ફરાળી દહીં તીખારી – સૌ ગુજરાતીઓની ફેવરીટ હોવાથી સૌ કોઈ ઘરે બનાવતા જ હશે તમે પણ ટ્રાય કરો

ફરાળી દહીં તીખારી

દહીં તીખારી આપણા ગુજરાતીઓ ની રેસીપી છે. તેને આપણા વઘારેલું દહીં પણ કહીએ છીએ. તે બોવ જ સરળ અને ઝટપટ બનતી રેસીપી છે. જેને અપડે ફરાળ માં પણ ખાઈ શકીએ છીએ. ફરાળી ચેવડો હરે કે પેટીસ જોડે. આ દહીં તીખારી ફરાળી છે. પરંતુ આમાં લસણ ડુંગળી નો વધાર કરી અપડે રેગુલર દિવસો માં પણ ખાઈ શકીએ છીએ. તેને અપડે સાક ની જગ્યા પર ભાખરી જોડે તેમજ બાજરી ના રોટલા જોડે તો દહીં તીખારી ખૂબ જ સરસ લગે છે . અને આ દહીં તીખારી ખૂબ જ ઓછા સમય અને સામગ્રી માંથી બનતી રેસીપી છે. તો ચાલો આજે બનાવીએ કાઠિયાવાડી સ્પેશિયલ દહીં તીખારી. જેને અપડે સૌ કાઈ રહયા હોય કે ના રહયા હોય રોજ ખાઇ શકીએ છીએ.

સામગ્રી:

૧ વાડકો દહીં,

૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ,

૧/૨ ચમચી જીરું,

૧ ચમચી તલ,

૧ નંગ સૂકું લાલ મરચું,

૧ ચમચી તેલ,

ગાર્નીશ માટે:

૨ ચમચી દાડમ ના બી,

કોથમરી.

રીત:

સૌપ્રથમ અપડે લાઈસુ આદુ મરચાં ની પેસ્ટ, જીરું, તલ અને લાલ મરચુ વઘાર કરવા માટે.

આ સામગ્રીઓ ફરાળી દહીં તીખારી માટેની છે. જો તમે ફરાળી કરવા ના માંગતા હોય તો તમે તેમાં લસણ તેમજ ડુંગળી પણ વઘાર કરવા લઈ શકો છો.

હવે અપડે લાઈસુ દહીં. દહીં ને અપડે ચમચી વડે હલાવી ને દહીં નું ઘોરવું બનાવવી લેવું. જેટલી પણ દહીં તીખારી બનાવવી હોય એટલા પ્રમાણ માં દહીં લાઇ શકીએ.અને તેની જોડે લાઈસુ દાડમ ના બી કાઢી લાઈસુ અને કોથમરી ને સમારી લેવી. ગાર્નિસીંગ માટે.

હવે એક પેન માં તેલ ગરમ કરો ત્યાર બાદ વઘાર કરવા માટે અપડે લાઈસુ લાલ સૂકું મરચું, જીરું, તલ અને આદુ મારચા ની પેસ્ટ.

હવે તેને ધીમી આંચ ઉપર રાખીસુ તે વઘાર માટે તૈયાર થઈ જાય એટલે તેને ચલાવતા રહો અને મિક્સ કરી લચકા જેવું બનાવી લો.

ત્યાર બાદ તે મિશ્રણ ને ગેસ બંદ કરી ઠરવા મૂકી દો. તે ઠરી ગયા બાદ અપડે તેમાં દહીં નું ઘોરવું ઉમેરીસુ . અને તેને પ્રોપર રીતે મિક્સ કરી લેવું.

હવે તેને ઠંડુ ઠંડું એક બાઉલ માં કાઢો અને તેના પર દાડમના બી અને કોથમરી વડે ગાર્નીશ કરી સર્વ કરો… તો તૈયાર છે ફરાળી દહીં તીખારી.

નોંધ: દહીં તીખારી બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવું કે તે વઘાર ઠરી જાય પછી જ દહીં ઉમેરવું.. નહીંતર દહીં ફાટી જવાનો ડર રહેશે. અને આ દહીં તીખારી ઠંડી પણ એટલી જ સરસ લાગે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block