Daal Chaat (મઠ-દાળ અને મગની પીળી દાળની ચાટ)

1005683_147934648744319_1166529915_n

 

મઠ દાળ અને મગ ની પીળી દાળ ની ચાટ

 

સામગ્રી :-

 

1> 1 વાડકી મઠ 5 થી 6 કલ્લાક પલાળેલા

2> મગ ની પીળી દાલ 5 ટેબલ સ્પૂન અધ કચરી બાફેલી

 

વઘાર માટે ની સામગ્રી :-

1> તેલ 2 ટેબલ સ્પૂન

2> વઘાર માટે રાઈ

3> આદુ અને લસણ ની પેસ્ટ

4> લાલ સૂકું મરચું 1

5> તમાલ પત્ર 1

6> મીઠુ સ્વાદ પ્રમાણે

7> થોડું મરચું તીખાસ પ્રમાણે

8>ધાણા જીરું પાવડર 1 સ્પૂન

 

ગર્નીશિંગ માટે :-

1> 1 બટાકું બાફેલું (એના જીણા ટુકડા કરી ને વાડકી મા રાખવા )

2> 1 ડુંગરી જીણી સમારેલી

3> આમચૂર પાવડર અથવા ચાટ મસાલો 1 ટેબલ સ્પૂન

4> ધાણા સમારેલા

5> 1 બીટ જીણું સમારેલું

6>1 ટમેટું જીણું સમારેલું

7>ખજુર આમલી ની ચટણી

8> ધાણા અને ફુદીના ની ચટણી

 

 

રીત :-

1> સૌ પહેલા પલાળેલી મઠ ની દલ ને બાફી લો (ધ્યાન માં રાખો દાણા આખા રે એમ બાફવું વધારે બફાઈ ના જાય )

2> એક જાડા તળિયા વાળા વાસણ મા તેલ અને રાઈ નો વઘાર મૂકો . રાઈ તતડે એટલે એમા આદુ લસણ ની પેસ્ટ , તમાલ પત્ર ,સુકું મરચું નાખી ને થોડું બ્રાઉન થાય તેમ સેકી લો . પછી એમાં ધના જીરું અને મરચાની ભુકી નાખી ને હલાવો . પછી એમાં બાફેલા મઠ ઉમેરો અને મીઠુ નાખી ને બરોબર હલાવો .

3> પછી એક બાઉલ માં મઠ ની દાળ કાઢો . પછી એમાં મગ ની અધકચરી બફેલી દાળ નાખો અને એમાં ગર્નીશિંગ ની વસ્તુ ઉમેરો અને ખજુર આમલી ની ચટણી અને ધાણા ફુદીના ની ચટણી ઉમેરી ને સર્વ કરો .

 

રસોઈ ની રાની :- રૂપલ સથવારા (મેલબોર્ન ,ઓસ્ટ્રેલિયા )

ટીપ્પણી