આપણા રોજીંદા રસોડા ના કામ માં આપણે નાની નાની ટિપ્સ નું ધ્યાન રાખીએ તો આપણું કામ સરળ થઇ જાય છે…

આજની ફાસ્ટ લાઈફમાં બધાને કાંઈક એવું જોઈતું હોય કે તેમનું કામ સરળ અને સારું થાય તો ચાલો જોઈએ રસોડાની ટિપ્સ.

* ભાત રાંધતી વખતે તેમાં 2-3 ટીપાં ઘી અને લીંબુ નાખવાથી ભાત સફેદ અને છુટ્ટા થાય છે.

* પરોઠાની કણકમાં જીરું અને અજમો નાખવાથી સ્વાદિષ્ટ થાય છે .જીરું અને અજમાને પાટલી અને વેલણથી થોડું ક્રશ કરીને નાખવું જેથી સ્વાદ અને સ્મેલ ખૂબ જ સરસ આવશે.

* રોટલીની કણક બાંધતી વખતે તેમાં 1 ચમચો દૂધ નાખવાથી રોટલી ખૂબ જ નરમ બને છે.

* રોટલી, પરાઠા અને થેપલાની કણક બાંધી \ને 15-20 મિનિટ રેસ્ટ આપવાથી તે વધુ સરસ થાય છે.

* રોટલીને ચોખાના અટમણમાં વણવાથી તે સફેદ થાય છે અને વધુ સ્વાદિષ્ટ બને છે.

* થેપલાના કણકમાં દહીં સાથે 1 ચમચી મલાઈ ઉમેરવાથી વધુ પોચા થાય છે અને લાંબા ટાઈમ સુધી ફ્રેશ છે.

* દાળ – ચોખા ધોઈ ને જ પલાળવા જેથી એમાં રહેલા પોષકતત્વો જળવાય રહે.

* ભાત નું પૌષ્ટીક ઓસામણ ફેંકી ના દેતા તેનો ઉપયોગ દાળ બનાવામાં કે રોટલી ની કણક બનાવામાં માં વાપરો. દાળ અને રોટલી વધુ સ્વાદિષ્ટ લાગશે.

*તુવેરદાળ બાફતી વખતે તેમાં ચપટી હળદર અને 2-3 ટીપા તેલ અથવા ઘી ઉમેરવાથી દાળ નો સ્વાદ વધુ સારો આવશે.

* બટેટાને પાણીમાં નાખીને નહીબાફતા તેને વરાળે બાફો જેનાથી બટેટાની મીઠાશ જળવાય રહે છે.

* બધા શાક અને ભાજી પેહલા ધોઈ ને સાફ કરી લેવા અને પછી જ સમારવા જેથી અમુક વિટામિન જે પાણી માં સમારીને ધોવાથી જતા રહે છે એ ના જાય.

* તમારા ઘરે પાણીપુરીમાં ફુદીનાનું પાણી વધ્યું હોય તો પરાઠાની કણકમાં ઉમેરી દો પરાઠા બહુ જ ટેસ્ટી બની જશે.

* બાજરીના રોટલામાં છાશની પરાશથી લોટ બાંધો તો વધુ સરસ ટેસ્ટ આવે છે.

* કોઈ પણ મીઠાઈ બનાવતી વખતે ઈલાયચી ગેસ બંધ કરતા પહેલા જ ઉમેરો એનો સ્વાદ અને સુગંધ બહુ જ સારી આવશે.

* ચણા અને રાજમાં જેવા કઠોળ ને રાતે થોડા હૂંફાળા પાણી માં પલાળવાથી સવારે જલ્દી થી બફાઈ જાય છે.

*મરચાં ના ડિટીયા ને કાઢી ને એર ટાઈટ ડબ્બા માં ભરવાથી 15-20 દિવસ સરસ રહે છે.

* પ્રેશર કુકરમાં પુલાવ બનાવો હોય તો થોડું પાણી ઓછું મુકો અને એક જ સીટી વગાડી ને કુકર તરત ખોલી નાખો જેથી એ સરસ છુટ્ટા થશે અને બહુ ગળી પણ નહીં જાય.

* કોથમીરને સાફ કરી ને પાતળા કપડાં માં વીંટાળી ને પ્લાસ્ટિક ની કોથળી માં મુકવાથી 7-8 દિવસ સુધી સારી રહે છે.

* મેથી અને ફુદીના ના પાન ચૂંટી ને કોરા જ પ્લાસ્ટિક ની કોથળી માં પેક કરી લેશો તો 8 – 10 દિવસ એવા જ રહેશે.

* ડ્રાયફ્રુટ ને એર ટાઈટ ડબ્બા માં કે ઝિપલોક બેગ માં ભરી ને ફ્રીઝ માં રાખવાથી આખું વર્ષ એવા જ રહેશે.

*કટલેટ અને ટીક્કી બનાવતી વખતે 1 ચમચી ચોખા નો લોટ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.

લેખન સંકલન : જલ્પા મિસ્ત્રી

દરરોજ અવનવી ટીપ્સ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી