“કોકોનટ પીનવિલ” – દરેકને ખુબ પસંદ આવશે, આજે જ ટ્રાય કરો…

“કોકોનટ પીનવિલ”

સામગ્રી :

2 કપ મેંદો,
1/2 કપ રવો,
2 કપ ટોપરાનુ ખમણ(તાજુ ),
1 કપ કોથમીર,
1/2 કપ અધકચરા સિંગદાણાનો ભૂક્કો,
1 ટી સ્પૂન જીરૂ,
1 ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ,
1 ટી સ્પૂન આદું પેસ્ટ,
1 ટી સ્પૂન ગરમ મસાલો,
1 ટી સ્પૂન લિમ્બુનો રસ,
1-2 ટી સ્પૂન ખાંડ,
મીઠું,
તેલ,

રીત :

-મેંદો અને રવો મિક્ષ કરીને,તેમાં મીઠું અને તેલનુ મોયણ નાખીને લોટ બાંધો( પુરીના લોટ જેવો)
-આ લોટને 10 મિનીટ રેસ્ટ આપો.
-એક બાઉલમાં ટોપરાનુ ખમણ,સિંગદાણાનો ભૂકો અને કાપેલી કોથમીર મિક્ષ કરો.
-એક પેનમાં તેલ મૂકીને તેમાં જીરૂ તતળાવો અને આદું મરચાંની પેસ્ટ સાતળો
-તેમાં ટોપરાનુ ખમણ મિક્ષ કરો.તેમાં મીઠું,ખાંડ,ગરમ મસાલો અને લિમ્બુનો રસ ઉમેરો.
-5-7 મિનિટ સાતળીને આ મિશ્રણ ઠંડુ કરવા મુકો.
-હવે તૈયાર લોટનો મોટો રોટલો વણો અને વચ્ચે ટોપરાનુ સ્ટફ મુકીને ટાઇટ રોલ વાળીલો.આ રોલને 30 મિનીટ ફ્રીજમાં રાખો
-પછી તેને ફ્રીજમાંથી કાઢીને 1/2 ઇંચના અંતરે કાપા પાડીલો.
-ગરમ તેલમાં તેને ગોલ્ડન તળીલો અને પેપર ટોવેલ પર કાઢીલો.(તમે ઓવન માં 180 ડિગ્રી પર 20-25 mins બેક પણ કરી શકોછો, અંહિયા મેં ઓવનમાં બેક કર્યાછે )
-હવે ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

શેર કરો આ નવીન રેસીપી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી