“દહીં ટામેટાંની ચટણી” – આજે જ બનાવો…

દહીં ટામેટાંની ચટણી/(કર્ડ ટોમેટોઝ કેચપ)/ દહીં ટામેટાની તીખારી

સામગ્રી:

2 નંગ મધ્યમ કદના ટામેટાં,
1 વાટકી દહીં,
અરધો ઇંચ આદુનો ટુકડો,
ત્રણ નંગ લીલા મરચાં,
સ્વાદ અનુસાર મીઠું,
એક ચમચી રાઈ,
મીઠો લીમડો,
3 ચમચીતેલ,
3 કળી લસણ,

રીતઃ

મિક્સરના ચટની જારમાં, ટામેટાં, દહીં, લસણ, આદુ નાખી પેસ્ટ બનાવો. હવે તેને એક વાટકીમાં કાઢી લો.
વઘાર માટે ધીમા તાપે વઘારીયામાં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ નાખવી, રાઈ ફૂટ્યા બાદ તેમાં મીઠો લીંમડો અને વઘારીયું મરચું નાખી ગેસ બંધ કરી દેવો. હવે તૈયાર કરેલી દહીં ટામેટાની પેસ્ટમાં વઘાર નાખી દેવો અને તેને બરાબર મિક્સ કરી દેવું. તૈયાર છે દહીં ટામેટાની તીખારી, જેને તમે સાઈડ ડિસ તરીકે, કે પછી ઉત્તપમ, ઢોંસા, કે થેપલાં સાથે પણ સર્વ કરી શકો છો.

સંકલન : દીપેન પટેલ

શેર કરો અને લાઇક કરો અમારું પેજ…

ટીપ્પણી