આજકાલ ખૂબ જ વધી રહ્યા છે છૂટાછેડાના કેસ, જાણો બાળકોની ઉંમર પ્રમાણે તેમના પર કેવી થાય છે માનસિક અસર, અને શું થાય છે પ્રોબ્લેમ…

છૂટાછેડા ફક્ત કપલ્સના સંબંધને જ નથી તોડતા પણ એ બાળકોના કોમળ દિલને પણ ઇજા પહોંચાડે છે. પેરેન્ટ્સનું અલગ થવું એમને એકલા અને તણાવગ્રસ્ત કરી દે છે. બાળકોને છૂટાછેડાના પીડાદાયક અનુભવથી કઈ રીતે બચાવી શકાય? ચાલો આજે જાણી લઈએ.

બાળકોના સારા ઉછેર માટે માતા પિતા બંનેનો સાથ અને પ્રેમની જરૂર હોય છે પણ ડિવોર્સ પછી બાળક માતા પિતા ગમે તે એકથી દૂર થીંજાય છે અને આ વાત એના કોમલ મનને અંદરથી તોડી નાખે છે. માતા પિતા વચ્ચે આવેલ આ અંતરને અમુક બાળકો સરડતાથી સહન નથી કરી શકતા અને ડિપ્રેસ થઈ જાય છે. હાલમાં જ થયેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ડિવોર્સી દંપતિઓના બાળકો સામાજિક તેમજ માનસિક વિકાસ સારો નથી થતો. એ અભ્યાસમાં પણ અન્ય બાળકો કરતા પાછળ રહી જાય છે. માતા પિતા વચ્ચેના અંતરની અલગ અલગ ઉંમરના બાળકો પર શુ અસર પડે છે ચાલો જાણી લઈએ.

0- 4 વર્ષ.

image source

4 વર્ષની ઉંમર સુધીના બાળકો પોતાની આસપાસ રહેતા લોકો સાથે વધુ જોડાયેલા રહે છે પણ એમને આસપાસ થતી વાતો કે ઘટનાઓની વધુ સમજ નથી હોતી. એવામાં જો પેરેન્ટ્સ અલગ થઈ જાય તો બાળક વધુ કઈ સમજી નથી શકતું. ડિવોર્સ પછી જો બાળકની કસ્ટડી માતા પાસે છે તો એ પિતાની ગેરહજરીથી ટેવાઈ જાય છે પણ પરિસ્થિતિ ત્યારે બગડી શકે છે જ્યારે બાળકને સંભાળવા માટે પરિવારમાં માયા સિવાય કોઈ બીજું એટલે કે નાના, નાની કે અન્ય સભ્ય ન હોય. આ ઉંમરના બાળકો ભલે બીજું કંઈ ન સમજી શકે પણ એમને એવું મહેસુસ થાય છે કે એમની આસપાસ બધું સામાન્ય નથી.

પેરેન્ટ્સ શુ કરે?

પતિ પત્નીને બાળકની કસ્ટડીની બાબત કોર્ટ કચેરીમાં ન લઈ જતા એકબીજાની સહમતીથી ઉકેલી લેવી જોઈએ. આ ઉંમરમાં બાળકોને માતાની વધુ જરૂર હોય છે એટલે સારું રહેશે કે એમને માતા પાસે જ રહેવા દેવામાં આવે. જો માતા આર્થિક રીતે કમજોર હોય તો એને આર્થિક સહાયતા આપવી એ પિતાની જવાબદારી છે.

5- 10 વર્ષ.

image source

આ ઉંમરના બાળકો બધું સમજવા લાગે છે અને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરે છે. શીખવાની દ્રષ્ટિએ આ ઉંમર બાળકો માટે ખૂબ જ મહત્વની હોય છે. એવામાં ડિવોર્સ પછી ઉપજેલ તણાવથી એ આત્મકેન્દ્રીત, દુઃખી અને કુંઠિત થઈ શકે છે. આ ઉંમરના બાળકો ડિવોર્સને સમજી નથી શકતા. એટલે એ વારંવાર એ જ વિચાર્યા કરે છે કે આખરે મારા મમ્મી પપ્પા અલગ કેમ રહી રહ્યા છે? મારા અન્ય મિત્રોની જેમ મારા પેરેન્ટ્સ સાથે કેમ નથી રહેતા? એવા સવાલ વારંવાર બાળકોને હેરાન કરે છે. એટલું જ નહીં આ વાતોની એમના માનસિક વિકાસ પર પણ નકારાત્મક અસર થાય છે.

શુ કરે પેરેન્ટ્સ.

image source

બાળકો ખાતર ઘરનો માહોલ ખુશનુમાન રાખવાનો પ્રયત્ન કરો. બાળકોને વધુમાં વધુ સમય આપો. એમની સામે તમારા પાર્ટનરની બુરાઈ ન કરો. જો બાળક કોઈ સવાલ પૂછે તો એનો પ્રેમથી જવાબ આપો. એના સવાળોથી ચીડશો નહિ. તમારા ડિવોર્સના કારણે બાળકને સ્કૂલ ફિયર પણ થઈ શકે છે. કારણ કે સ્કૂલમાં બીજા બાળકો જ્યારે એને એના માં બાપ વિશે પૂછશે તો એને શરમ આવશે. એટલે બાળકના આત્મવિશ્વાસને વધારો, એને સમજાવો કે કોઈપણ વસ્તુથી ડરવાની જરૂર નથી, તમે દરેક સમયે એની સાથે છો. જો શક્ય હોય તો ડિવોર્સ પછી પણ બાળકને બીજા પાર્ટનરને મળવા દો. ભલે એમની મુલાકાત અઠવાડિયે કે મહિને જ કેમ ન થાય પણ એનાથી બાળક એકલતા અને અધૂરાપણું નહિ અનુભવે.

11- 15 વર્ષ.

image source

આ ઉંમર સુધી બાળકો સમજદાર થઈ જાય છે. હોર્મોનલ ફેરફારના કારણે એ કોઈપણ વસ્તુ પ્રત્યે ઝડપથી આકર્ષિત થઈ જાય છે. આ ઉંમરમાં બાળકો પોતાના માતા પિતાને ડિવોર્સને લઈને પરેશાન થઈ જાય છે કે આખરે આ શું થઈ રહ્યું છે? આવું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે? ઉંમરના આ તબક્કામાં બાળકોને ઇમોશનલી મજબૂત બનાવવા માટે માતા પિતા બંનેના પ્રેમ અને માર્ગદર્શનની જરૂર હોય છે. , આ ઉંમરમાં બાળકો પોતાના પેરેન્ટ્સ વચ્ચેના અંતરને સ્વીકારી નથી શકતા. પોતાના સૌથી નજીકના સંબંધોને તૂટતા જોઈ એમનો સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ઘણીવાર જોવામાં આવ્યું છે કે માતા પિતા બંનેનો સાથે અને પ્રેમ ન મળવાના કારણે બાળકો જિદ્દી બની જાય છે. જ્યારે એ બીજા બાળકોને એમના પેરેન્ટ્સ સાથે જોવે છે તો એમનું દિલ દુભાય છે અને એ પોતાની જાતને અનલકી માનવા લાગે છે.

શુ કરે પેરેન્ટ.

image source

બાળકો પર ખાસ ધ્યાન આપો. એમના દરેક પ્રશ્નનો સકારાત્મક જવાબ આપો. એને માતા પિતા બંનેનો પ્રેમ આપવાના પ્રયત્ન કરો જેથી એને તમારા પાર્ટનરની કમી વધુ ન લાગે. પણ સમજ્યા વિચાર્યા વગર એમની દરેક ડિમાન્ડ પુરી કરવાની ભૂલ ન કરો, નહિ તો એ જિદ્દી બની જશે. એ જરૂરી છે કે તમે બાળક સાથે મિત્ર જેવો સંબંધ રાખો અને એમની વાતો ધ્યાનથી સાંભળો.બની શકે તો એને તમારી બધી તકલીફ જણાવો પણ આ બધું કરતા બાળકને એ ન બતાવો કે તમે ખૂબ જ નિરાશ થઈ ચૂક્યા છો. સાથે જ બાળકને એવા સંસ્કાર આપો એ એ સંબંધોના મહત્વને સમજે.
16- 20 વર્ષ.

image source

આ ઉંમર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉંમરમાં બાળકોની એક અલગ જ દુનિયા હોય છે, એ પોતાની આવનારી કાલને સુધારવાના પ્રયત્નમાં લાગેલા હોય છે. એવામાં પેરેન્ટ્સ વચ્ચેનું અંતર એમના માટે પગ નીચેથી જમીન ખસી જવા જેવું ચેમ ભવિષ્યના સપના જોતા, કરિયરને લઈને ગંભીર બાળકોને તો માતા પિતાનો ડિવોર્સ પોતાની દુનિયા લૂંટાઈ જવા જેવો લાગતો હોય છે ઘણા તો આ આઘાતમાં જિંદગી પ્રત્યે બિલકુલ ઉદાસીન થઈ જાય છે. ઘરનો નિરાશાજનક માહોલ એમને પણ માયુસ અને નિરાશ કરી દે છે. એટલું જ નહીં ડિવોર્સને લઈને મિત્રોના સવાલ કે મજાક પણ એમને પરેશાન કરે છે. બાળક માતા અને પિતા બંનેથી દૂર થઈ જાય છે..આ માટે એ બંનેને કે પછી ગમે તે એકને સ્વાર્થી સમજવા લાગે છે અને એમના પ્રત્યે એના મનમાં નફરતની ભાવના ઘર કરી જાય છે.

શુ કરે પેરેન્ટ્સ.

image soucre

આ ઉંમરમાં બાળક પર કોઈપણ જાતનું દબાણ કર્યા વગર એમને પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે તૈયાર કરો. એમને સમજાવો કે દરેક સ્થિતિમાં તમે એની સાથે રહેશો અને તમને બંને મળીને સ્થિતિને સારી બનાવી લેશો. બની શકે તો એને ડિવોર્સનું સાચું કારણ સમજાવવાનો પ્રયત્ન કરો જેથી એ તમને સ્વાર્થી ન સમજે. આ ઉંમરમાં બાળકો દરેક વસ્તુ સારી રીતે સમજી શકે છે એટલે એમની સાથે તમે તમારી તકલીફો ડિસ્કસ કરી શકો છો. આ ઉંમરમાં બાળકો પોતાના અભ્યાસ અને કરીયરને લઈને ખૂબ જ ગંભીર હોય છે એવામાં એમને સાચો રસ્તો બતાવવો એ તમારી જવાબદારી છે.