કોર્ન શેપ ઢોસા – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર /વ્યંજનની રેસિપી આજે જ ટ્રાય કરો

કોર્ન શેપ ઢોસા

આજે આપણે જોઈશું કે રેસ્ટોરન્ટ માં મળતો કોન શેપનો ઢોસો ઘરે કેવી રીતે બનાવવો ,બાળકોને આવો ઢોસો ખૂબ જ પસંદ હોય છે આ મેથડ થી ઢોસો ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે તો ચાલો એની રીત જોઈ લઈએ.

રીત : 

 • ૧ બાઉલ ઢોસા નું ખીરું,
 • મીઠું,
 • થોડું પાણી,
 • બટર,
 • ચાટ મસાલા,
 • રીત : 

ઢોસાની તવીને ગરમ થવા મુકો અને ખીરા માં મીઠું અને પાણી મિક્ષ કરી લો.

 • તવી ગરમ થાય એટલે ભીના કપડા થી લુછી તેને પર ખીરું પાથરી દો અને ઢોસાને મીડીયમ ગેસ પર ચઢવા દો (ખીરું મીડીયમ થીક રાખવું)
 • ૨ મિનીટ પછી ઢોંસો આ રીતે થોડો ચઢી જાય એટલે બટર અને ચાટ મસાલો લગાવો
 • કિનારી થી બ્રાઉન થાય એટલે ઢોસાને વચ્ચે થી કિનારી સુધી કટ કરો
 • આખા ઢોસાને એકવાર તવી થી ઉખાડી લો.હવે જ્યાં થી કટ કર્યું ત્યાં થી પહેલા અડધું ફોલ્ડ કરો પછી ફરી અડધું ફોલ્ડ કરો.
 • આ રીતે ઢોસો બનીને તૈયાર થઈ જશે એને પ્લેટમાં લઈ લો

 • કોન શેપ નો ઢોસો સર્વિંગ માટે તૈયાર છે અત્યારે એને કોકોનટ ચટણી સાથે સર્વ કર્યો છે

નોંધ – ખીરું બનાવવા ૩ વાટકી ઢોસાના ચોખા ,૧ વાટકી અડદ ની દાળ ,૨ ચમચી ચણા ની દાળ ,૧ નાની ચમચી

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી