દરેક સ્ત્રી ક્યારેક તો કહે જ છે, અરે! યાર આ એકની એક લાઈફ સ્ટાઈલથી હું કંટાળી ગઈ છું, લાઈફમાં કંઈ મજા જ નથી આવતી!!

સ્નેહાએ આજે સવાર મળી સવારમાં ગુસ્સાથી તેનાં હસબન્ડ સુશ્રુતને કહ્યું, હવે હું કંટાળી ગઈ છું, થાકી જવાય છે આ લાઈફથી. સવારે ઉઠો ત્યારથી રાત્રે સૂવો ત્યાં સુધી બસ કામ કામ ને કામ…. છોકરાની જવાબદારી, ટિફિન બનાવો, સ્કૂલ મોકલો, ઘર સંભાળો…

બસ હવે હું તો કંટાળી ગઈ છું લગ્નનાં ૭વર્ષથી આ એક ડ્યુટી… અને તું હમણાંથી જોબમાં એટલો બિઝી રહે છે કે તને મારી સાથે કલાક બેસવાનો પણ સમય નથી. પાછી હમણાંથી ફાઈનાન્શીયલ પોઝિશન એવી થઈ ગઈ છે કે બહાર ટૂર પર જવું હોય તો પણ ના જવાય… રડતાં રડતાં સ્નેહાએ સુશ્રુતને કહ્યું

થાકી ગઈ છું હું આ લાઈફથી, મારે પણ સારી લાઈફ જીવવી છે સુશ્રુત ખૂબ સમજદાર હતો, તેણે સ્નેહાના આંસુ લૂંછતા કહ્યું બેસ અહિંયા, લે પહેલાં પાણી પી…. શાંત થા… બોલ તારે કેવી લાઈફ જીવવી છે સુશ્રુતે સ્નેહાને કીધું

કેવી એટલે શું?? આમ લાઈફમાં મજા આવવી જોઈએ… આ તો સાવ નિરસ લાઈફ છે.. સ્નેહાએ કહ્યું

સ્નેહા મેરેજ પહેલાં તું જોબ કરતી તી, કેવલનાં જન્મ પછી તે જ કીધું કે તારે જોબ નથી કરવી, જોબમાં થાકી જવાય છે એ લાઈફથી કંટાળો આવે છે. અને તું કેવલને તારો પૂરો સમય આપવા ઈચ્છતી હતી… બરાબરને… સુશ્રુતે સ્નેહાના હાથ પકડતાં કહ્યું …

હા, બરાબર પણ આ લાઈફથી હું કંટાળી ગઈ છું, મારે કંઈક કરવું છે, સ્નેહાને કહ્યું

એક કામ કર અત્યારે મારે ઓફિસ જવાનું મોડું થઈ ગયું છે, હું નીકળું છું. તું વિચારીને રાખ તારે શું કરવું છે. રાત્રે આવીને આપણે વાત કરીશું… હાથમાં બેગ લઈ સુશ્રુત ઓફિસ જવા રવાનાં થયો

ઓફિસમાં પહોંચતા જ બોસ સુશ્રુત પર ત્રાટ્ક્યા.. આ શું… તમે કેવું વર્ક કર્યું છે?? ઓફિસ લેટ આવ્યા, તમને જવાબદારીનું ભાન છે કે નહીં?? એક કામ કરો જો આવી રીતે લેટ આવવાનું હોય તો કાલથી ઓફિસ ના આવતાં …
સોરી.. સર!!! Next Time આવું નહિ થાય કહી સુશ્રુત કૈબિનમાં વર્ક કરવા ગયો

રાત્રે ઓફિસથી ઘેર આવ્યો ત્યારે સ્નેહા ખૂબ ખુશ દેખાતી હતી, સ્નેહાનાં ચહેરા પર ખુશી જોઈ સુશ્રુત ખૂબ ખુશ થઈ ગયો અને સ્નેહાને કહ્યું બોલ શું વાત છે??? .

ત્યારે સ્નેહાએ કહ્યું સુશ્રુત આઈ એમ સોરી… મને ખબર છે કે તમે પણ ક્યારેક જોબના બર્ડનથી, જવાબદારીથી થાકી જાવ છો પણ તમે મને ક્યારેય નથી કહ્યું . .

અરે ગાંડી! તને કોણે કીધું હું થાકી ગયો છું એમ સુશ્રુતે કહ્યું .
આજે ઓફિસ જવામાં મોડું થતાં તમે ટિફિન ભૂલી ગયા તા, હું તમારી પાછળ તમને ટિફિન આપવા આવી ત્યારે તમારા બોસ તમારી પર ગુસ્સો કરી તમારું અપમાન કરતાં હતાં અને એ જોઈ હું ત્યાંથી ચાલી ગઈ, પણ તમે ક્યારેય મને એ વિશે વાત નથી કરી. અમારાં માટે બીજાનાં અપમાન પણ તમે સહન કર્યા છે. અમારાં બધા સપના પૂરા કરવાનાં તમે પ્રયત્નો કર્યા છે.

સુશ્રુત મેં નક્કી કર્યું છે હવેથી હું જોબ કરીશ અને સાથે એક સારી હાઉસ વાઇફ પણ બનીશ. હું મારી જવાબદારી નિભાવીશ. હું લાઈફથી કંટાળીશ નહીં. આપણે સારી લાઈફ જીવીએ જ છીએ પણ ખબર નહીં હું ક્યા સપનામાં રાચતી હતી અને નર્વસ રહેતી હતી.

માણસની ઈચ્છાઓ નો કોઈ અંત જ નથી એ મને સમજાઈ ગયું છે અને ઈચ્છા પૂરી કરવા મહેનત પણ કરવી પડે…. એમ સ્નેહા એ સુશ્રુત ને કહેતા જ બંને એકબીજાને ભેટ પડ્યા…

લેખક : પંકિતા ગિરીશ ભાઈ શાહ (માં – બાપને ભૂલશો નહીં)

જો આપ પંકિતા બેન ન વાત સાથે સહમત હો તો આ પોસ્ટ શેર કરજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block