ક્રિસ્પી પોટેટો ફિંગર્સ – બાળકો ભાવે એવી છે આ પોટેટો સ્ટિક એક વાર જરૂર બનાવજો આશા છે તમને પસંદ આવશે

ક્રિસ્પી પોટેટો ફિંગર્સ

ખાલી 5 વસ્તુ થી બનાવો ક્રિસ્પી પોટેટો ફિંગર્સપોટેટો માંથી આપણે ન ગણી શકાય એટલી આઈટમ બનાવીએ છે તો એમાં જ એક આ નવી આઈટમ બનાવજો જે એકદમ સહેલાઇ થી અને ઓછી વસ્તુ થી બની જશે

ફ્રેન્ચ ફ્રાય ખૂબ ખાધી હવે કંઈક નવું ટ્રાય કરો જે ઘર માં બધા ને પસંદ પડે અને બાળકો ને ટિફિન માં પણ નવું આપવા થાય અને બટાટા તો નાના મોટા સૌ ને ભાવે એટલે આ રેસીપી તો તમે ગમે ત્યારે બનાવી શકો અને નાસ્તા માટે પરફેક્ટ.

સામગ્રી : 

1 વાટકી રવો,
1/2 વાટકી પાણી,
1 ચમચી તેલ,
2 નંગ બાફેલા બટાટા,
કોથમીર,
1 લીલું મરચું ઝીણું સમારેલ,
તેલ તળવા માટે.

બનાવાની રીત:

સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ મુકો તેમાં 1 ચમચી તેલ ઉમેરો હવે પાણી ઉકળે એટલે તેમાં રવો નાખી હલાવી 2 થી 3 મિનિટ ઢાંકી રાખો.

હવે બાફેલા બટાટા ને ખમણી લો.

તેમાં પલાળેલો રવો નાખો,મીઠું નાખો, કોથમીર,લીલા મરચાં નાખી મિક્સ કરો.

હવે હાથ તેલ વાળો કરી ફિંગર્સ બનાવો.

તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે 1 1 ફિંગર્સ નાખો એક સાથે બધી ના એડ કરવી નઇ તો ચોંટી જશે.

ગોલ્ડન બ્રાઉન તળી સોસ સાથે સર્વ કરો.દહીં સાથે પણ સર્વ કરી શકાય.

નોંધ: આમાં આદું પણ વાટી ને ઉમેરી શકો લસણ પણ વાટી ને ઉમેરી શકો. આ મિશ્રણ સેવ ના સંચા માં ભરી ચકરી વાળી જાળી મૂકી સ્ટિક જેવો શેપ આપી ને પણ ફ્રાય કરી શકાય. બાળકો માટે નવું નામ થઈ જાય પોટેટો સ્ટિક આ રેસીપી એક વાર જરૂર બનાવજો આશા છે તમને પસંદ આવશે

ફ્રેન્ચ ફ્રાય તો આપણે હોટલ માં પણ મળે છે પણ આ રેસીપી ઘર સિવાય ક્યાંય નઈ મળે તો આ રેસીપી ઘરે બનાવી ઘર ના લોકો ને કંઈક નવું ટેસ્ટ કરાવો.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી