“દાલ બાટી” – અનેક મિત્રોના મેસેજ આવ્યા હતા કે દાલ બાટીની રેસીપી આપો, તો લો હાજર છુ.. જાણો અને શેર જરૂર કરજો..

દાળ બાટી જેટલી વધુ રાજસ્થાન માં પસંદ કરવામાં આવે છે. એટલી ઇન્દોર-માલવા પ્રદેશમાં દાળ બાફલા ના નામે પસંદ કરવામાં આવે છે. જ્યારે રજા હોય, ક્યારેય ઘરમાં મહેમાનો હોય , અથવા તમે સહેલિયો સાથે વાતચીત કરી રહયા હોય તો આ વાનગી તમારા માટે ઉત્તમ છે જેમા તમને તમારી વાતચીત કરવા નો પુરો સમય મળી રેહશે અને તમે એક ખાસ ભોજન તૈયાર કરી શકશો.

દાળ બાટી માટે જરૂરી સામગ્રી :
=====================

ઘઉં નો લોટ – 400 ગ્રામ (4 કપ),
સોજી (રવા) – 100 ગ્રામ (એક કપ),
ઘી – 100 ગ્રામ (અડધો કપ),
અજમો – ½ ચમચી,
બેકિંગ પાવડર – ½ ચમચી (તમે ઈચ્છો તો),
મીઠું – સ્વાદ અનુસાર,

દાળ બાટી બનાવવા માટે ની પદ્ધતિ :
=========================

ઍક બાઉલમાં ઘઉં નો લોટ અને સોજી મિક્સ કરી 3 મોટી ચમચી ઘી, બેકિંગ પાવડર, મીઠું અને અજમો નાખી નવસેકા પાણી ની મદદ થી રોટલી ની કણક જેવી કણક તૈયાર કરો . 20 મિનિટ માટે કણક ને ઢાંકી રાખો, જેથી કણક ફુલી ને તૈયાર થઈ જાય.. 20 મિનિટ પછી, તેલ વાળા હાથ થી કણક મસળી ને મુલાયમ્ કરો. કણક ના મધ્યમ કદના ગોળા બનાવો.

બાટી બે રીતે બનાવવામાં આવે છે.

૧. પાણીમાં બોઇલ કરીને :
=================
વાસણ માં 1 લીટર પાણી ઉકાળવા માટે, ગેસ પર મુકો અને પછી ઉકળતા પાણી માં તૈયાર કરેલા ગોળા મૂકો. 15 મિનિટ સુધી ગોળા ને ઉકાળો .
પાણી માંથી બાફેલ ગોળા એક પ્લેટ માં બહાર રાખવા અને તેમને ઓવન માં સોનેરી રંગ ના થાય ત્યા સુધી સેકો. તૈયાર કરેલી બાટી પીગળેલા માખણ માં ડુબાડી અને નીકાળી એક બાઉલ અથવા તૈયાર પ્લેટમાં મૂકો.

૨. પાણીમાં બોઇલ કર્યા વગર:
=====================
ઓવન ને 350 ડીગ્રી પર ગરમ કરો ઓવન ને 350 ડીગ્રી પર ગરમ કરો.. ઓવન માં બાટી ને 30 મિનિટ સુધી સેક્વા મુકો ઓવન માં બાટી ને 30 મિનિટ સુધી સેક્વા મુકો. થોડી થોડી વારે બાટી ને ફેરવતા રહો જેથી બધી બાજુ થી સેકાઈ જાય.. બાટી ફૂટ્વા લાગે અને સોનેરી રંગ ની થઈ જાય ઍટલે પીગળેલા માખણ માં ડુબાડી એક બાઉલ અથવા તૈયાર પ્લેટમાં મૂકો. બાટી તમે બે માં થી કોઈ પણ રીતે બનાવી સકો છો.

દાળ માટે ની સામગ્રી:
===============
અડદ દાળ – 100 ગ્રામ (અડધા કપ),
મગ દળ – 50 ગ્રામ (1/4 કપ),
ચણા દાળ – 50 ગ્રામ (1/4 કપ),
ઘી- 2 ટેબલ સ્પૂન,
હિંગ – 1-2 ચપટી,
જીરૂ- 1 ચમચી,
હળદર પાવડર: ½ ચમચી,
ધાણાજીરુ પાવડર – એક ચમચી,
લાલ મરચું પાવડર – ½ ચમચી,
ટામેટાં – 2-3,
લીલા મરચા- 1-2,
આદુ – 2 ઇંચ લાંબો ટુકડો,
ગરમ મસાલા – 1/4ચમચી,
કોથમીર – અડધી વાટકી (બારીક સમારેલી),
સ્વાદ માટે મીઠું (એક ચમચી),

પદ્ધતિ :

બધી દાળ ધોઈ ને ઍક કલાક પહેલા પાણી માં પલાળી રાખો. કુકર માં પલાડેલી દાળ ,બે ગણુ પાણી અને મીઠુ નાખી ઍક સિટી વાગ્વા દો,ઍક સિટી વાગ્યા બાદ 2 થી 3 મિનિટ ધીમા તાપે રેહવા દો. ગેસ બંધ કરી લો. ટામેટાં, લીલા મરચા ,આદુ નો 1 ઇંચ ટુકડો સાથે ગ્રાઇન્ડ કરી લો. એક ફ્રાયિંગ પેન માં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. હિંગ અને જીરું ઉમેરો. જીરુ સેકાઈ જાય પછી, ધાણા જીરું પાવડર, હળદર પાવડર ઉમેરો.

બે થી ત્રણ વખત ચમચા થી હલાવતા રહો,ત્યાર બાદ ટામેટા ની તૈયાર કરેલ પેસ્ટ , લાલ મરચું પાવડર અને આદુ પેસ્ટ નાખી,તેલ છૂટૂ પડે ત્યા સુધી સાંતળો. સાંતળેલુ મિશ્રણ કુકર માં બાફેલી દાળ માં ઉમેરો.. ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરી દાળ ઉકાળો,ઍક ઉભરો આવી જાય ઍટલે ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠુ નાખો..

બારીક સમારેલી કોથમીર ઉમેરી હલાવી લો. દાળ તૈયાર છે. એક બાઉલમાં દાળ લઈ કોથમીર અને ઘી થી ગાર્નિશ કરી સર્વ કરો
ગરમાગરમ દાળ બાટી તૈયાર છે.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી