નવરાત્રીનો છેલ્લો દિવસ યુવાન હૈયાઓ કેવીરીતે વિતાવે છે એકબીજા સાથે સમય… ખુબ સુંદર વાર્તા…

-: દાંડયા ડેટ :-

ગરબાના મેદાનમા રંગબેરંગી લાઇટો, ગરબાના સંગીતના તાલે ઝબકી રહી હતી, આ અલગ અલગ કલરની લાઇટોના ઝબકારા કાળી રાતને કલરફુલ કેનવાસ બનાવી રહી હતી. સંગીતના સુરીલા સુર, આ રાતનુ નુર વધારી રહ્યા હતા.

ખૈલેયાઓ પુરે પુરા જોશથી,હોંશથી,લયતાલથી ગરબે ઝુમી રહ્યા છે.

“યાર,મને ખુબ તરસ લાગી છે,મારે પાણી પીવુ છે “દાંડીયાને અલગ અલગ હાથમા પકડીને ઉભેલી પ્રાંચીએ પરીમલને કહ્યુ.
“થોડીવારમા,તરસ લાગી ગઇ કે થાકી ગઇ?”પરીમલે પ્રાંચીની નજર સાથે તેની નજરનો તાલ મિલાવતા કહ્યુ.
“પ્લીઝ યાર, હુ થાકી નથી,મને ખરેખર તરસ લાગી છે,મારી ચણીયાચોળી પણ પરસેવાથી રેબઝેબ થઇ ગઈ છે,એટલે કહુ છુ કે મને તરસ લાગી છે,મારુ ગળુ પણ સુકાઇ ગયુ છે.”ગળા ઉપર હાથ ફેરવતા અને ઉધરસ ખાતા પ્રાંચીએ પરીમલને જવાબ આપ્યો.

“જો મારું કુરતુ પણ પરસેવાથી પલળી ગયુ છે,તો પણ મને તો તરસ નથી લાગી”પરસેવાથી પલળેલો વાહો પ્રાંચીને બતાવતા પરીમલ બોલ્યો .
“પ્લીઝ પરીમલ,તુ મસ્તી ના કર,મારે પાણી પીવુ છે,ચાલને જલ્દી ” પ્રાંચી પરીમલનો હાથ પોતાના હાથમા લઇને પાણીના સ્ટોલ તરફ ચાલતી થાય છે.
“લે આ મારા દાંડીયા પકડ,અહી ઉભો રહે હુ આવુ છુ ” પ્રાંચીએ પોતાના દાંડીયા પરીમલના હાથમા મુકતા કહ્યુ.
“એ..હેલ્લો,મને એકલો મુકીને તુ કયા જાય છે ?”પરીમલે પ્રાંચી ને રોકતા બોલ્યો.

“હુ વોશરૂમ જાવ છુ,આવુ છે તારે ” પ્રાંચીએ પરીમલને જવાબ આપ્યો.
“ઓહ….નો….સોરી,યાર “પરીમલે પોતાના ચહેરા પરનો પરસેવો લુસતા કહ્યુ.
“ચાલ..આપણે પાણી પીવા જઇએ ” પ્રાંચીએ પરીમલના હાથને પોતાના હાથમા પકડતા,પરીમલને કહ્યુ.
“હા….જઇએ ચાલ “એમ કહેતો પરીમલ પ્રાંચી સાથે ચાલવા માડયો.
“પાણી નથી પીવુ,આપણે માજા પીયે?બરાબર “પરીમલે કોલ્ડડ્રીંક્સના સ્ટોલ પર પહોંચતા પ્રાંચીને કહ્યુ.

“હમમમ…..ના કોકાકોલા પીયે “ફ્રીઝમા રહેલા કોલ્ડડ્રીંક્સ પર નજર મારતા પ્રાંચીએ પરીમલને જવાબ આપ્યો.
“ઓકે…એક કોકાકોલા દોના ભાઇ “પરીમલે સ્ટોલ વાળાને કહ્યુ.
“કિતને પૈસે હુવે?”પરીમલે પોતાના વોલેટ માથી સો રૂપિયા કાઢતા સ્ટોલ વાળાને પુછ્યુ.
“પચાસ રૂપિયા હુવા “સો ની નોટ લઇને પચાસની નોટ પરીમલને પાછી આપતા સ્ટોલ વાળો બોલ્યો .

