“ડેટ્સ મૅજિક”

“ડેટ્સ મૅજિક”

સામગ્રી :

અડધો કપ પિસ્તાં ઝીણા ટુકડામાં સમારેલાં (રોસ્ટેડ),
૪૦-૫૦ મોટી સાઇઝની ખજૂર,
૧/૪ કપ હની અથવા મેપલ સિરપ અથવા સાકરનો પાક અથવા ચ્યવનપ્રાશ (નટ્સ સાથે),

રીત :

એક પૅનમાં મધ (હની અથવા મેપલ સિરપ)ને ગરમ કરવું. એમાં પિસ્તાંના ટુકડાને મિક્સ કરી કુક કરી લેવું. ઠંડું કરવું. આ મિશ્રણને ખજૂરમાં સ્ટફ કરી ઠંડું સર્વ કરવું.

નોંધ :

મિક્સ ડ્રાયફૂટસને રોસ્ટ કરી લેવા. એમાં ચ્યવનપ્રાશ મિક્સ કરી એને ખજૂરમાં સ્ટફ કરી શકાય. ડ્રાયફ્રૂટ્સવાળો ખજૂરપાક બનાવીને ખજૂરમાં સ્ટફ કરી સર્વ કરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી