નવીન મોહનથાળ- આવો તમે ક્યારેય બનાવ્યો નહિ હોય, ટ્રાય કરો.. સારો જ બનશે…

“ક્રીમી ડ્રાયફ્રુટ મોહનથાળ”

સામગ્રી

+ ૨ કપ ચણાનો લોટ (કરકરો),

+ અડધો કપ દૂધ અથવા ક્રીમ (ગરમ),

+ ૩ ટેબલ-સ્પૂન ઘી,

+ ૩ ટેબલ-સ્પૂન દૂધ,

+ ૧ કપ ઘી,

+ સવા કપ સાકર,

+ ૧/૪ ટેબલ-સ્પૂન એલચી-પાઉડર,

+ ૧/૪ કપ કાજુ-પાઉડર,

+ ૧/૪ કપ બદામ-પાઉડર,

+ ૨ ટેબલ-સ્પૂન પિસ્તા-પાઉડર,

+ ૨ ટેબલ-સ્પૂન ગુંદર તળેલો,

+ ૨ ટેબલ-સ્પૂન ડ્રાયફ્રૂટ્સ ડેકોરેશન માટે,

+ થોડી કેસર,

રીત

૧. એક બોલમાં ચણાનો લોટ લઈ એમાં ઘી અને દૂધને મિક્સ કરો (ધાબ્રો આપો). પછી એને અડધો કલાક સાઇડમાં રાખો.

૨. ગરમ ઘીમાં ગુંદરને તળીને ભૂકો કરીને સાઇડમાં રાખવો.

૩. અડધો કલાક પછી લોટને હાથેથી છૂટો પાડીને ચાળી લેવો.

૪. એક પૅનમાં ઘી ગરમ કરી એમાં ધીમા તાપે લોટ મિક્સ કરીને શેકવો. એ ગુલાબી રંગનો થાય ત્યારે ગૅસ બંધ કરીને છેલ્લે એમાં ગરમ દૂધ અથવા ક્રીમ મિક્સ કરવું. એનાથી ક્રીમી અને ડાર્ક કલર આવશે. એને નીચે ઉતારી એમાં ઉપર જણાવેલી અન્ય સામગ્રી મિક્સ કરી રાખવી.

૫. સાકર-પાણી મિક્સ કરી (એક કપ પાણી) એમાં જોઈએ તો કેસર મિક્સ કરી દોઢ તારની ચાસણી તૈયાર કરવી અને એમાં ઠંડો થયેલો લોટ બરાબર મિક્સ કરીને ચોરસ ટ્રેમાં (ગ્રીસ કરવી) પાથરવું. એના પર સમારેલાં નટ્સથી ગાર્નિશ કરી ઠંડું થાય ત્યારે કાપા પાડી ડબ્બામાં ભરવું.

આજની વાનગી – કેતકી સૈયા

સૌજન્ય : મિડ ડે

શેર કરો આ ટેસ્ટી મીઠાઈ તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી