આજે જાણો ચોકલેટ ગુજીયા બનવાની રીત…

- Advertisement -

ગુજીયા ને એક ર્મોડન ટેસ્ટ આપો

ચોકલેટ ગુજીયા (Chocolate Ghughra)

સામગ્રી:

100 ગ્રામ મેંદો
3 નાની ચમચી ઘી
પાણી
સ્ટફીંગ બનાવવા:
1 કપ કુકીગ ચોકલેટ
2 ચમચી મીક્સ ફ્રુટ જામ
1 કપ(કાજૂ,બદામ,પીસ્તા)
1 ચમચી નાળીયેર નો ભૂકો
તેલ/ધી તળવા માટે

રીત:

-એક બાઉલમા મેંદો ચાળી લો. પછી તેમા મોણ માટે ઘી ઉમેરો. ગરમ પાણી થી કઠણ લોટ બાંધો. 10મીનીટ ભીના કપડા મા રાખો.
-સ્ટફીંગ બનાવવા માટે એક બાઉલ મા બારીક છીણેલી ચોકલેટ, મીક્સ નટસ બારીક કાપેલા, મીક્સ ફ્રુટ જામ, નાળીયેર નો ભૂકો ઉમેરી મીકસ કરો.
-લોટમાંથી 4ઈંચ ની પુરી વણો.
-તેમાં 1અથવા 1.5 ચમચી સ્ટફીગ મૂકો.
-કિનારી પર પાની લગાવી અર્ધ ગોળ વાળો. કિનારી ને આંગળી અને અંગુઠા વચ્ચે દબાવી અંદર ની તરફ વાળો.
-આમ બધી ગુજીયા ભરી તૈયાર કરો. અને ભીના કપડા માં રાખો.
-પછી કડાઈમાં ઘી/ તેલ ગરમ કરી ગુજીયા તળી લો.
-તમે તળલા નાં માંગતા હોય તો બેક કરી શકાય. ઓવન મા180 ડિગ્રી તાપમાને બેક કરો.
-ચોકલેટ ગુજીયા તૈયાર.

ટ્વિન્કલ ઠુમ્મર (પાટણવાવ)

ઘરમાં બધાને ભાવશે તો આ દિવાળી પર બનાવશો ને?? શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી