1,000 વાછરડાંની મા કહેવાય છે આ જર્મન મહિલા, આ કારણથી છોડવું પડશે ભારત..!!

છેલ્લા 40 વર્થથી અહીં હજારો અસહાય ગાવોની સેવા કરી રહેલી જર્મન મુળની મહિલા સુદેવી દાસીને તેનો ગૌપ્રેમ છોડવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. કારણ માત્ર એટલું છે કે, તેના વિઝાની મુદ્દત પુરી થવા આવી છે. વીઝાની મુદ્દત વધારવા માટે સુદેવીએ સરકારી ઓફિસના ઘણાં આટાં-ફેરા કર્યા પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. હવે કંટાળીને સુદેવીએ સ્થાનિક સાંસદ હેમા માલિની પાસે મદદ માગી છે.સુદેવીએ વિઝા એક્સટેન્શન માટે મથુરાના સાંસદ હેમા માલિનીની મદદ માગી છે. સાંસદ હેમા માલિનીએ સુદેવીને આશ્વાસન આપ્યું છે કે, તેઓ વિઝા એક્સટેન્શન માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને વાત કરશે. તે સાથે જ સાંસદે તેમની ગૌસેવાના વખાણ કરતા કહ્યું છે કે, ભારતીયોએ પણ તેમની પાસેથી શીખ લેવી જોઈએ.વિદેશી મહિલા સુદેવીનો જન્મ 2 માર્ચ 1958માં જર્મન શહેરમાં થયો હતો. તેનું અસલી નામ ફ્રેડરિકઈરિન બ્રુનિગ છે. 1972માં જર્મનથી ભારત ફરવા આવેલી હતી. અહીં ફરવા દરમિયાન તેણે રસ્તા ઉપર ઘણી ફરતી, તડપતી, ભુખી-તરસી ગાયો જોઈ હતી. આ જોઈને તેને ઘણી તકલીફ થઈ હતી. ત્યારપછી તેણે રસ્તા ઉપર ફરતી ગાયોની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો. સુદેવીએ કૌનહાઈ ગામમાં 5 વીધા જમીન ભાડે લઈને રસ્તા ઉપરજ અસાહય અને બીમાર ગાયોનો આશ્રમ અને ગૌસેવા શરૂ કરી દીધી હતી.

59 વર્ષની ફ્રિયેડરિકઇરિના બ્રૂનિંગ જર્મનીથી ભારત ફરવા આવી હતી. તે મથુરામાં એક ગુરુને મળવા આવી હતી જેથી તેમને તેમની લાઇફનો કોઇ હેતુ મળી રહે. ત્યારે તેઓએ રસ્તા પર બેઠેલી ગાયોને જોઇ. તેમને ખ્યાલ આવ્યો કે જ્યારે આ ગાયો દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે માલિકો તેને રસ્તા પર છોડી દે છે. આ વાતથી દુઃખી થઇને બ્રૂનિંગે ભારતમાં રહીને આ ગાયોની સેવા કરવાનું નક્કી કર્યું. બ્રૂનિંગે આવારા અને રસ્તા પર ફરતી ગાયોની સેવા કરવા માટે સુરભિ ગૌસેવાનિકેતનની શરૂઆત કરી. આજે અહીં લગભગ 1300 ગાયો રહે છે. તેમાં બીમાર ગાયોનો ઇલાજ કરાય છે અને તેમની સેવા પણ કરવામાં આવે છે.

આ નિકેતનમાં લગભગ 60 લોકો કામ કરે છે. તેમને પગાર આપવા સિવાય નિકેતનની દેખરેખ માટે 22 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. બ્રૂનિંગના પિતા જર્મનીથી તેમને રૂપિયા મોકલતા પણ હવે તે રિટાયર થયા છે. એવામાં બ્રૂનિંગ જર્મનીમાં પોતાની થોડી પ્રોપર્ટી વેચીને આ નિકેતનમાં ગાયોની સેવા કરી રહી છે. પણ હવે વીઝાની સમસ્યાના કારણે તેમને મુશ્કેલી આવી રહી છે. હાલમાં બ્રૂનિંગ પણ ગાયોની સેવામાં જોડાયેલી છે.

તો હવે રસ્તા મા ક્યાંય ગાય ને જૂઓ તો આ વિદેશી ગોરી રાધા ને યાદ કરી એ ગાય ને ડંગોરો લઇ ને મારવા ની જગ્યા એ કટકો રોટલી આપી માણસાઇ જરુરથી બતાવજો.

લેખન : દર્શિતા પટેલ

સૌજન્ય : ચટાકો

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block