કુકરમાં ખાંડવી ! શું તમે પણ આમ બનાવો છો ????

સામગ્રી-

1- વાટકી ચાના નો લોટ
2- વાટકી છાશ
1- વાટકી પાણી
1- નાની ચમચી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
2- ચમચી તેલ વઘાર માટે
2- ચમચી રાઈ
ચપટી હિંગ
ધાણા સજાવટ માટે
લીલા કોપરા નું છીણ સજાવટ માટે

રીત

– એક વાટકા માં ચાના નો લોટ, છાશ, પાણી, હળદર અને મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો.

– પછી કૂકર માં નીચે પાણી મૂકી ખીરા વાળો વાટકો કૂકર માં મૂકી ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી ગેસ બંધ કરી ખીરા ને હલાવી ફરીથી કૂકર બંધ કરી એક સીટી વગાડી ગેસ બંધ કરો.

– કૂકર ખોલી ખીરા ને તેલ લગાડેલ ઉંધી થાળી ઉપર પાતળું પાતળું પાથરો. થોડું ઠરી જાય પછી તેને કાપી રોલ વળી લો.

– હવે એક કડાઈમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઇ તતળે પછી ગેસ બંધ કરી તેમાં હિંગ ઉમેરો પછી વધાર ને રોલ કરેલી ખાંડવી ઉપર રેડી દો.

– સજાવટ માટે ઉપર સમારેલા ધાણા અને લીલા કોપરા નું છીણ ભભરાવો.

– તૈયાર છે ખાંડવી.

રસોઈની રાણી – પ્રીતિ ચૌહાણ, માંજલપુર, વડોદરા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી