દરબારી કોફતા કરી

દરબારી કોફતા કરી બનાવવા માટે જોઇશે.

કોફતા બનાવવા માટે જોઇશે.

ક્રશ કરેલી ચણાની દાળ જરૂરમૂજબ
બાફેલા બટાકા 50 ગ્રામ
છીણેલું પનીર 50 ગ્રામ
કાજૂના ટુકડા 2 ટે.સ્પૂન
આદું મરચાં લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
ધાણાજીરું 1 ટે.સ્પૂન
હળદળ ચપટી
લાલ મરચું 1 ટે.સ્પૂન
કોપરાનું છીણ 3 ટે.સ્પૂન
કોર્નફલોર જરૂરમૂજબ

કરી બનાવવા માટે જોઇશે.

તેલ 3 ટે.સ્પૂન
જીરું 1 ટે.સ્પૂન
મરી 2 નંગ
લવીંગ 2 નંગ
સૂકા લાલ મરચાં 2 નંગ
તજ 1 નંગ
તમાલપત્ર 2 નંગ
ડુંગળીની પેસ્ટ 1/2 બાઉલ
ટમેટો પ્યુરી 1 કપ
આદું મરચાં લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
ધાણાજીરું 1 ટે.સ્પૂન
હળદળ ચપટી
ગરમ મસાલો 1 ટે.સ્પૂન
લાલ મરચું પાઉડર 1 ટે.સ્પૂન
કોપરાનું છીણ જરૂરમૂજબ
મોળો માવો 50 ગ્રામ
કાજૂના ટુકડા જરૂરમૂજબ
દહીં 4 ટે.સ્પૂન

ગાર્નીશીંગ માટે જોઇશે.

ચીઝ
કોથમીર

દરબારી કોફતા કરી બનાવવાની રીત.

કોફતા બનાવવા માટે સૌ પ્રથમ બાઉલમાં ક્રશ કરેલી ચણાની દાળ, બાફેલા બટાકા, છીણેલું પનીર, કાજુના ટુકડા, આદું મરચાં ની પેસ્ટ,મીઠું ,ધાણાજીરું ,હળદળ,લાલ મરચું ,કોપરાનું છીણ અને કોર્નફલોર ઉમેરી મિકસ કરી લો.
પછી મિશ્રણના બોલ્સ વાળી લો.

ત્યારબાદ બોલ્સ ને ડીપફ્રાય કરી પ્લેટમાં લઇ લો. હવે અન્ય એક પેનમાં જીરું, મરી, લવીંગ, સૂકા લાલ મરચાં,તજ, તમાલપત્ર, અને ડુંગળી પેસ્ટ ઉમેરી સાંતળી લો.

પછી ટમેટો પ્યુરી ઉમેરી ચઢવા દો. ત્યારબાદ આદું મરચાંની પેસ્ટ, મીઠૂં, ધાણાજીરું, હળદળ, ગરમ મસાલો, અને લાલ મરચું અને પાણી ઉમેરી મિકસ કરો.

હવે કોપરાનું છીણ, મોળો માવો, કાજુના ટુકડા,દહીં અને જરૂર મૂજબ પાણી ઉમેરી થોડીવાર ચઢવા દો. હવે કોફતાને સર્વિગ પ્લેટમા લઇ ઉપરથી કરી ઉમેરો. પછી ચીઝ અને કોથમીર થી ગાર્નિસ કરી સર્વ કરો. તો તૈયાર છે.
દરબારી કોફતા કરી.

 

ટીપ્પણી