એકદમ આસાન અને જલ્દી બની જાય ગરમા ગરમ” ક્રિસ્પી ચીઝ બોલ્સ”

1059311_10151528743626088_229486363_n

એકદમ આસાન અને જલ્દી બની જાય ગરમા ગરમ” ક્રિસ્પી ચીઝ બોલ્સ”

સામગ્રી :-

300 ગ્રામ રાંધેલો ભાત
100 ગ્રામ અમેરિકન મકાઈ ના દાણા
200 ગ્રામ પાલખ ના પાન
300 ગ્રામ ચીઝ
50 ગ્રામ મરચા (જીના સમારેલા )
1 ચમચી મરી નો ભૂકો
મીઠું સ્વાદ અનુસાર
4/5 ચમચા મેંદા નો લોટ
300 ગ્રામ બ્રેડ ક્રમ્સ
તળવા માટે તેલ

રીત:-

સૌ પહેલા તેયાર (રાંધેલો) ભાતને એકદમ હાથે થી મસળી લ્યો .પાલખ ને જીની સુધારી ને તેને બાફી લ્યો .બફાય ગયા પછી એક્દમ તેનું પાણી નીતારી લ્યો .હવે ચીઝ ને છીણી લ્યો .

હવે ભાત ની અંદર બાફેલી પાલખ,ચીઝ, મકાઈના દાણા, મીઠું, મરીનો ભૂકો બધું નાખીને મિક્ષ કરી લ્યો. તેના બોલ્સ બનાવો. હવે મેંદા ના લોટ માં પાણી નાખી ને તેની પતલી પેસ્ટ બનાવો.

ચીઝ બોલને મેંદાના પેસ્ટમાં બોડીને બ્રેડ ક્રમ્સ માં રગદોળી ને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન કલર ના તળીને ગરમ ગરમ સર્વ કરો .ટોમેટો કેચપ અને કોથમરીની ચટણી સાથે પણ સર્વ કરી શકાય.

રસોઈ ની રાણી:- કવિતા શેઠ (એડીસાબાબા ,ઇથોપિયા)

ફ્રેન્ડસ. આપ સૌ આ વાનગી અચૂક ટ્રાય કરજો અને રસોઈની રાણીમાં તમે બનાવેલ વાનગી મોકલજો અમે મુકીશું !!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!