Corn Pettis (કોર્ન પેટીસ)

1148955_10202039534016742_1012113949_n

 

માણો એક નવીન જ વાનગી, “કોર્ન પેટીસ” :

=========================

 

સામગ્રી :

 

સ્વીટ કોર્ન , બાફેલા, અધકચરા ક્રશ કરેલા – 1 કપ

શેકેલા જીરા નો પાવડર – 1 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

આદુ ઝીણું કટ કરેલ – 1 ટી .સ્પૂન

લીલા મરચા ઝીણા કટ કરેલ – 3 – 4 નંગ

ચીઝ , છીણેલી – 1 / 4 કપ

કોથમીર ઝીણી કટ કરેલ – 1 ટે .સ્પૂન

ખાંડ – 1 ટી .સ્પૂન

લીંબુ નો રસ – 1 ટે .સ્પૂન

બ્રેડ , ગોળ આકાર માં કાપેલી – 10 નંગ

દૂધ – 1 / 4 કપ

ઓઈલ તળવા માટે

 

રીત :

એક બોવ્લ માં કોર્ન , જીરા પાવડર, મીઠું, આદુ, લીલા મરચા, ચીઝ, કોથમીર, ખાંડ, લીંબુ નો રસ મિક્ષ કરી લો. બ્રેડની બે ગોળ આકાર સ્લાઈસ લઇ દૂધ માં ડીપ કરી બહાર કાઢી નીચોવી લો જેથી વધારાનું દૂધ નીકળી જાય. એક સ્પૂન જેટલું કોર્ન નું મિશ્રણ લઇ એક બ્રેડ પેર મૂકી બીજી બ્રેડ ઉપર મૂકી કીનારી બરાબર દબાવી લો જેથી મિશ્રણ બહાર ના નીકળે. પેટીસ ને તળી લો. રેડ ચીલી સોસ સાથે સ્વાદ માણો.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી