભવતી મહિલાઓમાં ખાસી પ્રિય બની રહી અને તેવી સ્ત્રીઓ એ જ વધુ ખાધી.. આમની આડ-અસરની તો કોઈને ખબર જ નહોતી.

છેવટે 1961 માં સપ્ટેમ્બરમાં આ ટેબ્લેટે એમનું પોત પ્રકાશ્યુ.. ગર્ભવતી સ્ત્રીઓએ લીધેલી એ ટેબ્લેટે એમના ગર્ભ ઉપર વિકૃત અસરો પડી હતી.. ગર્ભનો વિકાસ જે રીતના થવો જોઈએ એ રીતના વિકાસ નહોતો થયો અને તેના લીધે બાળકો આપણે કંપારી છૂટે તેવા જન્મ્યા… કોઈના હાથ નહોતા તો કોઈના પગ નહોતા, કોઈના હાથના પંજા ખંભામાં હતા તો કોઈના પગના તળિયા સાથળમાં …!! ફોતું જોવો, આવી રીતના વિકૃત રીતે બાળકો જન્મ્યા હતા..

આવું થવાથી આખી દુનિયામાં હાહાકાર મચી ગયો.. ગવર્મેન્ટનુ ધ્યાન દોરાણું… ન્યૂઝપેપરોમાં આવા કુરૂપ અને પાંગળા, લૂલા-ઠુઠા બાળકોના ફોટા આવવા લાગ્યા તો વધુ ઉહાપોહ થવા લાગ્યો… છેવટે ઘણું રિસર્ચ કરી તેમનું પગેરૂ આખરે શોધવામાં આવ્યું કે આ થેલીડોમાઇડ ટેબ્લેટસ જે મહિલાઓ લેતી હતી તેમને જ આવા બાળકો જન્મ્યાં હતા… જ્યારે ઉત્પાદકોનેના બાબતે ખબર પડી ત્યારે તેમને તેનું ઉત્પાદન બંધ કરી નાખ્યું અને બજારમાંથી માલ પાછો ખેંચી લીધો… ત્યાં તો જે નહોતું થવું જોઈતું એ ઘણું થઈ ગયું હતું.

બીજી તરફ, આમને લીધે ઘણા એવા પાંગળા બાળકો જન્મી ગયા હતા જેમ કે અમૂક બાળકોને તો હાથ પગ જ નહોતા, ફોતુમાં દેખાડ્યું એમ ખંભે ત્રણ આંગળીઓ, માથાનો આકાર તંબુ જેવો એવી ઘણી ખોટ-ખાપણથી જન્મ્યાં કે તેને હલનચલન કરવું તો શક્ય જ નહોતું.. આ ટેબ્લેટની આડઅસરને લીધે જુદા જુદા દેશ સહિત કુલ 10,000 થી વધુ બાળકોનો આ ટેબ્લેટનો ભોગ બન્યા હતા.. આવા બાળકોનું કરવું શું એ સવાલ, સવાલ જ બની ગયો હતો !!
આ બાબતે વૈજ્ઞાનિકો-સાયન્ટિસ્ટોએ ઘણું ખણખોદ કર્યું ત્યારે એવું તારણ આવ્યું કે થેલીડોમાઇડના કેમિકલમાં ગ્લુટામિક એસિડ અને કથાલિક એસિડનું એક સ્વરૂપ હતું એ બન્ને એસિડ ભેગા થતા તેમણે આવી ગંભીર પરિસ્થિતિ ઉભી કરી હતી.. બે દ્રવ્યો નિર્દોષ હોય પણ એ ભેગા મળીને ઘણી ઉથલપાથલ કરી નાખે એવું જ આ થેલીડોમાઇડમાં થયું હતું.

આવું થયા બાદ આ કંપની ઉપર ઘણા બધા સંખ્યાબંધ એવા દાવા થયા હતા આવું દિવસો સુધી બન્યે રાખ્યું… કંપનીના ડિરેક્ટરોનો સમય વધુ જવાથી અને કેસને વધુ પ્રસિદ્ધ મળવાથી કંપનીની પ્રતિષ્ઠા ઉપર સવાલો ઉદ્દભવાથી કંપની મેનેજમેન્ટ સમાધાન કરવા આતુર હતા.. દાવાની પતાવટ માટે છેવટે ડિરેક્ટરોએ 10 કરોડ માર્ક જેટલી રકમ ચૂકવવાની તૈયારી બતાવી..
પણ…..!! ગમે એટલે રૂપિયા હોય જન્મથી જ જે લોકો આવો ભોગ બન્યા હોય એણે એમની આવું ઓછપ ઓછી કરવા માટે રૂપિયાની કોઈ ઔકાત જ નથી…

એ બાળકો તો હવે વૃદ્ધ થઈ ગયા હશે અને ઘણા એવા પણ છે કે એમની સ્ટોરીઓ ઘણાને inspire કરી દે બત એ સમયે આ કંપનીની ભૂલ ફક્ત એ જ હતી કે તેમને આ દવાનું પરીક્ષણ ‘ના’ કર્યું અને આ દવા બજારમાં ચાલી ગયી… આ બેદરકારી જો ના દાખવી હોત તો હજારો માં-બાપોની મનોવ્યથા અને એમનો ભોગ બનેલા બાળકોની પંગુતા ટાળી શકાઈ હોત..

આ દવા 1951 માં બની હતી જ્યારે દવાના મેન્યુફેક્ચરિંગ અને પરીક્ષણો માટે બહુ કાયદા-કાનૂન નહોતા.. હાલ આ કંપનીનું નામ ગ્રુનેનથોલ છે કંપનીએ ત્યારે આને એક દુર્ઘટના જ ગણી હતી.. આ બધા પછી હમણાં Dt : 01/09/2012 એ માફી માંગી… અને એમનો વેબ પર લખેલું કે “પીડિતો એમની માં અને પરિવાર ની માટે ખૂબ દુઃખ અને ઉંડી સંવેદનાઓ, અમે તમારી પાસે માફી માંગીએ છીએ કે અમે 50 વર્ષ સુધી માનવીયસ્તર પર કોઈ વાતચીત ના કરી અને અમે ચૂપ રહ્યા”

સંકલન : અશ્વિની ઠક્કર

સાભાર : નટખટભાઈ

દરરોજ આવી અનેક જાણી અજાણી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી