“મેલ્ટ ઇન માઉથ” કસ્ટર્ડ કૂકીઝ

હવે તમે પણ બનાવો “મેલ્ટ ઇન માઉથ” કસ્ટર્ડ કૂકીઝ …ખૂબજ ઇસી અને ડિલિસ્ય્સ !

સામગ્રી :

1-1/2 કપ મેઁદો
1/2 કપ કસ્ટર્ડ પાવડર
1 કપ આઇસિઁગ સુગર+2 ટે સ્પૂન(અથવા બૂરૂ ખાંડ)
180 ગ્રામ બટર
2 ટે સ્પૂન જેમ (મનગમતો ફ્લેવર)
1 ટી સ્પૂન બેકિઁગ પાવડર

રીત :

-ઓવનને 180 ડિગ્રી પર પ્રિહિટ કરીલો અને બેકિઁગ ટ્રે પર બેકિઁગ પેપર લગાડીલો .
-એક બાઉલમા રૂમ ટેમ્પરેચર બટરલઈ તેને 2 મિનિટ ફેંટીલો,તેમા ધીરે ધીરે આઇસિઁગ સુગર મિક્ષ કરીલો.
-પછી તેમા ચારણીથી ચાળીને કસ્ટડઁ પાવડર તથા મેઁદો અને બેકિઁગ પાવડરને એડ કરીલો.
-તેનો સોફ્ટ ડૉ (લોટ ) કરીને તેમાથી નાના ગોળા વાળીલો.
-તેને ફ્લૅટ કરીને ઉપર,ફોર્ક વડે પ્રેસ કરીલો.
-તેને પ્રિહિટ ઓવનમા 180 ડિગ્રી પર 15 થી 18 મિનિટ બેક કરીલો .
-તેના ઉપર આઇસિઁગ સુગર છાંટીલો અને ઠંડી થાય પછી ઉપર જેમ લગાડીને ફ્રીજમા થોડીવાર સેટ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌને રૂપાની વાનગી ગમી હોય તો કોમેન્ટ કરી તેમનો ઉત્સાહ વધારજો !

ટીપ્પણી