ગુંજન – જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કેવીરીતે કરવો એ આ પરિવાર પાસેથી જાણો…

🎶….ગુંજન…..

ફ્રેન્ડઝ, આજે હું તમને એક હસતા, ઝુમતા અને ગાતા પરિવાર માં લઇ જાવ…ચાલો..

“આ ચલ કે તુઝે મેં લેકેચલું…

એક એસે ગગન કે તલે…

જહાં ગમ ભી ન હો આંસુ ભી ન હો..

બસ પ્યાર હી પ્યાર પલે…”

મલ્હાર ના રૂમ માં પ્રવેશી ને એના મમ્મી રાગીણીબેને એનો બ્લેન્કેટ ખેંચ્યો.. પણ જરાય હલ્યો નહિ મલ્હાર !!
રાગીણીબેને ઢંઢોળ્યો પણ , તો ય… જરાકેય મચક ન આપી.. પણ બ્લેન્કેટની અંદર થી જ મલ્હાર નો અવાજ આવ્યો..

“ગીત ન સંભળાય ત્યાં સુધી આંખો નહીં ખુલે …હા..!! ”
રાગીણીબેને ગીત ઉપાડ્યું,

“હે જાગ ને જાદવા
કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેન માં કોણ જાશે … હે..જાગ ને…””
અને સરસ મજાનું બિગ સ્માઈલ આપીને મલ્હાર ઊઠ્યો ને પ્રાતઃ કર્મ શરૂ કર્યા પહેલા જ … ગાવા લાગ્યો…

“…ધીરે ધીરે સુબહા હુઈ..
…જાગ ઊઠી જિંદગી…
…પંછી ચલે અંબર કો..
..માંઝી ચલે સાગરકો…”

ત્યાં તો એની બેન સરગમ આવી ને એનો કાન ખેંચતા બોલી…
જીવન ચલને કા નામ ચલતે રહો સુબહા શામ…

ચાલ, ઊભો થા, ચાલવા લાગ, બધું કામ બાકી છે.. હુંએકલી કેટલું કરું..

સાથી હાથ બઢાના…
સાથી રે…
એક અકેલીથક જાયેગી મિલકર કામ કરાના…

તો, મલ્હાર કહે, ના બાબા, મારે તો તૈયારી કરવાની છે પરીક્ષાની ..પપ્પાને મારા પર બહુ આશા છે..
પાપા કહેતે હે બડા નામ કરેગા….
બેટા હમારા એસા કામ કરેગા..
મગર યે તો કોઈ ન જાને કિ મેરી મંઝિલ હે કહાઆ…

ત્યાં વળી રાગીણીબેન આવ્યા.. ગીત ગાતા અને તૈયાર થયેલા મલ્હાર ને જોઈ ને બોલ્યા.. ના રે , ગાવા લાગ્યા..
ચંદા હે તું મેરા સૂરજ હે તું..
ઓ…મેરી આંખો કા તારા હે તું…

તો રેડી થઈને ગાતો મલ્હાર મમ્મીનો હાથ પકડી ને…કહે..

માંતુઝે સલામ…

સવારે ઓફીસ જતાં પહેલાં નાસ્તો કરવા આવી ગયેલા પપ્પા ને જોઈ ને કહે..
બાબાતુઝે સલામ…
વંદે…માતરમ..
તો પપ્પા બોલ્યા, “કાલે તે દાદીના રૂમ માં ભગવાનના મંદિર માંથી બધી પ્રસાદી ખાઈ ગયો તો?? જા બા રિસાઈ ગયા છે.. !! “”

ત્યારે, મલ્હાર સરગમ નો હાથ પકડી લઈ ગયો ” ચાલ, તુયે હતી હો !! પ્રસાદ ખાવામાં !! “.. અને દાદીના રૂમમાં ગયા તો એ નાસ્તો કરવા ન્હોતા આવતાં ..મલ્હારે સરગમ ને એમ કહીને દાદીને ગોદ માં ઉઠાવી લીધા..

સારી દુનિયા કા બોઝ હમ ઊઠાતે હૈ…
સરગમ બોલી..હેય.. કુલી..કુલી..

” એય.!. મુક ! મુક ! મને.. પાડીશ તો મારા હાડકાય ભાંગી જાહે.!!!!”.. અને ડાઇનિંગ ટેબલ ની ચેર સરગમે સરખી કરીને મલ્હારે દાદી ને નીચે ઉતારીને ધીમેકથી એમાં બેસાડ્યા.. પણ, દાદી નું મોં ચડેલું જ હતું..
બેય ભાઈ બેન પોતાના કાન પકડી ને પછી હાથ જોડી ને…ગાવા લાગ્યા..
દાદી અમ્મા..
દાદી અમ્મા…
માન જાઓ..
છોડો ભી યે, ગુસ્સા જરા હસકે દિખાઓ..
દાદી અમ્મા..
દાદી અમ્મા..માન જાઓ..

આમ ઉપાડાય !! હું તો પડતાં પડતાં બચી !!” દાદી માં એ રાગીણીબેન ને કહ્યું….

મૈયા યશોદા,
યે તેરા કનૈયા…
તંગ મુઝે કરતા હૈ..
તંગ મુઝે કરતાં હૈ..
રામજી કીક્રિપા સે
મેં બચી..રામજી કી ક્રિપા સે..

ત્યારે નાસ્તો પીરસતા પીરસતા રાગીણીબેને ગાયું..
બડા નટખટ હે..
ક્રિષ્ન …કનૈયા…
ક્યા કરે..
યશોદા મૈયા…

ત્યાં, નાસ્તો કરી ને બ્રિફકેસ હાથમાં લઈ ને આલાપ ભાઈ પણ ગાયા વગર કેમ રહે ??
અચ્છા તો હમ ચલતે હૈ…

ફિર કબ મિલોગે?..
રાગીણીબેન બોલ્યા..

આલાપ ભાઈએ જવાબ આપ્યો કે..
મેં વાપસ લૌટ કે આઉંગા…છ બજે તક લૌટ આઉંગા…
રાગીણીબેન મુસ્કુરાઈ ને કહે..
તેરા ઇંતેઝાર કરુંગી..
તેરા ઇંતેઝાર કરુંગી છ બજે તક..
ખુદા કરે કે.. છ બજે…
ઔર તું આયે..

આલાપભાઈએ બા ને પગે લાગી બધાને મસ્ત મુસ્કાન આપ્યું ત્યાં તો… સરગમ…પાપા ને ભેટી ને લાડ કરતીક ને ગાવા લાગી…

.પાપા ..
મેરે પાપા…
ચંદા ને પુછા તારો સે..
તારો ને પુછા હઝારો સે…
સબ સે પ્યારા કૌન હે..
પાપા…મેરે પાપા…

આલાપભાઈએ સરગમને માથે હાથ ફેરવીને ગાયું
દીકરી મારી લાડકવાયી..
લક્ષ્મી નો અવતાર…
તો સરગમે પાપા ને કીસ્સી કરી દરવાજો બંધ કર્યો ને મલ્હારે એંની પોની ને ખેંચતાકહ્યું.. “બઉચાગલી… પાપા ની..!! ”
સરગમે પોતાના વાળ ભઈલા ના હાથ માંથી છોડાવી ને ગાયું..

પરી હું મેં…
પાપાકી…
પરી હૂં મેં…

આ હસતો અને ગાતો પરિવાર … કિલ્લોલ કરતો હતો…
ત્યાં એક દિવસ , ધીમા અને ભાંગેલા કદમે આલાપભાઈએ ઘર માં પ્રવેશ કરી ઉદાસીથી વાત કરી , ધંધા માં બહુ મોટું નુકસાન ગયું છે. .. અને જે ભાગીદાર વેવાઈ બનવાના હતા એમણે પોતાનો બચાવ કરી લીધો ને ..અને આપણું બધું જ ખતમ થઈ ગયું ….ઘર માં એક સન્નાટો છવાઈ ગયો. બધા જ ચૂપ …

ઇતની શક્તિ હમેંદેના દાતા….
મન કા વિશ્વાસ કમજોર હો ના….
હમ ચલે નેક રસ્તે પે હમ સે ભુલકર ભી કોઈ ભૂલ હો ના…..”
બીજે દિવસે સવારમાં … દાદી નો ભગવાન પાસે બેસી ને મધુર અવાજ સંભળાયો ને બધા જ ધીમે ધીમે ત્યાં આવ્યા… સાથે પ્રાર્થના માં જોડાઈ ગયા.

પછી ગાવા લાગ્યા…
એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ..
એક દુસરે કે લીયે બેકરાર હમ..

આગળ ગાતા ગાતા રાગીણીબેને બધાને નાસ્તો પીરસ્યો..
એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હે..
ના મિલે સંસાર … તેરા પ્યાર તો હમારા હે..

સાથે સરગમ ને મલ્હારે ગાયું..
…હે અગર દુશ્મન…
…જમાના…
…ગમ નહિ, ગમ નહિ..
..કોઈ આયે ન કોઈ આયે..
..હમ કિસી સે કમ નહિ…
…કમ નહિ..કમ નહિ…

આમ , મુશ્કેલી ને પણ ગાતાં ગાતાં દૂર હટાવતાં દિવસો પસાર કરવા લાગ્યા…

રાગીનીબેને ખાખરા ને નાસ્તા ના પેકેટ બનાવવાનું ચાલુ કર્યું બા અને સરગમે ઘરે મદદ કરી અને મલ્હારે એ નાસ્તા ના પેકેટ દુકાનોમાં અને ઓર્ડર મુજબ ડિલિવરી કરી ને સાથ આપ્યો . ફરીથી ઘર ગુંજવા લાગ્યું..
….હસતે હસતે કટજાયે રસતે…
જિંદગી યુહીં ચલતી રહે..
..ખુશી મિલે યા ગમ..
..બદલેંગે ના હમ..
..દુનિયા ચાહે બદલતી રહે…

હવે, જે ભાગીદાર અને વેવાઈ બનવાના હતા એમની દીકરી એટલે કે સ્વરાને સગાઈ નહોતી તોડવી પણ, તેના પપ્પાએ એની એક વાત ન સાંભળી પરંતુ થોડા સમય પછી જ્યારે બધી વાત ખબર પડી જ્યારે અને એક વખત હિમ્મત કરી મલ્હાર ને મળવા આવે છે..અને કહે છે..

….બહોત પ્યાર કરતે હે …
…તુમકો સનમ..
..કસમ ચાહે લે લો..
..ખુદા કી કસમ…
..બહોત પ્યાર કરતે હૈ…
…તુમકો સનમ..

ત્યારે મલ્હાર કહે છે…
…મેરી કિસ્મત મેં તું નહિ શાયદ..
કયું તેરા ઇંતેઝાર કરતાં હું..
મેં તુઝે કલ ભી પ્યાર કરતાં થા..
મેં તુઝે અબ ભી પ્યાર કરતાં હૂં..

પણ, પ્રોબ્લેમ એ હતો કે હવે બન્નેના ઘરેથી લગ્ન માટે ના હતી… પરંતુ , સ્વરા એ મલ્હાર ને મનાવી લીધો અને બન્ને એ નક્કી કર્યું…

…અબ ચાહે મા રુઠે યા બાબા… મૈને તેરી બાહ પકડ લી…
અબ ચાહે સર ફૂટે યા માથા મૈને તેરી રાહ પકડ લી..
અબ ચાહે રબ રુઠે યા દુનિયા..
અને બન્ને એ સાથે નક્કી કરી…ગાયું..
….હમ બને તુમ બને એક દુઝે કે લિયે…
પછી તો સાથે મળી ને …મસ્ત બન્યા..
…સાથ જીયેંગે .. સાથ મરેંગે .. હમ તુમ દોનો..

….અગર તુમ સાથ હો…
.
..અગર તુમ મિલ જાઓ જમાના છોડ દેંગે હમ…

બન્ને એમ ગાઈ ને ઘર છોડ્યુ..
…હમ દોનો..
…દો પ્રેમી..
…દુનિયા છોડ ચલે..
..જીવનકી હમ સારી રસમે તોડ ચલે..

….. અને બન્ને ની મક્કમતા સામે, ફિલ્મો માં બને છે તેમ, સ્વરા ના પપ્પા દીકરીના પ્રેમ ને લીધે તેમનો સ્વીકાર કરે છે અને પોતાની ભૂલ સુધારીને સબન્ધ સુધારી લે છે. અને માફી માંગી આલાપભાઈ ને કહે છે…
…યે દોસ્તી….
….. હમ નહિ તોડેંગે…
..તોડેંગે ….દમ મગર.
…. તેરા સાથ ના છોડેન્ગે…
અને…
પછી તો …
..તેરે જૈસા યાર કહા..
..કહા ઐસા યારાના..
..યાદ કરેગી દુનિયા..
..તેરા મેરા અફસાના..

ગાતા ગાતા સ્વરા ને મલ્હાર ના લગ્ન ની તારીખ નક્કી કરવામાં આવી..
અને સરગમ ગાવા લાગી…
….વાહ વાહ રામજી…
…જોડી ક્યા બનાઈ..
..ભૈયા ઔર ભાભી કો…
…બધાઈ હો બધાઈ…

ત્યાર પછી તો…
ગૂંજ ઊઠી શાહનાઈ…
પીં.. પીં… પીં.. પી…
…દુલ્હન હમ લે જાયેંગે..

લેખક : દક્ષા રમેશ

ફ્રેન્ડઝ, પછી તો જાન જોડી ને જાનૈયાઓ djના તાલે નાચ્યાં…

આજ મેરે યાર કી શાદી હૈ….

લગતાં હૈ કિંસાંરે સંસાર કી સાદી હૈ…

આજ મેરે…યાર કી..

ટીપ્પણી