ચોકલેટ મિન્ટ ક્રીમ ચીઝ બટન

ચોકલેટ મિન્ટ ક્રીમ ચીઝ બટન

સામગ્રી –

– 4 ઔંઝ (અંદાજે 113 ગ્રામ) ક્રીમ
– 4 1/2 કપ પાવડર સાકર
– 1/2 ટીસ્પુન મિન્ટ એસ્ટ્રેટ
– થોડા ટીપા ગ્રીન જેલ ફુડ કલર
– 1 કપ હેવી વ્હીપ ક્રીમ
– 10 ઔંઝ સેમી સ્વીટ ચોકો ચીપ્સ

રીત –

– ક્રીમ ચીઝ અને 1 કપ સાકરને સ્ટેન્ડ કે હેન્ડ મિક્સર થી મિક્સ કરો.
– મિન્ટ એસ્ટ્રેટ, ગ્રીન જેલ ફુડ કલર મિક્સ કરો.
– બાકીની સાકર પણ ધીરે ધીરે ઉમેરો.
– બાઉલની કિનારીઓ વાળો. કણક બરાબર મિક્સ કરો.
– બેકીંગ ટ્રે માં પાર્શમેન્ટ પેપર પાથરો.
– કણકના નાના લુઆ કરી પેપર પર મુકો.
– લાકડાના ચમચાના પાછળનો ભાગ કે મેઝરીંગ સ્પુન વડે લુઆમાં ખાડો કરો.
( મેઝરીંગ સ્પુન ચોંટે તો સાકરથી ડસ્ટ કરીને કરવું)
– એક કલાક માટે ઠંડુ કરવા મુકો.
– વ્હીપીંગ ક્રીમ ને ઉભરો આવે કે ચોકલેટ ચીપ્સ પર રેડો. એક કે બે વાર હલાવી, મિક્સ કરી 2 મિનિટ એમ જ રહેવા દો.
– હવે ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવો. આ ઘનાશને પાઈપીં બેગ કે ઝીપલોક બેગમાં ભરી 30 મિનિટ માટે સેટ કરો. ઘટ્ટ થાય કે કોર્નર કટ કરી મિન્ટ બોલની વચ્ચેના ખાડામાં ભરો.
– કલાક માટે ચિલ્ડ કરવા મુકો.
– તૈયાર

રસોઈની રાણી – ચેતનાબેન પટેલ
સાભાર – ઉર્વી શેઠિયા

ટીપ્પણી