દાન કરો અને દાન આપ્યા નું માર્કેટિંગ પણ કરો…તમારું શું માનવું છે ???

મેં એક બે દિવસ પહેલા પેપર માં એવું વાંચેલું કે તમે દાન કર્યું હોય તો કોઈ ને કહો નહી….અને ઘણા એવું પણ કહેતા હોય છે કે ડાબા હાથે દાન કરો તો જમણા હાથ ને પણ ખબર ના પડવી જોઈએ…સામેવાળો તમને એમ કહે કે વાહ સરસ કામ કર્યું તો તમારા એ કામ નો બદલો તમને મળી ગયો….

ઘણીવાર ફોટો આવે કોઈ પુર રાહત માં મદદ કરતું હોય કે દાન કરતું હોય તો ઘણા એવી ચર્ચા કરે કે આ તો ફોટા પડાવવા માટે કરે છે…

મારું એવું માનવું છે કે ડાબા હાથે દાન કરો તો આજુબાજુ માં જેટલા હાથ છે ને એને ખબર પડવી જોઈએ……

થોડા ઉદાહરણ આપું…

રવિવારે RSS વાળા પુર રાહત માટે સિગ્નલ પર પૈસા એકઠા કરવા ઉભા હતા….ઘણા ને મેં જોયા એમાં પૈસા આપતા એટલે હું પણ ઉભો રહ્યો મેં પણ આપ્યા અને મારી પાછળ પણ એક બે લોકો ઉભા રહ્યા…..

એના થોડા દિવસ પહેલા હું પાઉંભાજી લેવા ગયેલો તો બહાર એક માજી એના બે નાના બાળકો સાથે ભીખ માંગતા હતા મેં પેલા ભાઈ ને કીધું આમને 2 પાઉભાજી આપો…તો એ ભાઈ કહે ૧૪૦ થાય છે પણ એમના તમે 70 જ આપો….

ભલે દેખાદેખી માં આપે જો કોઈ કરોડપતિ બીજા કરોડપતિ ના દાન ને જોઈ 5 લાખ વધારે વાપરે ધર્માદા માં તો એ ફાયદો કોણે થવાનો…ભલે એ લોકો નો જે સ્વાર્થ હોય એ…

કદાચ હું કોઈ ને કહું કે હું ફલાણા આશ્રમ માં જઈ આટલા લોકો ને જમાડી આવ્યો અને એમને એમ થાય કે આપણે પણ આવું કાઈક કરવું જોઈએ તો એ ફાયદો કોને થવાનો?

ભલે પુર રાહત માં સામગ્રી આપવા ના ફોટા મુકે પણ એ સામગ્રી કોના માટે જવાની?

તો દોસ્તો બિન્દાસ્ત જાહેર માં માઈક લઈને કહો જો તમે દાન કર્યું હોય તો….

ગર્વ થી કહો કે જુવો મેં આ કામ કર્યું…સામેવાળો વાહ કહે ને તમારું પુણ્ય લુટાય જાતું હોય તો ભલે લુટાય જાય….આવા પુણ્ય ની પડી નથી

લેખક : વિશાલ લાઠીયા (સુરત)

આ વાત પર તમારા વિચારો પણ જણાવજો !!! તમને શું લાગે છે ? આવું જ કરવું જોઈએ ?

ટીપ્પણી