“કોર્ન ચિલિ ચિઝ સમોસા” : સમોસાની એકસમ ન્યુ વેરાયટી આજે જ ટ્રાય કરો

કોર્ન ચિલિ ચિઝ સમોસા 

મકાઈ અને ચિઝનું કોમ્બિનેશ લગભગ બધાંને ભાવતું હોય છે. એજ મિશ્રણને સમોસાના સ્વરૂપે બનાવવીને ખાવાની મજા લઈએ. એ માટે સૌથી પહેલાં આપણે સમોસાનું પડ તૈયાર કરવું પડશે. જેની રીત નીચે મુજબ છે.

સામગ્રીઃ

૨ કપ મેંદાનો લોટ,
૨ મોટા ચમચા તેલ
લીંબુંનો રસ, મીઠું જરૂર મુજબ, પાણી.

રીતઃ

મેંદાના લોટમાં બે મોટા ચમચા તેલ, લીંબુંનો રસ અને જરૂર મુજબ મીઠું ઉમેરીને પાણીથી કણક બાંધવી.

લોટ નરમ બાંધવો. એને બે કલાક માટે ભીનું કપડું ઢાંકીને રાખી મૂકવું.

સમોસાનું પૂરણ બનાવવાની રીતઃ

સમોસાની અંદર ચિઝ અને બાફેલ મકાઈનું પૂરણ બનાવવુઃ

સામગ્રીઃ

બે કપ બાફેલ સ્વીટ કોર્ન
બે કપ ઝીણું ખમણેલ ચિઝ
અડધો કપ સમારેલ ડુંગળી,
અડધો કપ સમારેલ લીલું કેપ્સીકમ મરચું
સમારેલ ૨ મધ્યમ કદનું લીલું મરચું
એક મોટો ચમચો તેલ, મીઠું જરૂર મુજબ

રીતઃ

નોન્સ્ટિક પેનમાં એક ચમચો તેલ મૂકી ગરમ કરવું.

ચિઝ સીવાયની દરેક સામગ્રી ઉમેરીને તેને ધીમે તાપે ગરમ કરી સાંતળી લેવું.

હવે મકાઈ બરાબર ચડી જાય એટલે તેમાં મીઠું ઉમેરીને તેને બીજા બાઉલમાં મૂકી ઉતારી લેવું.

થોડું ઠંડું થાય એટલે એમાં ખમણેલ ચિઝ ઉમેરીને બરાબર હલાવી લેવું.

સમોસા બનાવવાની રીતઃ

અગાઉ બાંધેલ મેંદાના લોટની કણકમાંથી મધ્યમ કદની કાચીપાકી રોટલીની જેમ ગોળ વણીને પડ રોટલીની જેમ શેકી લેવું.

આ શેકેલ પડના બે ભાગ કરી વચ્ચેથી કાપી લેવું. અધચંદ્રાકાર જેવા ભાગને હથેળીમાં લઈને કોન જેવો આકાર આપવો અને વચ્ચે એમાં આ મકાઈ અને ચિઝનું પૂરણ માપસર ભરવું. પાણીથી આંગળી અડાડી મેંદાની રોટલીની કોરને બરાબર ચોંટાડવી.


તળવાની રીતઃ સમોસાને બરાબર સાચવીને બંધ કર્યા પછી એને માફકસરના ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવા. વધારાનું તેલ ટીશ્યુ પેપર પર નિતારીને લીલી ફૂદીના અને કોથમીરની ચટલી કે ટમેટો કેચપ સાથે પીરસવું.

રસોઈની રાણી: રૂપા રાડિયા (કેરાલા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી