મુંબઈ દાલ મિક્સચર – તમે ટ્રાય કરી છે આ નાસ્તાની આ વાનગી???

“મુંબઈ દાલ મિક્સચર”

સામગ્રી

+ ૧/૪ કપ મસુર દાળ,

+ ૧/૪ કપ મગની દાળ,

+ બે ટેબલ-સ્પૂન બદામ,

+ ૧/૪ કપ શિંગદાણા,

+ બે ટેબલ-સ્પૂન કાજુ,

+ ૧/૪ ટી-સ્પૂન ચાટ મસાલા,

+ અડધી ટી-સ્પૂન આમચૂર પાઉડર,

+ ૧/૪ ટી-સ્પૂન લાલ મરચું પાઉડર,

+ તેલ તળવા માટે,

+ ૧/૪ કપ પ્લેન સેવ માટે માટે અડધો કપ બેસન અને ૧/૪ કપ ચોખાનો લોટ,

+ મીઠું,

+ અડધી ટેબલ-સ્પૂન ગરમ તેલ,

+ ૧/૪ ટી-સ્પૂન સંચળ પાઉડર,

રીત

૧. બન્ને દાળને અલગ-અલગ પાંચ કલાક માટે પાણીમાં ભીંજવવી.

૨. બહાર કાઢીને કપડા પર પાથરીને એકદમ કોરી કરી લેવી.

૩. તેલમાં કાજુ, બદામ, શિંગદાણાને વારાફરતી તળી લેવા.

૪. સેવની સામગ્રી મિક્સ કરી સેવ બનાવી લેવી.

૫. તેલમાં બન્ને દાળને ગોલ્ડન બ્રાઉન તળી લેવી.

૬. એક મિક્સિંગ બોલમાં બધી ઉપરની સામગ્રી વારાફરતી તળીને મિક્સ કરી લેવી. ઠંડી કરી ઍરટાઇટ ડબ્બામાં ભરવું.

સૌજન્ય : મિડ ડે 

શેર કરો આ ટેસ્ટી નાસ્તાની રીત તમારા ફેસબુક સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી