દરેક સ્ત્રીની એ પાંચ દિવસની તકલીફ હવે થશે દુર…

મહિનામાં એક સમય એવો આવે જ છે જ્યારે આપણે શારીરિક તેમજ માનસિક રીતે અસ્વસ્થ થઈ જતાં હોઈએ જેમ કે ચીડ ચડતી હોય, દુઃખાવો થતો હોય, પેટ ફુલી જતું હોય, વિવિધ લાલસાઓ થવી અને તે સીવાય બીજું પણ ઘણું થતું હોય છે. મહિનાઓ તેમજ વર્ષોથી આ સ્થિતિને આપણે ભોગવતા આવ્યા હોવાથી મહિનાનો અમુક ચોક્કસ સમય તો આપણે સાવજ જાણે નિષ્ક્રિય થઈ જતાં હોઈએ તેવું લાગે છે.

પણ આપણી દર મહિનાની આ સમસ્યા જ્યાં સુધી મેનોપોઝમાં નહીં આવીએ ત્યાં સુધી તેની તે જ રહેવાની છે. માટે આપણે તેની રાહ જોઈને બેસી નથી રહેવાનું પણ એવું કંઈક કરવાનું છે કે દર મિહને ઉભી થતી આ અસ્વસ્થતાને આપણે દૂર કરી શકીએ અથવા તો કમસે કમ ઘટાડી શકીએ.
અહીં અમે તમને કેટલાક નુસખાઓ જણાવ્યા છે જે તમને તમારી માસિક દરમિયાનની કાયમિ સમસ્યાઓ સામે તમને ઘણા અંશે રાહત આપી શકે છે.
1. હુંફાળા પાણીથી સ્નાન કરવું


હુંફાળા પાણીથી સ્નાન કરવું એ માસિક દરમિયાન થતી પીડા માટે ઉત્તમ ઉપાય છે. હુંફ તમારા પેટ તેમજ યોનિના સ્નાયુઓને રિલેક્સ કરશે. જેથી કરીને તમને તમારા દુઃખાવામાં થોડી રાહત મળશે, આ ઉપરાંત હુંફાળા પાણીના સ્નાન બાદ, તમે સ્વચ્છતા અને તાજગી અનુભવશો. પણ યાદ રાખો કે તમારે વધારે પડતાં ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં કારણ કે તેનાથી વધારે રક્તસ્ત્રાવ થવાની શક્યતા રહેલી છે.

2. કમ્ફર્ટ પીલ્સ

સામાન્ય રીતે અવારનવાર દવાઓ લેવી તે કંઈ સારો ઉપાય નથી, તેમ છતાં તમારે કેટલીક દવાઓ તમારી પાસે રાખવી જ જોઈએ. જેથી કરીને તમારો માસિકનો દુઃખાવો જ્યારે અસહ્ય બની જાય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો, ખાસ કરીને ત્યારે જ્યારે તમારે કોઈ મહત્ત્વની મિટિંગ કે કામ માટે જવાનું હોય. હેવિ બ્લિડિંગના દિવસોમાં તમારા દુઃખાવાને ઘટાડવામાં આ દવા મદદરૂપ રહે છે.
3. સેનેટરી નેપકિનનો સ્ટોક તૈયાર રાખો


તમે પિરિયડમાં નિયમિત થતાં હોવ કે ન થતાં હોવ તમારે હંમેશા સેનેટરિ નેપ્કિનનો પુરવઠો જાળવી રાખવો જોઈએ, કમસે કમ તમારે તમારા પર્સ માં એક-બે નેપ્કિન તો રાખવા જ જોઈએ. તે તમને તૈયાર રાખશે અને તમે અનિચ્છનિય રીતે શરમમાં નહીં મુકાઓ.
4. યોગ્ય પેડ


માસિક દરમિયાન તમે યોગ્ય પેડ વાપરો તે ખુબ જ મહત્ત્વનું છે. હેવિ બ્લિડિંગના દિવસે, તમારે પાતળું છતાં વધારે શોષિ શકે તેવા અલ્ટ્રા-પેડનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા પિરિયડ આરામદાયક અને સાવધાનીપૂર્વક પસાર થશે. જો કોઈની ત્વચા સંવેદનશીલ હોય તો તેમણે કોટન કવરવાળા પેડનો ઉપયોગ કરવો જોઈએ. પોતાની ત્વચાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પેડની પસંદગી કરવી જોઈએ.
5. મીઠાનું સેવન ઓછું કરવું

પેટ ફુલવાની સમસ્યામાં મીઠું એ મહત્ત્વનો ભાગ ભજવે છે. જંક ફુડ અને પેકેજ્ડ સ્નેક્સમાં વધારે પ્રમાણમાં મીઠું હોય છે. પિરિયડ પહેલાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર સારા એવા પ્રમાણમાં વધે છે, અને તેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ વધે છે. મીઠાનું વધારે પડતું પ્રમાણ આ સમસ્યામાં વધારો કરે છે. માટે શરીર ફુલી ન જાય તે માટે તમારે મીઠાનું પ્રમાણ ઘટાડવું જ પડશે.
6. આલ્કોહોલના સેવનના પ્રમાણને ઘટાડો

ફરીવાર યાદ દેવડાવું કે આલ્કોહોલ એ એક એવી ચીજ છે કે જે શરીરમાં એસ્ટ્રોજનોના પ્રમાણને વધારી શકે. ભલે તેનું સેવન વિવિધ પ્રકારની માનસિક તાણોમાંથી થોડા સમય માટે રાહત આપતું હોય પરંતુ તેના વડે આ ક્રિયાનું ચક્ર અનિયમિત બની શકે. અમુક નિયત પ્રમાણ કરતાં વધારે પ્રમાણમાં સેવન કરવાની ક્રિયા માસિક સ્ત્રાવ પહેલાંનાં લક્ષણોને ઓર વકરાવે છે. તેનાથી હતાશા અને ઘેનનો અનુભવ થાય છે, થાક અનુભવાય છે અને માથાનો તીવ્ર દુઃખાવો પણ થાય છે.
7. તૈયાર રહો


પિરિયડ જ્યારે પુરા થાય છે ત્યારે આપણે આનંદિત થઈ ઉઠીએ છીએ, પણ પછીના મહિનાના પિરિયડ દરમિયાનની અસ્વસ્થતા માટે આપણે આપણી જાતને તૈયાર કરી લેવી જોઈએ. તે માટે તમારે પુરતી ઉંઘ લેવાની છે, યોગ્ય ખોરાક લેવાનો છે, નિયમિત વ્યાયામ કરવાનો છે અને એક સંતુલિત જીવશૈલી અપનાવવાની છે. એવું નથી કે તે જતાં જ રહ્યા છે. નેક્સ્ટ મહિને પિરિયડ ફરી પાછા ક્યારે આવશે તેનો જો તમને અંદાજો ન હોય તો તમે તે માટે ટેક્નેલોજિનો આધાર લઈ શકો છો જે તમને તમારા માસિકના દિવસો ટ્રેક કરી આપશે જેથી કરીને તમે તે માટે તૈયાર રહો.
8. વોર્ડરૉબ


ઘણી બધી સ્ત્રીઓ પિરિયડ દરમિયાન હળવા રંગના કપડા પહેલવાનું ટાળે છે, પણ તેવો કોઈ જ નિયમ નથી. જો તમે તમારા બ્લિડિંગની તિવ્રતાને ધ્યાનમાં રાખીને યોગ્ય પેડની પસંદગી કરશો, તો તમે કોઈ પણ પ્રકારના રંગ, કાપડ ના વસ્ત્રો નિશ્ચિંત થઈને પહેરી શકશો. પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે ઓર્ગેનિક ફેબ્રિકના ઢીલાં કપડા પહેરવા જેથી કરીને તમે કમ્ફર્ટેબલ રહી શકો. આ ઉપરાંત તમારે એવા કપડા પહેરવાના છે જે તમે સરળતાથી બદલી શકો અને તમે તેને મેનેજ કરી શકો.
9. હળવો વ્યાયામ


પિરિડય દરમિયાન થાક લાગવો અને અકળામણ થવી તે સ્વાભાવિક છે. પણ કેટલાક નિષ્ણાતોનું એવું કહેવું છે કે કેટલીક હળવી કસરતો તમારા માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે લાભપ્રદ રહે છે. કસરત કરવાથી તમારું શરીર એન્ડોર્ફિન્સ નામનું તત્ત્વ છોડે છે, જે તમારા શરીરનું એક કુદરતી પેઇનકિલર છે અને માટે તમને દુઃખાવામાં રાહત મળે છે. તે અવરોધોના લક્ષણો દૂર કરે છે અને તમારા મિજાજને હળવો બનાવે છે. કેટલાક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે વ્યાયામ પિરિયડના દિવસો તેમજ તેની તિવ્રતામાં ઘટાડો કરવામાં મદદ કરે છે. તેમ છતાં જો તમે વધારે પડતા જ અસ્વસ્થ રહેતા હોવ તો તમારે પુરતો આરામ લેવો જોઈએ.
10. તમે ઇચ્છો તેમ કરો


પિરિયડ દરમિયાન તમારું શરીર અસ્વસ્થ રહેતું હોય, તો પછી તમારે કામમાંથી થોડો બ્રેક લઈ આરામ કરવો જોઈએ અને તમારું ધ્યાન આ બધી જ અસ્વસ્થતા પરથી હટે તે માટે તમારે કંઈક કરવું જોઈએ, જેમ કે શાંત જગ્યાએ લટાર મારવી, ચલચિત્રો જોવા, તમારા ગમતા ટીવી શોઝ જોવા કે પછી તમારું મનગમતું પુસ્તક વાંચવું જોઈએ.
કોઈ પણ કુદરતી પરિવર્તનો જે તમારા શરીરમાં થતાં હોય છે તે કેટલીક આડ-અસરો સાથે લાવતા જ હોય છે, જેમાં માસિકચક્ર કંઈ અલગ નથી. પણ કેટલાક યોગ્ય પગલા લઈ તમે તમારા આ પીડાદાયક દિવસોને હળવા તેમજ માણવાલાયક બનાવી શકો છો. માટે ઉપર જણાવેલા નુસખાઓ અજમાવો અને તમારા આ દિવસોને એન્જોય કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરો અવનવી અને ઉપયોગી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block