“બીજું કંઇ લેવુ છે તારે ?”પચાસની નોટ પાછી લેતા પરીમલે પ્રાંચીને પુછ્યુ.
“ના….કંઇ નથી લેવું ” પ્રાંચીએ કોકાકોલાની બોટલ કાઉન્ટર પરથી ઉઠાવતા પરીમલને જવાબ આપ્યો.
“પીઝા…યમમમમી તુ ખાવાની?”પીઝા સ્ટોલ પાસેથી પસાર થતા પરીમલે પ્રાંચીને પુછ્યુ.
“ના …નહી ખાવા મારે “માથુ હલાવતા ના પાડતા પ્રાંચી બોલી.
“કેમ..વજન વધી જાય એટલે નથી ખાવા?” પ્રાંચીને પુછતા પરીમલે ફરી સવાલ કર્યો.
“હા….મારુ ફિગર બગડી જાય તે માટે નહી ખાવા ” પ્રાંચીએ કોકાકાલાનો ધુટ ભરતા કહ્યુ.
“ભલે…બગડી જાય,તારે મારી સાથે પીઝા ખાવાજ પડશે.”પરીમલે પીઝા સ્ટોલના ટેબલ પર પ્રાંચીને બેસાડતા કહ્યુ.

“બોલ…આમાથી કયો પીઝા ઓડર કરું? “પરીમલે પ્રાંચીને મેનુ બતાવતા પુછ્યુ.
“માર્ગરીટા,…..મને બોવ ભાવે તે મંગાવ “હળવુ હસતા,પરીમલ સામે જોઇને પ્રાંચીએ જવાબ આપ્યો.
“ઓકે…હેલ્લો મિસ્ટર ” પ્રાંચીને હકારાત્મક જવાબ આપતા અને વેઈટરને બોલાવતા પરીમલ બોલ્યો.
“યસ…સર “વેઇટરે પરીમલને સ્માઇલ સાથે જવાબ આપ્યો.
“વન માર્ગરીટા ઇન મિડીયમ સાઇઝ “પરીમલે વેઇટરને ઓડર આપતા કહ્યુ.
“ઓકે…સર…એન્ડ કોલ્ડડ્રીંક્સ ?”વેઇટરે પરીમલનો ઓડર એકસેપટ કરતા કોલ્ડડ્રીંક્સ માટે પુછયુ.
“નો…થેન્કસ.ઓલરેડી કોકાકોલા હૈ હમારે પાસ” પ્રાંચીએ વેઇટરને જવાબ આપ્યો.વેઇટર જતો રહે છે.
“તને માર્ગરીટા કેમ વધુ ભાવે?”પરીમલે પ્રાંચીને પુછ્યુ.
“મારુ….ફિગર બગડે એટલે ???” પ્રાંચીએ સ્માઇલ કરતા પરીમલને જવાબ આપ્યો.

“જાને જુઠી,તેમા ચીઝ વધુ આવે એટલે તને વધુ ભાવે માર્ગરીટા હે ને ?”પરીમલે ચોખવટ કરતા પ્રાંચી સામે પોતાની જીજ્ઞાસાવૃતિ ઠાલવી.
“યસ…ચીઝ ઇજ સો યમમમી…….? ” પ્રાંચી બોલી.
“અને ખાધા પછી ફિગર બગડે તો ઓહહહહ…મમ્મી…સાચુ ને ?” પ્રાંચીની મસ્તી કરતા પરીમલ બોલ્યો.
“એટલે…કે તુ મને પ્રેમથી નહી પણ મારુ વજન વધારવા પીઝા ખવરાવે છે?? ” પ્રાંચીએ પરીમલ સામે આંખો કાઢતા કહ્યુ.
“આઇ એમ જસ્ટ કિડીગ યુ…ચીઝને ચીઝજ વધુ ભાવે,ઇન્ટરેસટીગ,ગુડ,નાઇસ…?”પરીમલે હળવા હાસ્ય સાથે પ્રાંચીને જવાબ આપ્યો.

“ઓકે…સ્ટોપ બટર પોલીશ…હમ…થેન્ક ફોર બી અ પાટઁ ઓફ માઇ ઇન્ટરસ ??” પ્રાંચીએ પરીમલને જવાબ આપ્યો.
“હેલ્લો સર…યુ આર વન માર્ગરીટા ઇન મિડીયમ સાઇઝ ઇજ રેડી,ઇટ એન્ડ ઇનજોઇ ઇટ”વેઇટરે પીઝા ટેબલ પર મુકતા કહ્યુ.
“થેન્ક યુ સો મચ?” પ્રાંચીએ હાસ્ય સાથે વેઇટરનો આભાર વ્યકત કર્યો.
“ઓ…. ચીઝ,લે આ ચીઝ વાળી સ્લાઈસ ટેસ્ટ કર”પરીમલ પીઝાની એક સ્લાઇસ? પોતાના હાથમા લઇને પ્રાંચીને ખવડાવે છે.
“યેહ….ઇટસ સૉ યમમમી…..???” પ્રાંચીએ પીઝાની તે સ્લાઇસ માથી એક નાનુ બાઇટ ભરતા કહ્યુ.

“રીયલી……યમમમી…..?”પરીમલે પ્રાંચીને પુછતા, પ્રાંચીએ અડધી ખાધેલી સ્લાઇસ તે પોતે ખાઇ ગયો અને બોલ્યો.
” પ્રાંચી… રીયલી……ઇટસ સો યમમમી…?”
“યેહ…..ઇટ વન મોર સ્લાઇસ? પરીમલ ” પ્રાંચીએ પોતાના હાથ થી પરીમલને પીઝાની સ્લાઇસ ખવરાવી.
“થેન્ક યુ સો મચ..ડિયર,ફીનીશ ધીજ ઓલ સ્લાઇસ ચીઝ”પરીમલે પ્રાંચીનો આભાર માનતા,પ્રાંચીને પીઝા ખાવા માટે કહ્યુ.એકપછી એક સ્લાઇસ પરીમલ અને પ્રાંચી ખાઇ છે.
“પરીમલ…થેન્કસ ફોર યમમમી….??પીઝા ?” પ્રાંચીએ પરીમલને એપરીશીયેશન આપ્યુ.

“વેલકમ….ચીઝ”પરીમલે સ્મીત સાથે જવાબ આપ્યો.
“ચીઝ…બોલે તો….” પ્રાંચીએ પરીમલને પુછ્યુ.
“ચીઝ…બોલે તો…તારુ નવુ પેટનેમ પ્રાંચી”પરીમલે મલકાતા મલકાતા કહ્યુ.
“ઓહ…ગુડ…થેન્કસ…ઇન્ટરેસટીગ…?” પ્રાંચીએ પરીમલને જવાબ આપ્યો. પરીમલ અને પ્રાંચી ગ્લાસમાં કોકાકોલા ભરીને,સીયર્સ કરીને,એકબીજા સામુ જોઈને,એકબીજાને સ્માઈલ સેન્ડ કરતા કરતા પીવે છે.
પરીમલ ટેબલ પરથી ઉભો થઇને પીઝાનુ બીલ પેય કરવા કાઉન્ટર પર જાય છે.
“ચીઝ…તુ કેમ રડે છે?ડોન્ટ વરી,તે પીઝા ખાધા એટલે તારુ વેઇટ નહી વધે”પરીમલે રડી રહેલી પ્રાંચીના,ગાલ પર નુ આંસુ લુછતા કહ્યુ. પરંતુ પ્રાંચી હજુ રડી રહી હતી.
“ચીઝ….શુ થયુ?કેમ રડે છે ?તને કોઇએ હટઁ કરયુ?”પરીમલે પ્રાંચીના રડવાનુ કારણ પુછતા, પ્રાંચીને સવાલ કયાઁ.
“લાસ્ટ ડેય,લાસ્ટ પીઝા,કાલથી આપણે નહી મળી એ,કાલ થી આપણે એક બીજા સાથે ગરબે નહી રમીયે,કાલ થી આપણે એકબીજા માટે સારા કપડા નહી પહેરીયે,કાલથી આપણે એકજ બાઇક પર બેસી ને આ ગ્રાઉન્ડ પર નહી આવીયે,ઇન શોટઁ હવે આપણે ભેગા નહી થયે” પ્રાંચીએ રડતા રડતા,પરીમલને કહ્યુ.

“ડોન્ટ વરી ચીઝ,આઇ એમ ઓલવેજ વીથ યુ,સો રીલેક્સ”પરીમલે રડી રહેલી પ્રાંચી ને પાણીનો ગ્લાસ આપતા કહ્યુ.
“સ્ટોપ ઇટ,વાઇ યુ આર ઓલવેજ વીથ મી?”પાણીનો ધુટડો ભરતા પ્રાંચી બોલી.
“ચીઝ,આઇ એમ ઓલવેજ વીથ યુ,બીકોજ આઇ લવ યુ “પરીમલે તેના દિલની વાત,રડી રહેલી પ્રાંચીને કહી દીધી.
“આઇ લવ યુ ટુ ડીયર” રડી રહેલી પ્રાંચી તેની બાજુમા ઉભેલા પરીમલને હગ કરી લે છે.પરીમલ પણ,તેની બાહોમા રડી રહેલી પ્રાંચીના આંસુ એક મસ્ત મુસ્કુરાહટ સાથે લુછે છે. પ્રાંચી અને પરીમલ બન્ને એકબીજાના હાથ પકડીને ગરબા રમવા ગ્રાઉન્ડ તરફ જાય છે.

“પરીમલ,થેન્કસ ફોર દાંડિયા ડેટ ??”તેની બાજુમા રહેલા પરીમલને પ્રાંચીએ કહ્યુ.
“વેલકમ….ચીજ?”પરીમલે પ્રાંચીને જવાબ આપ્યો .પરીમલ અને પ્રાંચી ગરબા રમવા ગ્રાઉન્ડમા ઉતરે છે. ગોરી રાધાને કાળો કાન…ગરબે ધુમે ભુલી ભાન.આ ગીત વાગી રહ્યુ છે. પરીમલ અને પ્રાંચી બન્ને મન મુકીને ગરબે ધુમે છે. કેમ કે નવરાત્રીની તે છેલ્લી રાત હતી.

લેખક: ખોડીફાડ મેહુલ (ગુરુ)

વધુ વાર્તાઓ અને માહિતી મેળવવા લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી