“તાજા નારિયલ નો ટોપરા પાક” – હવે બનાવો ઘરે જ ખુબ સરળ રીતે…

ટોપરા ની બરફી / ટોપરા પાક એ ભારતીય તેહવારો ની ક્લાસિક મીઠાઈ છે . કેહવાય છે કે નારિયલ નું બનેલી મીઠાઈ ભગવાન ને ધરાવવી એ શુભ કેહવાય છે . નારિયલ ને પવિત્ર માનવા માં આવે છે . આ તો બધી થઇ શાસ્ત્રો ની વાતો પણ આજ ની pratical જીવન શૈલી માં કહું તો જે ફટાફટ બને અને સ્વાદ માં ઉત્તમ હોય એ જ બેસ્ટ .

ઘર માં ટોપરું હાજર હોય તો ૧૫ min માં આ મીઠાઈ બની જશે . બાળકો અને મોટા બેય ને ખુબ જ પસંદ પડે એવી સાવ સરળ પણ એટલી જ સ્વાદિષ્ટ આ મીઠાઈ ની આજે આપણે રીત જોઈશું .
તાજા નારિયલ ના બદલે સુકા નારિયલ ણો ભૂકો અથવા ફ્રોઝેન કરેલા નારિયલ પણ વાપરી શકાય પણ તાજા નારિયલ જેવી મજા ની આવે.

નોંધ :

મેં આ રીત માં કોઈ પણ કલર કે ફ્લેવર નથી ઉમેર્યા , આપ ચાહો તો ઉમેરી શકો
આ માપ પ્રમાણે ૧૫-૧૭ મીડીયમ સાઈઝ ના મીઠાઈ ના કટકા બનશે .
આપ ચાહો તો કાજુ અને પીસ્તા પણ ઉમેરી શકો છો.

સામગ્રી :

• ૨ વાડકા તાજું ખમણેલું નારિયલ
• ૧ વાડકો ખાંડ
• ૧ ચમચી ઘી
• ૧ ચમચી એલચી નો ભૂકો
• કેસર ના થોડા તાંતણા
• 3 ચમચી બાદામ ની કાતરણ

રીત :

નારિયલ ને ધોઈ છાલ ઉતારી લો . નાના કટકા કરી મિક્ષેર માં ક્રશ કરી લો . એકસરખું જીણું છીણ તૈયાર થઇ જશે .

non stick કડાય માં ઘી લો . જો કાજુ અને પીસ્તા ઉપયોગ માં લેવાના હોય તો આ સ્ટેજ પર પેહલા ઘી માં શેકી લેવા . ખાંડ અને નારિયલ નું છીણ કડાય માં લઇ મધ્યમ આંચ પર ગરમ કરો .

જયારે ખાંડ ઓગળવા માંડે તેમાં એલચી ભૂકો ઉમેરો. આખી રીત માં સતત હલાવવું ફરજીયાત છે .

મિશ્રણ માં ઘણા પરપોટા દેખાશે . હલાવતા રહો. થોડી વાર પછી તમે જોશો મિશ્રણ ગઢ થશે અને પરપોટા પણ બંધ થઇ જશે, બાદમનું કાતરણ ઉમેરો .

બધા પરપોટા બંધ ના થાય અને મિશ્રણ સાઈડ છોડે ત્યાં સુધી હલાવતા રહો .

તરત ઘી લગાવેલી થાળી માં પાથરો.

આ મિશ્રણ તરત જામી જશે એટલે પાથર્યા પછી ઉતાવળ કરવી. થાળી માં એક સરખું પાથરી દો. શેકેલા કાજુ અને પીસ્તા ભભરાવી દો .
સંપૂર્ણ ઠંડુ થયા પછી કટકા કરવા શક્ય નથી એટલે ગરમ હોય ત્યારે જ છરી થી કાપા કરી લેવા .

ઠરે એટલે કટકા છુટા પાડી ડબ્બા માં ભરો અને મોજ માણો આ સ્વાદિષ્ટ મીઠાઈ ની ..

રસોઈની રાણી : રૂચી શાહ

શેર કરો આ ટોપરા પાકની રેસીપી દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી