કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ – હેલ્ધી બ્રેકફાસ્ટમાં ઉપયોગી થશે જયારે બનાવવું હશે ત્યારે તો નોંધી લો …

કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ

સવારે ઉઠવા માં લેટ થઇ ગયું અને બાળકો અને પતિ ને હેલ્ધી બ્રેકફાસ્ટ પણ કરાવવો છે તો ચાલો ફટાફટ બનતી આ કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ બનાવીએ અને હા તમારા બાળકો તો ચોક્કસ થી કેસે જ કે , ” MUMMY THIS IS SO YUMMY “

સામગ્રી:

કેપ્સીકમ : ૧ નંગ,
બાફેલી મકાઈ ના દાણા : ૧ કપ,
મેયોનીઝ : ૨-૩ ચમચી,
ઓરેગાનો : ૧/૨ ચમચી,
ચીલી ફ્લેક્સ : ૧/૨ ચમચી,
ચીઝ : ૪ સ્લાઈસ,
મીઠું : સ્વાદ અનુસાર,
બ્રેડ : ૪ નંગ,
બટર : ૨ ચમચી,
કેચપ : સર્વ કરવા માટે.

રીત : 

સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલી મકાઈ અને ઝીણા કાપેલા કેપ્સીકમ લો. ત્યાર બાદ તેમાં મેયોનીઝ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તથા સ્વાદ અનુસાર મીઠું નાખો અને આ મિશ્રણ ને બરાબર મિક્ષ કરો.

ત્યાર બાદ બ્રેડ લો. તમે સેન્ડવીચ ને વધારે હેલ્ધી બનાવવા ઇચ્છતા હોવ તો બ્રાઉન અથવા મલ્ટી ગ્રેઇન બ્રેડ લઇ શકો છો. હવે બ્રેડ ઉપર થોડું બટર લગાવી આ મિશ્રણ ને પાથરો. અને તેના ઉપર તમારી પસંદ નું કોઈ પણ ચીઝ ની સ્લાઈસ મુકો.

ચીઝ મુક્યા બાદ બીજી બ્રેડ લો તેના ઉપર બટર લગાવી ગરમ કરેલ ગ્રીલ ઉપર મુકો.

સેન્ડવીચ ની ઉપર તથા નીચે બંને બાજુ બટર લગાવવું. ગ્રીલ ને બંધ કરી ૨ મિનીટ સેન્ડવીચ ને બરાબર કુક થવા દો.

હવે સેન્ડવીચ સર્વ કરવા માટે તૈયાર છે. વચ્ચે થી કાપી તેને કેચઅપ તથા ધાણા ની લીલી ચટણી સાથે ગરમ ગરમ અને હેલ્ધી એવી કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ સર્વ કરો.

ફાયદાઓ:

 બાફેલી મકાઈ માં ફોલિક એસીડ રહેલું છે જે સવારે બ્રેકફાસ્ટ માં ખાવા થી દિન ભર તમને ચુસ્તી ભર અને ફ્રેશ રાખશે તથા પેટ પણ સાફ રાખવા માં મદદરૂપ થશે.કેપ્સીકમ માં રહેલું એન્ટીઓક્સીડેંટ શરીર માં ઈમ્યુંનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારશે. મેયોનીઝ એ પ્રોટીન નો સ્ત્રોત પૂરો પડે છે એટલે શરીર ને ભરપુર માત્ર માં પ્રોટીન મળશે જે મસલ્સ બિલ્ટ કરવા માં મદદરૂપ સાબિત થશે. જો મલ્ટીગ્રેઇન કે બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો હશે તો બોડી ને ફાઈબર ભારપુર પ્રમાણ માં મળશે જે આતરડા સાફ રાખવા માં લાભદાયી છે તદુપરાંત પેટ ને લગતી તકલીફો ને દુર કરે છે.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી