આ બધા વગર પ્રેમની મઝા નહી યાર – પ્રેમીઓ નો WhatsApp સંવાદ…અચૂક વાંચજો…મજા પડી જશે…

He: At yr city ?
She : so ?
He: અરે યાર..નિનાદના મેરેજમાં આવ્યો છુ.
She: સરસ.
He: તારી ઇચ્છા હોય તો તુ પણ આવ ને !
She:વિચારીશ..
He: મળવાનુ મન નથી થતુ તને ? આવ ને..પ્લીઝ..
She: ના.
He: એક મસ્ત ગઝલનો શેર મોકલું ?
She:તારી મરજી
He:જો…
उज़्र आने में भी है और बुलाते भी नहीं
बाइस-ए-तर्क-ए मुलाक़ात बताते भी नहीं
She: ઉર્દુ શેર મને મોકલવા નહી
He: આ શેર નો અર્થ છે…કે પોતે આવવામાં ખચકાટ રાખે છે..મને બોલાવતા નથી..અને ઉપરાંત નહી મળવાનુ કારણ પણ કહેતા નથી.
She :મારે વાત જ નૈ કરવી…

( અમુક કલાક પછી )

He:હેય…તુ આવી? હાશ…
She: હા..મોના એ બહુ આગ્રહ કર્યો એટલે આવી
He:મારા માટે નહી ને? !
She:ના…
He: તુ મારી સામે પણ જોયા વગર પસાર થઇ ગઇ ??? હદ છે….
She: હું ગમે તેની સામે જોતી નથી.
He:ઓહ્હ…મને શું ફીલ થયુ કહું ?
She: ???
He: देखते ही मुझे महफ़िल में ये इरशाद हुआ
कौन बैठा है इसे लोग उठाते भी नहीं

BTW..તારે મારુ મોઢુ પણ ન જોવુ હોય તો હું બહાર ગાર્ડનમાં બેઠો છુ.
She: ઓકે…
He: તને કોઇ ફરક નથી પડતો ને?
She: No…..

( થોડા સમય બાદ…)

He: તું ગાર્ડનમાં દેખાય એ રીતે ગેલેરીમાં શા માટે બેઠી છે?
She: WHAT ???!
He: ? ?

ख़ूब परदा है कि चिलमन से लगे बैठे हैं
साफ़ छुपते भी नहीं सामने आते भी नहीं
બચ્ચી..રિસાણી હો તો છૂપાઇને બેસ ને ! સાવ છૂપાવુ પણ નથી સામે આવવુ પણ નથી હદ છે !!!

(થોડા સમય બાદ..)

She: એક વાત કહુ? તુ આજે બહુ હેન્ડસમ લાગે છે <૩
She: કોઇ જવાબ નહી ??!!!
He: મેસેજ ફરીથી મોકલ…એમાં એવુ છે કે હં તારા મેસેજ વાંચ્યા વગર ડીલીટ કરી દઉ છુ
She:ભાડમા જા…
He:क्या कहा फिर तो कहो; हम नहीं सुनते तेरी
She:नहीं सुनते तो हम ऐसों को सुनाते भी नहीं

He:વાઉ….તને પણ આ ગઝલ આવડે છે?!

( ફરી મૌન….)

She:પેલી સરગવાની સીંગ જોડે શું લળીલળીને વાતો કરે છે ક્યારનો ?
He: કેમ ? તને તકલિફ પડે છે !! જાડી….
She: બિલકુલ નહી…પણ તારા જેવા ખડૂસ જોડે એ બિચારી નાજુક બાળા શોભે નહી ને !!! હેહેહેહે..
He: તમારે ચિંતા કરવી નહી ઓકે?
She: Hey…
He:મને મેસેજ કરવા નહી ok ?
She:ઓહો !
मुझसे लाग़िर तेरी आँखों में खटकते तो रहे
तुझसे नाज़ुक मेरी आँखों में समाते भी नहीं

He: જરા પોતાને પણ સમજાય એવા શેર મોકલાય…
She: જો..બેટા…આ શેરનો અર્થ એ થાય છે કે… મારાથી દુબળી-પાતળી તારી આંખોને જચતી નથી…તારાથી હેન્ડસમ, સ્માર્ટ મારા મનમાં વસતો નથી. તો આ શું છે ? કંઇક તો છે આપણી વચ્ચે
He: વ્હેમ છે..માત્ર વ્હેમ…
She: અચ્છા? ? વ્હેમ છે? તો આ ગાર્ડનમાં તારી ચેરની સામે આવી ને આ બેઠી..બોલ હવે કહે હું વ્હેમમાં છુ? કે તુ નશામાં છે? નિંદરમાં છે!!!
He: ? ?
She:plz…

सर उठाओ तो सही, आँख मिलाओ तो सही
नश्शाए मैं भी नहीं, नींद के माते भी नहीं
He: તુ મને ક્યારેય સમજાતી જ નથી
She:કોશિશ ભી ન કરજે..સ્ત્રીને સમજવાની ન હોય ..માત્ર ચાહવાની હોય..જનાબ..
( થોડા સમય બદ…)
He: શું કરે?
She:લે…તુ જીવે છે હજુ ??
He: આ સમજાય છે?

मुंतज़िर हैं दमे रुख़सत के ये मर जाए तो जाएँ
फिर ये एहसान के हम छोड़ के जाते भी नहीं

She:ના..
He:તને બહુ ઉતાવળ છે ને? કે આ મરી જાય તો એની પાછળ હું પણ મરી જાઉ…અને એક કિસ્સો ખતમ થાય ! પણ સાંભળી લે…હું પણ એક અહેસાન કરુ છુ તારા પર..કે તને છોડીને જઇશ નહી સમજી?
She: આવુ ન બોલ પ્લીઝ….રડવુ આવે છે… શું સાચ્ચે જ બધુ ખતમ થઇ ગયુ છે આપણી વચ્ચે?
He: હા…બાય….ખુશ રહેજે
She: ? ?

(થોડા કલાકો બાદ..)

She: જે શ્રેયા તને બિલકુલ નહતી ગમતી એની સાથે ડીનર શેર કર્યુ તે !! જેની કમરના ઠેકાણા નથી એની કમરમા હાથ રાખી ડાન્સ કરે છે તુ? બધુ સમજાય છે મને…
He:શું સમજાય છે આપને ??
She: આ…
हो चुका तर्के तअल्लुक़ तो जफ़ाएँ क्यूँ हों
जिनको मतलब नहीं रहता वो सताते भी नहीं

He: ???
She: મતલબ કે ..જો આપશ્રીને મારી સાથે કંઇ લાગતુ વળગતુ ન હોય..તો આટલી બધી જફા શા માટે કરો છો સાહેબ ? જેની સાથે બધુ ખતમ થઇ ગયુ હોય એને જલાવવાની તસ્દી પણ ન લેવી જોઇએ.
He: હેહેહેહેહે ? ?
She : Huh..Huh…
He:એય…મારી બંદરીયા..આવુ તંબુરા જેવુ મોઢુ કરીને ના બેસ ફોટા સારા નહી આવે ?
She : તમારે ઉપાધી ન કરવી ઓકે?
He: હે..હે..હે…બીજુ તો કાંઇ નહી પણ આ તો મારી મમ્મીને તારો એકાદ સારો ફોટો બતાવવો પડશે ને હવે ! ?
She: What ? Woooow…really ?? great…I m so happy… lv u..lv u..lv u….<3

લેખક : પારુલ ખખ્ખર

આપ સૌ ને આ સંવાદ કેવો લાગ્યો અચૂક જણાવજો !!!

ટીપ્પણી