લેબનીઝ વાનગી “સિગાર ફલાફલ” – તમારા રસોડે બનાવો આ લેબનીઝ રેસીપી, ખુબ સરળ રીત છે…

“સિગાર ફલાફલ”

સામગ્રી:

૧ વાટકી કાબુલી ચણા,
૧/૪ કપ ભાત,
૧ મીડીયમ ડુંગળી,
૧ ઇંચ આદુ,
૫ કળી લસણ,
૨ ચમચી ધાણાજીરું,
૧.૫ ચમચી લાલ મરચું,
૧ વાટકી સમારેલ કોથમીર,
૧/૨ ચમચી મરી પાઉડર,
૧.૫ ચમચી લીંબુનો રસ,
ચપટી સોડા,
મીઠું,
તેલ તળવા,

રીત:

સૌ પ્રથમ ૧૨-૧૫ કલાક જેટલા ચણાને પાણીમાં પલળવા. બીજે દિવસે બપોરે ચણાને ચારણીમાં નીતારી મિક્ષ્રર જારમાં પીસી લઇ એક વાસણમાં કાઢવું.

ડુંગળી, લસણ, આદુ પીસી લઇ તેને ચણાનો ભુક્કો કર્યો છે તેમાં મિક્ષ કરવું. હવે તે મિક્ષનમાં મરી પાઉડર, કોથમીર, મીઠું, ધાણાજીરું, લાલ મરચું અને ભાત ઉમેરી મિક્ષ કરી લેવું.

હવે તેમાં સોડા પર લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લેવું. પછી તે મિક્ષન વાસણમાં દાબીને ભરી ફ્રીજમાં મૂકી દેવું. તળવાની ૫ મિનીટ પેલા બાર નીકાળી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સિગાર શેપમાં વાળી તલમાં રગદોળી ફલાફલ તૈયાર રાખવા.

તેલ આવે એટલે ગોલ્ડન તળી લેવા, ગેસ ઘીમો ફાસ્ટ વચ્ચે વચ્ચે કરતો રહેવો. તો તૈયાર છે સિગાર ફલાફલ. સિગાર ફલાફલને મોલાસીસ, હમસ, હરીસા ડીપ, તાહીની યોગર્ટ ડીપ, ટોમેટો સોસ ગમે તેના જોડે સર્વ થઇ શકે છે.

નોંધ:

તમે “ચીઝ સિગાર ફલાફલ” અંદર પ્રોસેસ ચીઝ સ્ટફ કરીને બનાવી શકાય.
બીજું કંઈ પણ તમે તમારી મરજી મુજબ સ્ટફ કરી શકો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી