“ક્રિસ્પી પનીર સ્ટીક્સ” – બનાવો પનીરની એક અલગ વાનગી, ઘરમાં બધાને પસંદ આવશે…

“ક્રિસ્પી પનીર સ્ટીક્સ”

ઠંડી ના દિવસો માં ગરમ ગરમ નાસ્તો ચા સાથે હોય તો કેવી મજા આવે ? એવો જ નાસ્તો જે નાના મોટા સૌ ને ભાવે, પનીર સ્ટીક્સ . તાજા પનીર સ્ટીક્સ ને ઓટ્સ નું લેયર આપી તળેલા છે. ચા / કોફી સાથે પીરસો અને વાહવાહી લૂટો ..

સામગ્રી :

• ૨૫૦ gm પનીર,
• ૧ વાડકો તાજું દહીં (પાણી નીતારી લેવું ),
• ૧ ચમચી કસુરી મેથી ,
• ૧/૨ ચમચી જીરા નો ભૂકો ,
• ૧ ચમચી લાલ મરચું ,
• પોની ચમચી ગરમ મસાલો ,
• પોણો વાડકો ઓટ્સ ,
• મીઠું ,
• તળવા માટે તેલ ,

બેટર બનાવવા :

• ૧/૨ વાડકો મેંદો,
• ૨ ચમચી મકાઈ નો લોટ ,
• ૧ ચમચી લાલ મરચું,
• મીઠું ,

રીત :

પનીર ને લાંબી સ્ટીક માં કાપી લેવું
દહીં ને બાઉલ માં લઇ એમાં મીઠું, લાલ મરચું , જીરા નું ભૂકો, ગરમ મસાલો , કસુરી મેથી ઉમેરી સરસ મિક્ષ કરી લો . હવે એમાં પનીર ઉમેરી હળવા હાથે મિક્ષ કરો. ધ્યાન રહે પનીર તૂટી ના જાય . ૧ કલાક માટે ઢાંકી ને સાઈડ પર રાખી દો .

બેટર બનાવવા માટે ની બધી સામગ્રી ભેગી કરી, પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ બહુ જાડી પણ નહિ અને સાવ પાતળી પણ નહિ .


એક એક પનીર stick ને આ મેંદા ની પેસ્ટ માં બોળો . પછી તરત ઓટ્સ માં રગદોળો અને ગરમ તેલ માં ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો.


બધા જ પનીર ના સ્ટીક્સ ને આવી રીતે તળો અને ગરમા ગરમ ચટણી કે સોસ ની સાથે પીરસો…

 

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ ટેસ્ટી વાનગી દરેક મિત્ર સાથે અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી