“દહીં પૂરી” – આજે બનાવો આ ટેસ્ટી પૂરી હવે બહાર ખાવા ના જતા.. ઘરે જ બનાવો..

“દહીં પૂરી”

સામગ્રી :

૪૦ પાણીપૂરીની પુરી ,
૨૦૦ ગ્રામ બાફેલા બટાકા,
૧૦૦ ગ્રામ બાફેલા ચણા (મીઠું નાખીને બાફી લેવા),
૧ ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ,
૧ કપ બુંદી,
૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી,
૧ ટેબલસ્પૂન લાલ મરચું,
૧/૨ કપ લસણ- લાલ મરચાની ચટણી,
૧/૨ કપ કોથમીર – ફુદીનાની ચટણી,
૧ કપ ગળ્યું દહીં,
૧ કપ ઝીણી સેવ,
૧ ટેબલસ્પૂન શેકેલા જીરાનો ભૂકો,
૧/૨ ટેબલસ્પૂન સંચળ,
૧ ટીસ્પુન ચાટ મસાલો,
લીલા ધાણા,
મીઠું સ્વાદ અનુસાર,

યોગ્ય રીત :

ડુંગળીમાં ચાટ મસાલો અને થોડા લીલા ધાણા નાંખી, મિક્સ કરી, બાજુ પર રાખવું.
બાફેલા બટાકા અને ચણાને બાઉલમાં લઈ મસળી, તેમાં લીલા મરચાની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું-લાલ મરચું અને બુંદી નાંખી મિક્સ કરી લો.
હવે પૂરીને વચ્ચેથી કાણું પાડી, તેમાં બટાકાનું મિશ્રણ ભરી, એક પ્લેટમાં ગોઠવી દો.
તેમાં થોડું-થોડું ડુંગળીનું મિશ્રણ નાખો.
હવે તેમાં પહેલા દહીંની ચટણી નાખો, પછી લીલી ચટણી અને મરચાની લાલ ચટણી નાખો અને છેલ્લે ફરી દહીંની ચટણી નાખો.
પછી તેની ઉપર જીરું પાવડર, લાલ મરચું અને સંચળ નાંખવું.
છેલ્લે તેમાં સેવ, લીલા ધાણા નાંખી, ચટપટી દહીં પૂરીની મજા લો.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી