રુચીબેન લાવ્યાં છે ‘ઘઉંના ખારા જીરા બિસ્કીટ’ એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે.

ઘઉંના ખારા જીરા બિસ્કીટ (પ્રેશર કુકરમાં)

બાળકો અને મોટા બેય ને દૂધ/ચાના સમય પર જો આ બિસ્કીટ આપો , મજા પડી જશે. ઘઉંના લોટમાંથી બનાવેલ , અંડારહિત આ જીરા બિસ્કીટ ખુબ જ સ્વાદિષ્ટ છે . ઘર ની સામાન્ય વસ્તુઓમાંથી બનતા આ બિસ્કીટ એક વાર જરૂર ટ્રાય કરજો ,,

સામગ્રી :

• ૧.૭૫ (પોણા ૨ ) વાડકા ઘઉંનો- લોટ,
• ૧૦૦ gm બટર,
• ૧/૨ વાડકો ખાંડનો ભૂકો,
• ૧ નાની ચમચી મીઠું,
• ૧ ચમચી બેકિંગ પાવડર,
• ૧/૨ ચમચી બેકિંગ સોડા (ખાવાનો સોડા ),
• ૫ મોટી ચમચી દૂધ,
• ૧ થી ૧.૫ ચમચી જીરું,

રીત :

સૌ પેહલા એલ્યુમીનીયમનું જાડા તળિયા વાળું કુકર ધીમી આંચ પર ગરમ મુકો.એમાં એક ઉંચો કાંઠો કે કોઈ સ્ટેન્ડ મૂકી દેવું . કુકરની તળિયાની સપાટી સીધી હોય એવું લેવું.


બટર અને ખાંડના ભૂકાને ફૂલે ત્યાં સુધી ફેટવું ..

બીજા બાઉલ માં ઘઉંનો લોટ, બેકિંગ પાવડર , બેકિંગ સોડા , મીઠું બધું ચાળી લેવું .

આ લોટના મિશ્રણ ને બટર+ખાંડના મિશ્રણમાં ઉમેરો. પોણી ચમચી જીરું ઉમેરી દો ..

સરસ રીતે મિક્ષ કરો. ધીરે ધીરે થોડું થોડું દૂધ ઉમેરતા જાઓ . દુધ જરૂર મુજબ જ ઉમેરવું . લોટની જેમ તૈયાર થઇ જશે. આ લોટ ઢીલો હોવો જોઈએ, ચીકણો નહિ ..

પાટલા પર એક મોટી જાડી રોટલી વણો .. એના પર જીરું ભભરાવો. વેલન ને ૨-૩ વાર વણેલી રોટલી પર ફેરવી દો જેથી જીરું એમાં ચોટી જાય .

કુકીસ કટરની મદદ થી આપ ને જે આકાર આપવો હોય એ પ્રમાણે કાપી લો.આ કાપેલી કુકીસ ને ઘી/તેલ લગાવેલા કેક ના વાસણમાં કે સ્ટીલ વાસણમાં ગોઠવો. બહુ નજીકના ગોઠવો કેમ કે બેક કરવામાં એ ફૂલશે .

આ કુકીસ મુકેલુ વાસણ કુકરમાં ગોઠવી દો, કુકર ને બંધ કરી લો. સીટીના લગાવો . રીંગ ભરાવેલી ચાલશે .
૨૪-૨૭ min માટે બેક કરો.

ઓવનમાં બેક કરવા માટે ૧૭૦c પર પ્રી-હીટ કરી ૧૨-૧૫ min માટે બેક કરો . કુકીસ કિનારીથી બ્રાઉન કલર થવા માંડે એટલે કાઢી લેવી.


કુકીસ ગરમ હોય ત્યારે પોચી લાગશે , ઠરશે એમ કડક થઇ જશે . પૂરી રીતે ઠરે પછી જ ડબ્બામાં ભરો .

આશા છે તમને પસંદ પડશે આ કુકીસ …

રસોઈની રાણી : રુચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી