મિત્રો, ભલે ટાઢ ઓછી થતી જાય છે, તો શું થયું ? આજે બનાવીએ દહીં તીખારી.

દહીં તીખારી !

મિત્રો, ભલે ટાઢ ઓછી થતી જાય છે, તો શું થયું ? આજે બનાવીએ દહીં તીખારી. આને ગરમાગરમ જાડી ભાખરી અથવા તો રોટલા સાથે ખાઈ શકાય.

સામગ્રી :

ઘટ્ટ દહીં – 1 મોટો બાઉલ,

50 ગ્રામ સૂકું લસણ,

રીત :

૧. ઝીણું સમારીને ઘીમાં ગુલાબી થાય ત્યાં સુધી કકડાવી લેવું.

૨. 100 ગ્રામ સૂકા લસણની લાલ ચટણી લેવી.

૩. વઘારીયામાં તેલ ગરમ કરી એક ચપટી હિંગ ઉમેરવી અને વઘારીયાને ગેસ પરથી ઊતારી લઇ તેમાં લસણની ચટણી ઉમેરવી.

૪. આમ કરવાથી લસણ ની ચટણી બળી જશે નહિ.

૫. હવે આ વઘાર ને અને લસણ ની કટકી ને દહીં માં ભેળવી સ્વાદ મુજબ મીઠું ઉમેરી પીરસો.

નોંધ : વઘાર કરતા સમયે સાથે જીરું અને કડીપત્તા પણ ઉમેરી શકાય.

સાભાર : પ્રદીપભાઈ નાગડીયા (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી