“ક્રિસમસ ટ્રી કપકેક” – બાળકોને ખાસ બનાવી આપજો ખુશ થઇ જશે..

“ક્રિસમસ ટ્રી કપકેક”

સામગ્રી:

200 ગ્રામ મેંદો,
1.5 tsp બેકિંગ પાઉડર,
1/2 tsp બેકિંગ સોડા,
65 ગ્રામ ખાંડ (કેસ્ટર),
70 ગ્રામ સોલ્ટેડ બટર,
1 tsp કૉફી પાઉડર,
1 કપ હોટ વોટર,
1/2 ટીન સ્વીટ ક્ન્ડેન્સ્ડ મિલ્ક,
5-6 tbsp કોકો પાઉડર,
1 tsp વેનીલા એસેન્સ,

ડેકોરેશન માટે:

આઇસક્રીમ કોન્સ,
વ્હાઇટ વ્હિપ્ડ ક્રીમ /બટરક્રીમ ફ્રોસ્ટિંગ,
ગ્રીન વ્હિપ્ડ ક્રીમ /બટરક્રીમ ફ્રોસ્ટિંગ,
સ્પ્રિઁક્લ સ્ટાર/બોલ્સ,

રીત:

– સૌ પ્રથમ કપ કેક મોલ્ડ/ ટીનને ગ્રીસ કરી લેવું અને ઓવનને 160’C પર પ્રિ હિટ માટે મૂકવું.
– ગરમ પાણીમાં કૉફી પાઉડર ઉમેરી મિક્ષ કરી બાજુ પર રાખવું.
– એક બાઉલમા મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને કોકો પાઉડર લઇ મિક્ષ કરી 3 વાર ચાળી લેવું.
– બીજા બાઉલમા ક્રીમ, બટર અને ખાંડ લઇ વ્હાઇટ ફ્લ્ફી ન થાય ત્યાંસુધી મિક્ષ કરવું, પછી તેમા વેનીલા અને ક્ન્ડેસ્ડ મિલ્ક ઉમેરી મિક્ષ કરવું.
– પછી મેંદાવાલુ મિક્ષણ અને કૉફીવાલુ મિક્ષણ એક પછી એક ઉમેરી બરાબર મિક્ષ કરવું.
– બેટર થિક પણ પોરિંગ હોવુ જોઈએ.
– હવે કપકેક મોલ્ડમા બેટર 1/2-2/3 જેટલું ભરવું.
– પ્રિ હિટેડ ઓવનમા 15 મિનિટ માટે બેક કરવું.
– કપકેક ઠંડા થાય ઍટલે મોલ્ડમાથી કાઢી લેવા.
– વ્હાઇટ ફ્રોસ્ટિંગ કપકેક ઉપર સ્પ્રેડ કરી, આઈસ ક્રીમ કોન ઉંધો મૂકી ગ્રીન ફ્રોસ્ટિંગ પાઇપિંગ બેગમા ભરી સ્ટાર નોઝલ વડે કોન પર સ્ટાર બનાવવા.
– સ્પ્રિઁક્લ સ્ટારથી ગાર્નિશ કરવું.
– તો તૈયાર છે ક્રિસમસ ટ્રી કપકેક.

કાર્તિકેય મિશ્રા (કાનપુર)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી