દશમાનું રીઝલ્ટ

ઘરમાં કોઈ હતું નહી,પતી બે દીકરીઓ ને લઈને બહાર ગયેલો, એ બીલકુલ ફ્રી હતી. એણે ફ્રીઝ ઉપર ચાર્જીંગમાં મુકેલો ફોન હાથમાં લીધો. કોન્ટેકમાં જઈ ને એક નંબર સોધવા સર્ચમાં પપ્પા લખ્યું.

એ નામ અને નંબર જોતાંજ એક અજીબ ચમક આંખોમાં,અને મો ઉપર હળવાશ આવી. નંબર લગાવી એણે વાત શરુ કરી.
કેમ છો પપ્પા? ઢબુડી નું દશમાનું રીઝલ્ટ આવી ગયું 92% આવ્યા, હવે અગીયાર સાયંન્સ કરવાનું કહેછે, આજે મમ્મીનો ફોન આવેલો એ પણ મઝામાં છે, અને એક ખુશ ખબર, નાના ભાઈ ઘર્મેશની પત્ની જીગુ ને સારા દીવસો જાય છે.

નાની બહેન મિત્તલ આ વેકેસનમાં મારા ઘરે બે દીવસ રોકાવા આવવાની છે, અનીલકુમાર ને જોબમાં શાંન્તી છે, એ ઢબુડી અને ટીનીને લૈને હમણાંજ બહાર ગયા, મારી ચીંન્તા ન કરશો.

હું હવે રડતી નથી….

કોઈ આવ્યું ચલો ફોન કટ કરું છું ફરી વાત કરીસ. અચાનક ઘરમાં આવેલા પતી અને બે દીકરીઓ એ જોયું કે અમને જોઈ હાંફળા ફાંફળા થઈ ને મમ્મીએ કોલ કટ કર્યો.

પતીએ એણે ફ્રીઝ પર મુકેલો મોબાઈલ હાથમાં લીધો, પછી કોલ લીસ્ટ ખોલીને લાસ્ટ કોલ જોયો… પપ્પા…. એણે રી ડાયલ કર્યો, સામેથી અવાજ હતો .. આ નંબર અસ્તિત્વમાં નથી.

પતીએ મોટી દીકરીને ફોન આપ્યો….

એણે સ્ક્રીન પર નજર ફેવરીને એની મમ્મીને કહ્યું, “મમ્મા છ મહીના થયા તું ક્યારે સ્વીકારીશ કે નાના હવે આ દુનીયામાં નથી”!!

એની આંખમાં આંસું હતાં… માંડ માંડ બોલી “મે સ્વીકારીજ લીધું છે, પણ આતો તારુ રીઝલ્ટ આવ્યું એટલે થયું લાવ પપ્પાને જણાંવી દઉ”!!!

લેખક – અનીલ કુમાર ચૌહાણ

ટીપ્પણી