Coconut Chocolate ball (કોકોનટ ચોકલેટ બોલ)

1075189_668967369799353_2193417_n

 

જાણો એક સ્વીટ સ્વીટ વાનગી, “કોકોનટ ચોકલેટ બાઉટી બોલ”

 

સફેદ બોલ માટે સામગ્રી :

 

૬ ચમચી મિલક પાવડર

૫ ચમચી આઈસીંગ સુગર

૨ ચમચી કોપરાની છીણ

૩ ચમચી દૂધ

૧/૨ ચમચી વેનિલા એસેનસ

ચોકલેટ બોલ માટે સામગ્રી …outside

૧૬ ચમચી આઈસીંગ સુગર

૮ ચમચી મિલક પાવડર

૮ ચમચી . ડિકીગ ચોકલેટ પાવડર

૧ ચમચી કોકોપાવડર

૨ ચમચી બટર

૩ ચમચી દૂધ

૧૫ ટીપા લીબુંનો રસ

ગારનીશ માટે કોપરાની છીણ

 

રીત :

 

સૌ પહેલા સફેદ બોલ બનાવવા તેની બધી સામગ્રી ભેગી કરીને 10નંગ નાના બોલ કરો. બનાવોને સાઇડમા મૂકો. હવે ચોકલેટ બોલ માટે બધી સામગ્રી ભેગી કરીને એના 10 ભાગ કરીને એને થેપીને વચ્ચે સફેદ બોલ મૂકીને સરસ ગોલ બોલ વાળી લો આ બોલ ને કોપરાની છીણમા રગદોળીને સર્વ કરો.

 

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block